સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો
કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) સહારા ગ્રૂપ ઓફ કો-ઓપરેટિવ સોસાયટીના થાપણદારોને સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ https://mocrefund.crcs.gov.in પર તેમનો દાવો દાખલ કરવામાં મદદ કરશે
Posted On:
19 JUL 2023 3:32PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સહારા ગ્રૂપની કોઓપરેટિવ સોસાયટીઝના અસલી થાપણદારોને રિફંડ પ્રદાન કરવાની પ્રક્રિયામાં કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) તેમને સીઆરસીએસ- સહારા રિફંડ પોર્ટલ પર તેમના દાવા દાખલ કરવામાં મદદ કરશે. શ્રી અમિત શાહે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ)- સહારા રિફંડ પોર્ટલ https://mocrefund.crcs.gov.in 18 જુલાઈ, 2023ના રોજ નવી દિલ્હીમાં લોંચ કર્યું હતું.
દેશભરમાં ફેલાયેલા 5.5 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો તેમના કેન્દ્રો પર ઈન્ટરનેટ કનેક્ટિવિટી, કોમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર વગેરેની જરૂરી સુવિધાઓથી સજ્જ 300 થી વધુ ઈ-સેવાઓ પૂરી પાડે છે. સાચા થાપણદારો CRCS- સહારા રિફંડ પોર્ટલ પર તેમના દાવા ફાઇલ કરવા માટે તેમના નજીકના CSC ની મદદ પણ લઈ શકે છે.
સીએસસી-એસપીવીએ તેના તમામ ગ્રામ્ય સ્તરીય ઉદ્યોગસાહસિકો (વીએલઇ)ને સહારાના અસલી થાપણદારોને મદદ કરવા માટે જાણ કરી છે અને કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા વ્યક્તિઓ દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા આપવા માટે તેની સિસ્ટમને સક્ષમ બનાવી છે.
સીઆરસીએસ- સહારા રિફંડ પોર્ટલ સહારા જૂથની સહકારી મંડળીઓ - સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટિપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના અસલી થાપણદારો દ્વારા દાવા રજૂ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1940710)
Visitor Counter : 221