પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 4થી સ્મૃતી સમાન ટેસ્ટ મેચના એક હિસ્સાના સાક્ષી બન્યા

ક્રિકેટ, ભારત અને ઓસ્ટ્રેલિયામાં સામાન્ય જુસ્સો: પ્રધાનમંત્રી

Posted On: 09 MAR 2023 12:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ આજે ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 4થી સ્મૃતી સમાન ક્રિકેટ ટેસ્ટ મેચના એક ભાગના સાક્ષી બન્યા હતા.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન, શ્રી એન્થોની અલ્બેનીઝના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“ક્રિકેટ, ભારત અને ઓસ્ટ્રેલિયામાં એક સામાન્ય જુસ્સો! ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચના કેટલાક ભાગોના સાક્ષી બનવા માટે મારા સારા મિત્ર પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે અમદાવાદમાં આવીને આનંદ થયો. મને ખાતરી છે કે આ એક રોમાંચક રમત હશે!”

 

અમદાવાદથી ટેસ્ટ મેચની ઝલક શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“અમદાવાદની કેટલીક વધુ ઝલક. સર્વત્ર ક્રિકેટ છવાયું!”

 

પ્રધાનમંત્રી અને ઑસ્ટ્રેલિયન સમકક્ષ, શ્રી એન્થોની અલ્બેનિસનું મેચ નિહાળવા પહોંચ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ શ્રી જય શાહ અને BCCIના પ્રમુખ, શ્રી રોજર બિન્ની, દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાયિકા શ્રીમતી ફાલ્ગુઇ શાહ દ્વારા એક સાંસ્કૃતિક પ્રદર્શન, યુનિટી ઑફ સિમ્ફની પણ નિહાળી હતી.

પ્રધાનમંત્રીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રી રોહિત શર્માને ટેસ્ટ કેપ સોંપી જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન શ્રી સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ સોંપી. આ પછી પ્રધાનમંત્રી અને ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્ટેડિયમમાં વિશાળ ભીડ સમક્ષ ગોલ્ફ કાર્ટમાં ગાર્ડ ઑફ ઓનર લીધું હતું.

બંને ટીમના કેપ્ટન ટોસ માટે પીચ તરફ આગળ વધ્યા જ્યારે પ્રધાનમંત્રી અને ઑસ્ટ્રેલિયન સમકક્ષ વૉકથ્રુ માટે ફ્રેન્ડશિપ હોલ ઑફ ફેમ તરફ ગયા. ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અને ખેલાડી, શ્રી રવિ શાસ્ત્રીએ બંને દેશોના પ્રધૈનમંત્રીઓની સાથે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સમૃદ્ધ ક્રિકેટ ઇતિહાસને રજૂ કર્યો હતો.

આ પછી બંને ટીમના કેપ્ટન બંને રાષ્ટ્રોના સંબંધિત પ્રધાનમંત્રીઓની સાથે રમતના મેદાનમાં આવ્યા હતા. બંને સુકાનીઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત પછી સંબંધિત પ્રધાનમંત્રીઓ સાથે ટીમનો પરિચય કરાવ્યો. પ્રધાનમંત્રી અને ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ત્યારપછી બંને દેશના ક્રિકેટ દિગ્ગજો વચ્ચેની ટેસ્ટ મેચ જોવા માટે પ્રેસિડેન્ટ બોક્સમાં ગયા હતા.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905235) Visitor Counter : 230