મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

કેબિનેટે ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) અનેધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઈન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ (ICAEW) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી

Posted On: 15 FEB 2023 3:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) અને ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઈન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ (ICAEW) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે.

એમઓયુ પ્રવર્તમાન નિયમો અને શરતો પર બ્રિજિંગ મિકેનિઝમ નિર્ધારિત કરીને એકબીજાના સભ્યોની લાયકાત, તાલીમ અને સભ્યોને સારી સ્થિતિમાં પ્રવેશ આપવાનો છે. આ એમઓયુના પક્ષકારો એકબીજાને તેમની લાયકાત/પ્રવેશ જરૂરિયાતો, CPD નીતિ, મુક્તિ અને અન્ય કોઈપણ સંબંધિત બાબતોમાં ભૌતિક ફેરફારોની માહિતી આપશે.

ICAEW સાથે ICAIનો સહયોગ યુકેમાં ભારતીય CA માટે અને યુકેમાં વૈશ્વિક વ્યાવસાયિક તકો શોધી રહેલા ભારતીય CA માટે ઘણી વ્યાવસાયિક તકો લાવશે.

YP/GP/JD


(Release ID: 1899448) Visitor Counter : 188