જળશક્તિ મંત્રાલય

જલ જીવન મિશને 13 કરોડ ગ્રામીણ પરિવારોના નળ જોડાણોનું સીમાચિહ્ન હાંસલ કર્યું


જેજેએમએ માત્ર 4 વર્ષમાં ગ્રામીણ નળ કનેક્શન કવરેજ 3 કરોડથી વધારીને 13 કરોડ કર્યું

1 જાન્યુઆરી, 2023થી દરરોજ સરેરાશ 87,500 નળ જોડાણો આપવામાં આવે છે

ઉત્તર પ્રદેશ જાન્યુઆરી, 2023થી અત્યાર સુધીમાં 61 લાખથી વધુ કાર્યકારી ઘરેલુ નળ કનેક્શન ઇન્સ્ટોલ કરીને પ્રગતિ ચાર્ટમાં ટોચ પર છે

Posted On: 05 SEP 2023 1:55PM by PIB Ahmedabad

જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 13 કરોડ ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાની વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 'સ્પીડ એન્ડ સ્કેલ' સાથે કામ કરીને જીવન બદલી રહેલા આ મિશને ઓગસ્ટ, 2019માં મિશનની શરૂઆતમાં ગ્રામીણ નળ જોડાણનું કવરેજ માત્ર 3.23 કરોડ પરિવારોથી વધારીને માત્ર 4 વર્ષમાં 13 કરોડ કરી દીધું છે. 15 ઑગસ્ટ, 2019ના રોજ દેશે તેનો 73મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી જલ જીવન મિશનની જાહેરાત કરી હતી. અત્યાર સુધી, ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ) અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો - પુડુચેરી, D&D અને D&NH અને A&N ટાપુઓ તથા આંધ્રપ્રદેશ તથા એએન્ડએન ટાપુઓને 100 ટકા કવરેજ મળ્યું છે. બિહારમાં 96.39 ટકા છે, ત્યારબાદ મિઝોરમમાં 92.12 ટકા છે, જે પણ નજીકના ભવિષ્યમાં સંતૃપ્તિ હાંસલ કરવા માટે તૈયાર છે. ગોવા, હરિયાણા, પંજાબ, એ એન્ડ એન ટાપુઓ, પુડુચેરી, ડી એન્ડ એનએચ અને ડીએન્ડડી એ 'હર ઘર જલ સર્ટિફાઇડ સ્ટેટ્સ/ કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે, આ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં, ગ્રામજનોએ ગ્રામ સભાઓ દ્વારા પુષ્ટિ આપી છે કે ગામમાં 'તમામ ઘરો અને જાહેર સંસ્થાઓ' ને પાણીનો પૂરતો, સલામત અને નિયમિત પુરવઠો મળી રહ્યો છે. દેશના 145 જિલ્લાઓ અને 1,86,818 ગામોમાં 100 ટકા કવરેજ નોંધાયું છે.

આ મિશન રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભાગીદારીમાં આ કાર્યક્રમનો અમલ કરે છે અને વિકાસલક્ષી ભાગીદારો સહિત તમામના સંયુક્ત પ્રયાસોને કારણે જ જમીની સ્તરે પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળે છે. દર સેકન્ડે, એક નળના પાણીનું જોડાણ સ્થાપિત થઈ રહ્યું છે, જેથી દેશના ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તન આવી રહ્યું છે. 1 જાન્યુઆરી 2023થી દરરોજ સરેરાશ 87,500 નળ કનેક્શન આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં 61.05 લાખ ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (એફએચટીસી) સ્થાપિત કરીને વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રગતિ ચાર્ટમાં ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ASWL.jpg

કેન્દ્ર અને રાજ્ય સરકારોના અથાગ પ્રયાસોના પરિણામે દેશમાં 9.15 લાખ (88.73 ટકા) શાળાઓ અને 9.52 લાખ (84.69 ટકા) આંગણવાડી કેન્દ્રોમાં નળથી પાણી પુરવઠાની જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે. આપણા દેશના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, જ્યારે આ મિશનની શરૂઆત થઈ હતી, ત્યારે ફક્ત 21.41 લાખ (7.86 ટકા) ઘરોમાં જ નળથી પાણી મળતું હતું, જે હવે વધીને 1.81 કરોડ (66.48 ટકા) થઈ ગયું છે.

