વિદ્યુત મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતે BIMSTEC એનર્જી સેન્ટર (BEC)ના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન કર્યું

Posted On: 01 MAR 2023 11:41AM by PIB Ahmedabad

 

  1. ભારતની "નેબરહુડ ફર્સ્ટ" અને "એક્ટ ઈસ્ટ" નીતિઓ મીટિંગ દરમિયાન હાઈલાઈટ કરવામાં આવી અને BIMSTEC દેશો એકબીજા પાસેથી શીખી શકે તેવા ક્ષેત્રોનો સ્નેપશોટ રજૂ કર્યો
  2. ભારતે ભારતમાં BIMSTEC એનર્જી સેન્ટર (BEC) ની સ્થાપના કરવા પર એક પ્રેઝન્ટેશન આપ્યું અને જણાવ્યું કે BECને સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPRI), બેંગલુરુના પરિસરમાં રાખવામાં આવશે.
  3. આ બેઠકમાં "ભારત પ્રજાસત્તાક સરકાર અને BIMSTEC સચિવાલય વચ્ચેના યજમાન દેશ કરાર" પરની નોંધ પર વિચારણા કરવામાં આવી અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને તેને BIMSTECની કાયમી કાર્ય સમિતિની સાતમી બેઠકમાં વિચારણા માટે ભલામણ કરવામાં આવી.
  4. તમામ સભ્ય દેશોએ BIMSTEC એનર્જી સેન્ટરના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકના આયોજન માટે ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને વ્યક્ત કર્યો હતો કે BIMSTECની આવી બેઠકો વધુ વાર થઈ શકે છે.

ભારતે 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ બેંગલુરુની શાંગી-લા હોટેલમાં BIMSTEC એનર્જી સેન્ટર (BEC) ના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન કર્યું હતું. શ્રી અજય તિવારી, પાવર મંત્રાલયના અધિક સચિવ અને BECના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષે BIMSTEC સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. તેમણે BIMSTEC દેશો વચ્ચે હાલના સહકારની પૃષ્ઠભૂમિ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી.

તમામ BIMSTEC દેશો એટલે કે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડે BIMSTEC સચિવાલયની સાથે આ બેઠકમાં સક્રિયપણે ભાગ લીધો છે. તેના તમામ સભ્ય દેશોએ લાંબા અંતર પછી આ બેઠક યોજવાની પ્રશંસા કરી હતી.

આ બેઠક દરમિયાન ભારતની "નેબરહુડ ફર્સ્ટ" અને "એક્ટ ઈસ્ટ" નીતિઓની રૂપરેખા આપવામાં આવી હતી. તેણે એવા ક્ષેત્રોનો સ્નેપશોટ પણ રજૂ કર્યો જેમાં BIMSTEC દેશો એકબીજા પાસેથી શીખી શકે.

BIMSTEC એનર્જી સેન્ટરના યજમાન તરીકે ભારતે તેના દેશમાં BIMSTEC એનર્જી સેન્ટર (BEC) ની સ્થાપના અંગે રજૂઆત કરી હતી. વધુમાં, સભ્ય દેશોને જાણ કરવામાં આવી હતી કે બેંગલુરુમાં સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPRI) ના પરિસરમાં BECની સ્થાપના કરવામાં આવશે.

શ્રી ઘનશ્યામ પ્રસાદ, ચેરમેન, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) ને BIMSTEC એનર્જી સેન્ટરના પ્રથમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં "ભારત સરકાર અને BIMSTEC સચિવાલય વચ્ચેના યજમાન દેશ કરાર" પર વિચારણા કરવામાં આવી અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. આ સાથે, BIMSTEC સ્ટેન્ડિંગ વર્કિંગ કમિટીની 7મી બેઠકમાં વિચારણા માટે ભલામણ કરવામાં આવી હતી.

BIMSTEC ક્ષેત્રમાં વર્તમાન ઊર્જા પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને, બેઠકમાં BECની વિશેષ શાખાઓ હેઠળ વધારાના ક્ષેત્રો ઉમેરવાની ભલામણ કરવામાં આવી હતી. આ છે (1) સાયબર સુરક્ષા, (2) ગ્રીન હાઇડ્રોજન અને (3) ઊર્જા રૂપાંતરણ.

સભ્ય દેશોએ BIMSTEC એનર્જી સેન્ટરના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સિવાય તમામ દેશોએ BIMSTECની આવી બેઠકો નિયમિત અંતરે યોજવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

YP/GP/JD(Release ID: 1903362) Visitor Counter : 164