પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ PACSને સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો (PMBJKs) ખોલવાની મંજૂરી આપવાના નિર્ણયને આવકાર્યો
Posted On:
07 JUN 2023 12:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ને સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખોલવાની મંજૂરી આપવાના નિર્ણયની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું કે અમારી સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે કે સૌથી મોંઘી દવાઓ પણ દેશભરમાં સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થવી જોઈએ.
કેન્દ્રીય સહકાર મંત્રીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“અમારી સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે કે સૌથી મોંઘી દવાઓ પણ દેશભરમાં સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ હોવી જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે સહકારી ક્ષેત્રની આ મોટી પહેલ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન સરળ બનાવશે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1930401)
Visitor Counter : 190
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam