ગૃહ મંત્રાલય
(1) આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહ ભાડુઆત નિયમન, 2023 (2) દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાડુઆત નિયમન, 2023 (3) લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023ની જાહેરાત
Posted On:
04 OCT 2023 4:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે (1) આંદામાન અને નિકોબાર ટાપુ ભાડુઆત નિયમન, 2023 (2) દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાડુઆત નિયમન, 2023 (3) લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023 (3) ભારતના બંધારણની કલમ 240 હેઠળ લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023ને લાગુ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
ધ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ ભાડુઆત નિયમન, 2023; દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાડુઆત નિયમન, 2023; અને લક્ષદ્વીપ ભાડુઆત નિયમન, 2023 આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ અને લક્ષદ્વીપ મકાનમાલિક અને ભાડુઆત બંનેના હિતો અને અધિકારોને સંતુલિત કરીને ના કેન્દ્રશાસિત પ્રદેશોમાં જગ્યા ભાડે આપવા માટે જવાબદાર અને પારદર્શક ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે કાયદેસર માળખું પ્રદાન કરશે.
આ નિયમો ભાડા બજારમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગસાહસિકતાને વેગ આપશે, સ્થળાંતર કરનારાઓ, ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ વગેરે સહિત સમાજના વિવિધ આવક વર્ગો માટે પર્યાપ્ત ભાડાના આવાસ સ્ટોકનું સર્જન કરશે. તે ગુણવત્તાયુક્ત ભાડાના રહેઠાણની સુલભતા વધારવામાં પણ મદદરૂપ થશે; અને રેન્ટલ હાઉસિંગ માર્કેટનું ધીમે ધીમે ઔપચારિકરણ તરફ દોરી જશે, જે કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ અને લક્ષદ્વીપમાં એક વાઇબ્રન્ટ, સંતુલિત અને સર્વસમાવેશક રેન્ટલ હાઉસિંગ માર્કેટ ઊભું કરશે.
CB/GP/JD
(Release ID: 1964145)
Visitor Counter : 180