પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત લોકોને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
18 OCT 2023 5:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ વહીદા રહેમાનજીને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા બદલ ખાસ અભિનંદન આપવાની તક પણ લીધી.
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મૂકાયેલી X પરની એક પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું:
“69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત તમામને અભિનંદન. દરેક પુરસ્કાર વિજેતાએ ભારતીય સિનેમામાં અનુકરણીય યોગદાન આપ્યું છે. દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત થવા બદલ હું વહીદા રહેમાનજીને ખાસ અભિનંદન આપવા માંગુ છું.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1968896)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi