રેલવે મંત્રાલય

શ્રીમતી જયા વર્મા સિંહાએ રેલવે બોર્ડના ચેરપર્સન અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો


ભારતીય રેલ્વેના આ સર્વોચ્ચ પદ પર નિયુક્ત થનારા તેઓ પ્રથમ મહિલા છે

Posted On: 01 SEP 2023 11:06AM by PIB Ahmedabad

શ્રીમતી જયા વર્મા સિંહાએ રેલવે ભવનમાં આજે રેલવે બોર્ડ (રેલવે મંત્રાલય)ના નવા ચેરપર્સન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ રેલવે બોર્ડનાં ચેરપર્સન અને સીઇઓ તરીકે શ્રીમતી જયા વર્મા સિંહાની નિમણૂકને મંજૂરી આપી હતી. ભારતીય રેલ્વેના આ સર્વોચ્ચ પદ પર નિમણૂક પામનાર તે પ્રથમ મહિલા છે.

આ પહેલા શ્રીમતી જયા વર્મા સિંહા રેલવે બોર્ડના સભ્ય (ઓપરેશન્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ) તરીકે કામ કરી ચૂક્યા છે. શ્રીમતી સિંહા ભારતીય રેલવે પર નૂર અને પેસેન્જર સેવાઓનાં સંપૂર્ણ પરિવહન માટે જવાબદાર હતાં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RE3A.jpg

શ્રીમતી જયા વર્મા સિંહા વર્ષ 1988માં ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ (આઇઆરટીએસ)માં જોડાયાં હતાં. ભારતીય રેલ્વેમાં 35 વર્ષથી વધુની કારકિર્દીમાં, તેમણે સભ્ય (ઓપરેશન્સ અને વ્યવસાય વિકાસ) રેલ્વે બોર્ડ, વધારાના સભ્ય, ટ્રાફિક પરિવહન, રેલ્વે બોર્ડ જેવા વિવિધ મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે. તેમણે ઓપરેશન્સ, કોમર્શિયલ, આઇટી અને વિજિલન્સમાં ફેલાયેલા વિવિધ વર્ટિકલ્સ પર કામ કર્યું છે. દક્ષિણ પૂર્વ રેલ્વેના પ્રિન્સિપલ ચીફ ઓપરેશન્સ મેનેજર તરીકે નિમણૂક પામનાર તેઓ પ્રથમ મહિલા પણ હતા. તેમણે બાંગ્લાદેશના ઢાકામાં ભારતના હાઈ કમિશનમાં રેલવે સલાહકાર તરીકે કામ કર્યું હતું, જે દરમિયાન કોલકાતાથી ઢાકા જતી પ્રખ્યાત મૈત્રી એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

શ્રીમતી સિંહા અલ્હાબાદ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે અને ફોટોગ્રાફીમાં ઊંડો રસ ધરાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023YGA.jpg

CB/GP/JD



(Release ID: 1954074) Visitor Counter : 214