કૃષિ મંત્રાલય
જી-20 બેઠકના પ્રથમ દિવસે પ્રતિનિધિઓએ ઈન્દોરમાં હેરિટેજ વોક કર્યું
ઐતિહાસિક રજવાડાની મુલાકાત લીધી અને સાંસ્કૃતિક ઝલક અને સ્થાનિક ભોજનનો આનંદ માણ્યો
प्रविष्टि तिथि:
13 FEB 2023 3:05PM by PIB Ahmedabad
ઇન્દોરમાં આયોજિત પ્રથમ જી-20 કૃષિ પ્રતિનિધિ બેઠકના પ્રથમ દિવસે, વિદેશી દેશોના પ્રતિનિધિઓએ હેરિટેજ વોક કર્યું.

આ પ્રસંગે, તેમણે ઐતિહાસિક હોલ્કર રાજ્ય ઈન્દોરના છત્રીઓ સાથે રજવાડા પેલેસની મુલાકાત લીધી હતી.

સ્થાનિક ભોજન તેમજ સાંસ્કૃતિક ઝલકનો આનંદ માણ્યો હતો.

બોલિયા સરકાર સ્મારક છત્રીથી શરૂ થયેલી હેરિટેજ વોક કૃષ્ણપુરા છત્રીથી પસાર થતી રજવાડા પહોંચી હતી.

આ પ્રસંગે પ્રતિનિધિઓએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.
હેરિટેજ વોક દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે હતા.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1898757)