કેન્દ્રીય જાહેર સેવા આયોગ

કરારના આધારે સંયુક્ત સચિવ સ્તર/નિયામક/નાયબ સચિવ સ્તરની જગ્યાઓ માટે પાર્શ્વીય ભરતી


ચાર જોઈન્ટ સેક્રેટરી અને 16 ડિરેક્ટર્સ/ ડેપ્યુટી સેક્રેટરીઓને પાર્શ્વીય ભરતી દ્વારા સામેલ કરવામાં આવશે

Posted On: 18 MAY 2023 2:46PM by PIB Ahmedabad

ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoP&T) તરફથી મળેલી વિનંતી મુજબ, સરકારના નીચેના વિભાગો/મંત્રાલયોમાં કરારના આધારે સંયુક્ત સચિવ/નિયામક/નાયબ સચિવના સ્તરે સરકારમાં જોડાવા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે.:-

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલય

રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય.

કોર્પોરેટ બાબતોનું મંત્રાલય

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ, ગ્રાહક બાબતોનું મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ

ભારે ઉદ્યોગ મંત્રાલય

ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલય

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

કાનૂની બાબતોનો વિભાગ, કાયદો અને ન્યાય મંત્રાલય

ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય

શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય

ઉપરોક્ત મંત્રાલયો/વિભાગોમાં પાર્શ્વીય ભરતી દ્વારા ચાર સંયુક્ત સચિવો અને 16 ડિરેક્ટરો/નાયબ સચિવોને સામેલ કરવામાં આવશે.

ઉમેદવારો માટે વિગતવાર જાહેરાત અને સૂચનાઓ કમિશનની વેબસાઇટ પર 20મી મે 2023ના રોજ અપલોડ કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 20મી મે 2023થી 19મી જૂન 2023 સુધી અરજી કરી શકે છે.

ઉમેદવારોને તેમની ઓનલાઈન અરજીમાં આપેલી માહિતીના આધારે ઈન્ટરવ્યુ માટે શોર્ટ-લિસ્ટ કરવામાં આવશે. તેઓએ સુનિશ્ચિત કરવું કે આપેલી માહિતી સાચી છે.

YP/GP/JD



(Release ID: 1925259) Visitor Counter : 151