પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ, લેખક અને વિજ્ઞાન કોમ્યુનિકેટર શ્રી નીલ ડી ગ્રાસે ટાયસન સાથે મુલાકાત
Posted On:
21 JUN 2023 8:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના ન્યૂયોર્કમાં અગ્રણી અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ, લેખક અને વિજ્ઞાન કોમ્યુનિકેટર શ્રી નીલ ડી ગ્રાસે ટાયસન સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી અને શ્રી ટાયસને યુવાનોમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. તેઓએ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ અવકાશ સંશોધન મિશન સહિત અવકાશ ક્ષેત્રે ભારતની ઝડપી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી અને શ્રી ટાયસને ભારતની નવી શરૂ કરેલી રાષ્ટ્રીય અવકાશ નીતિ હેઠળ ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સહયોગ માટેની તકો અંગે પણ ચર્ચા કરી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1933883)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam