રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધી દર્શનમાં મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ અને ગાંધી વાટિકાનું ઉદઘાટન કર્યુ

Posted On: 04 SEP 2023 1:43PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (4 સપ્ટેમ્બર, 2023)ના રોજ નવી દિલ્હીમં સ્થિત ગાંધી દર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ અને પરિસરમાં ‘ગાંધી વાટિકા’નું ઉદઘાટન કર્યુ.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધી સંપૂર્ણ વિશ્વ સમુદાય માટે વરદાન સ્વરૂપ છે. તેમના આદર્શો અને જીવન મૂલ્યોએ સમગ્ર દુનિયાને એક નવી દિશા આપી છે. તેમણે અહિંસાનો માર્ગ એ સમયે દર્શાવ્યો જ્યારે વિશ્વ-યુદ્ધોના કાળખંડ દરમિયાન દુનિયા ઘૃણા અને દ્વૈષથી ગ્રસ્ત હતી. તેમણે કહ્યું કે સત્ય અને અહિંસાની સાથે ગાંધીજીના પ્રયોગે તેમને એક મહામાનવનો દરજ્જો આપ્યો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમની પ્રતિમાઓ અનેક દેશોમાં સ્થાપિત છે અને દુનિયાભરના લોકો તેમના આદર્શોમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર અને બરાક ઓબામાનું ઉદાહરણ આપતા કહ્યું કે અનેક મહાન નેતાઓ ગાંધીજી દ્વારા દર્શાવાયેલા સત્ય અને અહિંસાના માર્ગને વિશ્વ કલ્યાણનો માર્ગ સમજ્યો. તેમણે એ વાત પર ભાર આપ્યો કે તેમના દર્શાવેલા માર્ગ પર ચાલીને વિશ્વ શાંતિના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ગાંધીજીએ જાહેર અને વ્યક્તિગત જીવનમાં પવિત્રતા પર ખૂબ ભાર આપ્યો. તેમના મતે નૈતિક શક્તિના આધાર પર જ અહિંસાના માધ્યમથી હિંસાનો સામનો કરી શકાય છે. તેમણે રેખાંક્તિ કર્યુ કે આત્મવિશ્વાસ વિના, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દ્રઢતા સાથે કાર્ય ન કરી શકાય. આજની ઝડપથી બદલતી અને પ્રતિસ્પર્ધી દુનિયામાં, આત્મવિશ્વાસ અને સંયમની ખૂબ આવશ્યકતા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ગાંધીજીના આદર્શ અને મૂલ્ય આપણા દેશ અને સમાજ માટે ખૂબ પ્રાસંગિક છે. તેમણે તમામ નાગરિકો, ખાસ કરીને યુવાનો અને બાળકોને આગ્રહ કર્યો કે ગાંધીજી વિશે વધુમાં વધુ વાંચો અને તેમના આદર્શોને આત્મસાત કરો. તેમણે કહ્યું કે આ મામલે ગાંધી સ્મૃતિ, દર્શન સમિતિ તથા અન્ય સંસ્થાઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. તેમણે કહ્યું કે તેઓ પુસ્તકો, ફિલ્મો, સંગોષ્ઠિઓ, કાર્ટૂનો અને અન્ય સંચાર માધ્યમો દ્વારા યુવાનો અને બાળકોને ગાંધીજીના જીવનના બોધપાઠ વિશે વધુ જાગૃત કરી શકે છે અને ગાંધીજીના સપનાના ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

CB/GP/JD


(Release ID: 1954607) Visitor Counter : 276