ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 14મીએ રાજસ્થાનની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ નાગૌરના મેર્ટા સિટી ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. શ્રી નાથુરામ મિર્ધાની પ્રતિમાનું અનાવરણ કરશે
प्रविष्टि तिथि:
12 MAY 2023 1:27PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 14 મે, 2023ના રોજ રાજસ્થાન (પુષ્કર, ખરનાલ અને મેર્ટા સિટી) ની મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ પવિત્ર બ્રહ્મા મંદિર અને શ્રી જાટ શિવ મંદિર, પુષ્કરમાં પ્રાર્થના કરશે.
ઉપરાષ્ટ્રપતિ બાદમાં પ્રખ્યાત અને આદરણીય સમાજ સુધારક વીર તેજાજીના જન્મ સ્થળ ખરનાલ, નાગૌરની મુલાકાત લેશે.
ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ પૂર્વ કેન્દ્રીય મંત્રી, સ્વર્ગીય શ્રી નાથુરામ મિર્ધાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે મેર્ટા સિટી, નાગૌરની મુલાકાત લેશે.
પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને નાગૌરના ખેડૂત સમુદાયના અગ્રણી નેતા, સ્વ. શ્રી નથુરામ મિર્ધા છ વખત લોકસભાના સભ્ય હતા અને 1979-80 અને 1989-90 સુધી કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે રાષ્ટ્રીય કૃષિ મૂલ્ય આયોગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ રાજસ્થાનના ચાર વખત વિધાનસભાના સભ્ય પણ હતા અને રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી હતી.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1923654)
आगंतुक पटल : 218