માહિતી અને પ્રસારણ મંત્રાલય
'બહત્તર હુરેં' ટ્રેલર મુદ્દે CBFCનું નિવેદન
Posted On:
29 JUN 2023 5:23PM by PIB Ahmedabad
સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશને આજે ફિલ્મ બહત્તર હુરેંના ટ્રેલરના મુદ્દે નિવેદન બહાર પાડ્યું છે. મીડિયા અહેવાલોને ટાંકીને તેણે કહ્યું છે કે "મીડિયાના અમુક વિભાગોમાં ભ્રામક અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે કે "બહત્તર હુરેં (72 હુરેં)" નામની ફિલ્મ અને તેના ટ્રેલરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે."
તેણે વધુ સ્પષ્ટતા કરી છે કે "અહેવાલોથી વિપરીત, ફિલ્મ "બહત્તર હુરેં (72 હુરેં)"ને 'A' પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને પ્રમાણપત્ર 4-10-2019ના રોજ આપવામાં આવ્યું હતું. હવે, તે ઉક્ત ફિલ્મનું ટ્રેલર યોગ્ય પ્રક્રિયા હેઠળ છે. જે 19-6-2023ના રોજ CBFCને ચકાસણી માટે આપવામાં આવ્યું હતું અને સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ની કલમ 5B(2) હેઠળ જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર તેની ચકાસણી કરવામાં આવી હતી."
CBFCએ એમ પણ કહ્યું છે કે "અરજદારને સૂચના હેઠળ જરૂરી દસ્તાવેજી સબમિશન માટે કહેવામાં આવ્યું હતું અને તે પ્રાપ્ત થયા પછી, ફેરફારોને આધીન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અને તે જ અરજદારના પ્રતિભાવ/અનુપાલન માટે બાકી છે."
બોર્ડે વિનંતી કરી છે કે જ્યારે મામલો યોગ્ય પ્રક્રિયા હેઠળ હોય ત્યારે કોઈપણ ગેરમાર્ગે દોરનારા અહેવાલોને ધ્યાનમાં લેવા નહીં અથવા તેને પ્રસારિત કરવા નહીં.
YP/GP/JD
(Release ID: 1936255)
Visitor Counter : 169