પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ચમોલીમાં વિદ્યુત દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 19 JUL 2023 4:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચમોલીમાં વિદ્યુત દુર્ઘટનામાં થયેલ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી અને માહિતી આપી કે રાજ્ય સરકાર હેઠળના સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય રાહત પૂરી પાડી રહ્યું છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું; અત્યંત પીડાદાયક ! ઉત્તરાખંડના ચમોલીમાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા સાથે, હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં રોકાયેલું છે: PM @narendramodi

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1940739) મુલાકાતી સંખ્યા : 243