માહિતી અને પ્રસારણ મંત્રાલય
ગુજરાતના દ્વારકામાં ઓલ ઈન્ડિયા રેડિયો ટાવર બિપરજોય ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે તોડી પાડવામાં આવ્યો
Posted On:
14 JUN 2023 2:37PM by PIB Ahmedabad
ગુજરાતના દ્વારકામાં 90-મીટર ઉંચો સ્ટીલથી બનેલો આકાશવાણી ટાવર, high Guy ropeની મદદથી ઊભો કરવામાં આવ્યો હતો, જેને ચક્રવાત બિપરજોયના જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં તરીકે નીચે લાવવામાં આવ્યો હતો. આ ટાવરને કારણે કોઈ દુર્ઘટના ન થાય અને આસપાસના વિસ્તારોમાં જાનમાલનું નુકસાન ઓછું થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. NIT સુરત અને CCWના માળખાકીય નિષ્ણાતોએ 35 વર્ષ જૂના ટાવરની સલામતી તપાસ કર્યા બાદ ટાવરને તોડી પાડવાનું પગલું લેવામાં આવ્યું છે. આ નિષ્ણાતોએ જાન્યુઆરી 2023માં ટાવરને તોડી પાડવાની ભલામણ કરી હતી. તેની સાથે જ, ઓલ ઈન્ડિયા રેડિયો ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને દ્વારકાથી તેની સેવાઓ પુનઃસ્થાપિત કરવા પર કામ કરી રહ્યું છે.
YP/GP/JD
(Release ID: 1932442)
Visitor Counter : 212