માહિતી અને પ્રસારણ મંત્રાલય

ભારત 48મા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે અને દેશની રચનાત્મક ક્ષમતાનું પ્રદર્શન કરશે


ભારતીય પ્રતિનિધિમંડળ ભારતને એક રચનાત્મક કેન્દ્ર, વાર્તાકારોની ભૂમિ તરીકે પ્રસ્તુત કરશે અને દેશમાં ફિલ્માંકનની સરળતાને પ્રોત્સાહન આપશે

Posted On: 06 SEP 2023 4:05PM by PIB Ahmedabad

આ વર્ષે મે મહિનામાં 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સફળતાપૂર્વક ભાગ લીધા બાદ ભારત 7 સપ્ટેમ્બર, 2023થી શરૂ થનારા 48મા ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઈએફએફ)માં પોતાની ફિલ્મોને લઈ જવા માટે તૈયાર છે. આ વર્ષે ભારતને પ્રતિભા, કન્ટેન્ટ અને મનોરંજનના કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીઆઈએફએફમાં સત્તાવાર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફિલ્મો)  અને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (એનએફડીસી)ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રિથુલ કુમાર કરશે. એનએફડીસી એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની નોડલ એજન્સી છે જે ટીઆઈએફએફમાં ભારતની ભાગીદારીનું આયોજન કરી રહી છે.

તેની વિસ્તૃત સહભાગીતા યોજનામાં, ભારત દેશની રચનાત્મક અને તકનીકી શક્તિઓને પ્રદર્શિત કરવા માટે કેટલાક સત્રોનું આયોજન કરશે અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને ભારત સાથે સહ-નિર્માણ કરવા અને ભારતીય સ્થળોએ ફિલ્માંકન કરવા આમંત્રણ આપશે. એક વિશિષ્ટ સ્પોટલાઇટ સેશન, જેનું શીર્ષક છે, 'કમ, ફિલ્મ ઇન ઇન્ડિયા', ભારતની ફિલ્મ નીતિઓ, ભારતની સિંગલ વિન્ડો મિકેનિઝમને પ્રદર્શિત કરવાનો પ્રયાસ, દેશમાં ફિલ્માંકનની સરળતાને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સુધી પહોંચાડવામાં આવશે. ભારત અને કેનેડાની સિનેમેટિક સિદ્ધિઓની ઉજવણી તરીકે, બંને દેશો ફીચર, શોર્ટ ફિલ્મ્સ, એનિમેશન પ્રોજેક્ટ્સ, ઓટીટી કન્ટેન્ટ અને વેબ પ્રોજેક્ટ્સ જેવા માધ્યમોમાં ફિલ્મ નિર્માણની સંભવિતતાની શોધ અને પ્રોત્સાહન આપવા માગે છે. ઉપસ્થિતોમાં એનએફડીસી, ઓન્ટારિયો ક્રિએટ્સ, ટેલિફિલ્મ કેનેડા, ભારતીય ઉત્પાદકો અને કેનેડિયન ઉત્પાદકોના પ્રતિનિધિઓ ભાગ લેશે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા ઇન્ડિયા પેવેલિયનના ઉદઘાટન સાથે જ ટીઆઈએફએફમાં ભારતની ભાગીદારી શરૂ થશે. સ્પોટલાઇટ સેશન ઉપરાંત સ્ટોરીટેલર્સની ભૂમિ તરીકે ભારત પર એક સત્ર અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે અનેક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે ટીઆઈએફએફમાં ઓફિશિયલ સિલેક્શનમાં છ ભારતીય ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જેમાં, તરસેમસિંહ ધંધવાર દિગ્દર્શિત ડિયર જસ્સી, નિખિલ નાગેશ ભટ્ટ દિગ્દર્શિત કિલ, કરણ બૂલાની દિગ્દર્શિત થેન્ક યુ ફોર કમિંગ, કિરણ રાવ દિગ્દર્શિત લોસ્ટ લેડીઝ, જયંત દિગંબર સોમલકર દિગ્દર્શિત સ્થળ/એ મેચ, આનંદ પટવર્ધન દ્વારા દિગ્દર્શિત વસુધૈવા કુટુમ્બકમ/ધ વર્લ્ડ ઇઝ ફેમિલી સામેલ છે. જ્યારે સુસી ગણેશનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દિલ હૈ ગ્રેને માર્કેટ સેક્શનમાં દર્શાવવામાં આવશે.

CB/GP/JD



(Release ID: 1955137) Visitor Counter : 156