'હર ઘર જલ' હેઠળ કામ કરવાથી ગ્રામીણ વસ્તીને નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભથઈ રહ્યા છે. નિયમિત નળના પાણીનો પુરવઠો લોકોને, ખાસ કરીને મહિલાઓ અને યુવાન છોકરીઓને, તેમની દૈનિક ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારે ડોલ ભરીને પાણી વહન કરવાની સદીઓ જૂની કઠોરતાથી રાહત આપે છે. બચેલા સમયનો ઉપયોગ આવક પેદા કરવાની પ્રવૃત્તિઓ, નવી કુશળતાઓ શીખવા અને બાળકોના શિક્ષણને ટેકો આપવા માટે થઈ શકે છે.

યોજનાઓની લાંબા ગાળાનું ટકાઉપણું હાંસલ કરવા માટે, શરૂઆતથી જ સમુદાયની ભાગીદારી ગ્રામીણ પાઇપવાળા પાણી પુરવઠા યોજનાઓના આયોજન, અમલીકરણ, કામગીરી અને જાળવણી (ઓએન્ડએમ) ના કેન્દ્રમાં રહી છે. દેશમાં 5.27 લાખથી વધારે ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે અને 5.12 લાખ ગ્રામ કાર્યયોજનાઓ (વીએપી) તૈયાર કરવામાં આવી છે, જેમાં પીવાના પાણીના સ્ત્રોતમાં વૃદ્ધિ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ અને તેના પુનઃઉપયોગ માટેની યોજનાઓ તથા ઇન-વિલેજ વોટર સપ્લાય સિસ્ટમના નિયમિત ઓએન્ડએમની યોજના સામેલ છે.

જલ જીવન મિશનની શરૂઆત થઈ એ સમયે 22,016 વસાહતો (આર્સેનિક – 14,020, ફ્લોરાઇડ- 7,996) 1.79 કરોડની વસતિ ધરાવતાં હતાં (આર્સેનિક-1.19 કરોડ, ફ્લોરાઇડ-0.59 કરોડ) પીવાનાં પાણીનાં સ્ત્રોતોમાં આર્સેનિક/ફ્લોરાઇડ દૂષણથી અસરગ્રસ્ત થયાં હતાં. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અહેવાલ મુજબ, હવે તમામ આર્સેનિક/ફ્લોરાઇડ-અસરગ્રસ્ત વસાહતોમાં પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ છે.

જલ જીવન મિશન માત્ર પાણી પૂરું પાડવામાં જ નહીં, પરંતુ દર વખતે ગુણવત્તાયુક્ત પાણી પૂરું પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં માને છે. આ સંદર્ભમાં સ્ત્રોત અને ડિલિવરી પોઇન્ટ્સમાંથી પાણીના નમૂનાનું નિયમિત પરીક્ષણ એકત્રિત કરવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવે છે. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને માન્યતા આપીને આ વર્ષે સિલ્વર એવોર્ડ "નાગરિક કેન્દ્રિત સેવાઓને પ્રોત્સાહન આપવા માટે ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ" કેટેગરી હેઠળ ડબલ્યુક્યુએમઆઈએસ પર કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસના સૂત્ર પર કામ કરતા જલ જીવન મિશન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરો, શાળાઓ, આંગણવાડીઓ અને અન્ય જાહેર સંસ્થાઓને નળ દ્વારા સુરક્ષિત પાણીની વ્યવસ્થા કરીને એસડીજી 6 એટલે કે, તમામને સસ્તું પાણી પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

વધુ વિગતો માટે: https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx

CB/GP/JD



(Release ID: 1954842) Visitor Counter : 234