ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાન હેઠળ નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો હતો અને તિરંગા સાથે તેમની સેલ્ફી શેર કરી હતી

સ્વતંત્રતા દિવસ પહેલા લાખો તિરંગા ભારતના આકાશમાં લહેરાતા લાખો તિરંગા ભારતને ફરીથી મહાનતાનું પ્રતિરૂપ બનાવવાની રાષ્ટ્રની સામૂહિક ઇચ્છાનું પ્રતીક છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે

ભારતના લોકોને મારી હાર્દિક અપીલ છે કે તેઓ તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવે અને http://harghartiranga.com પર સેલ્ફી અપલોડ કરે અને સાથી નાગરિકોને પણ આવું કરવા પ્રોત્સાહિત કરે

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારતની એકતા અને બંધુત્વની ભાવનાને જાળવીને તેમણે આજે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગા ફરકાવ્યો છે

Posted On: 14 AUG 2023 1:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાન હેઠળ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો હતો અને તિરંગા સાથે તેમની સેલ્ફી શેર કરી હતી. ટ્વીટ દ્વારા શ્રી અમિત શાહે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પહેલા ભારતના આકાશમાં લહેરાતા લાખો તિરંગા ભારતને ફરીથી મહાનતાનું પ્રતિક બનાવવાની રાષ્ટ્રની સામૂહિક ઇચ્છાનું પ્રતીક છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. તેમણે ભારતના તમામ નાગરિકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને http://harghartiranga.com પર સેલ્ફી અપલોડ કરવાની અપીલ કરી. તેમણે દરેકને તેમના સાથી નાગરિકોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે ભારતની એકતા અને બંધુત્વની ભાવનાને જાળવીને તેમણે આજે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગા લહેરાવ્યો છે. ગૃહમંત્રીએ હર ઘર તિરંગાઅભિયાનમાં ભાગ લેવા બદલ મળેલી પ્રશંસાનું પ્રમાણપત્ર પણ શેર કર્યું.

Under the #HarGharTiranga campaign, hoisted the Tiranga atop my residence today.

Millions of Tirangas billowing in Indian skies before Independence Day symbolize the nation's collective will to make India the paragon of greatness again. pic.twitter.com/g0P3ErxZFa

— Amit Shah (@AmitShah) August 14, 2023

As the #HarGharTiranga campaign called for by PM @narendramodi Ji is underway it is my earnest appeal to the people of India to hoist the National Flag at their homes and upload selfies on https://t.co/gWYNL03fGv.
Also please encourage fellow citizens to do the same.

Cherishing… pic.twitter.com/HwCNvuofad

— Amit Shah (@AmitShah) August 14, 2023

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1948470) Visitor Counter : 225