યુવા બાબતો અને રમત મંત્રાલય

યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયને નાણાકીય વર્ષ 2023-24માં 3397.32 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું, જે નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં 11 ટકા વધારે છે


ખેલો ઈન્ડિયા (રૂ. 1000 કરોડ) માટે બજેટ ખર્ચમાં નોંધપાત્ર વધારો

પ્રધાનમંત્રી શ્રીએ પાયાના સ્તરની પ્રતિભાની ઓળખ, માળખાકીય સુવિધાઓનું નિર્માણ, ચુનંદા રમતવીરોને સમર્થન અને એકંદર રમત સંસ્કૃતિનું નિર્માણ કરવા પર અભૂતપૂર્વ ધ્યાન આપ્યું છે જે મહિલાઓ, દિવ્યાંગો અને છેવાડાના વિસ્તારોના યુવાનોને સમાન તકો પૂરી પાડે છેઃ શ્રી અનુરાગ ઠાકુર

Posted On: 02 FEB 2023 2:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની ભારત સરકારે રમતગમત અને યુવા બાબતોને કેન્દ્રમાં લાવી છે અને 360-ડિગ્રી સપોર્ટ દ્વારા દેશમાં એકંદર ઇકોસિસ્ટમને વેગ આપ્યો છે. જ્યારે યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયને નાણાકીય વર્ષ 2004-05માં બજેટમાં 460 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં 3397.32 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે દર વર્ષે અનેકગણો વધી રહ્યું છે.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માટે બજેટ ફાળવણી નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં 11% વધી છે. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ત્યારે 2010 પછી મંત્રાલય માટે આ અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ફાળવણી છે. બજેટની ફાળવણી 2011-12ના બજેટ કરતાં ત્રણ ગણી વધારે છે અને 2014-15ના બજેટ કરતાં લગભગ બે ગણી છે.

રમતગમત વિભાગ માટે 2462.59 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષે 2254 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. હાલમાં યુવા બાબતો વિભાગ માટે 934.73 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગત વર્ષે 808.60 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

મંત્રાલયના વિવિધ મુખ્ય કાર્યક્રમો અને સંસ્થાઓ માટે આ વર્ષના બજેટમાં નોંધપાત્ર પ્રમાણમાં ભંડોળ વધારવામાં આવ્યું છે. ગેલો ઈન્ડિયા (રૂ. 1000 કરોડ), સ્પોર્ટ્સ કમિશન ઓફ ઈન્ડિયા (રૂ. 785.52 કરોડ) નહરુ યુવા કેન્દ્ર સંગઠન (રૂ. 401.49 કરોડ) નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (રૂ. 325 કરોડ), નેશનલ એક્શન પ્લાન (રૂ. 325 કરોડ) સામેલ છે.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી. અનુરાગ સિંહ ઠાકુરે કેન્દ્રીય બજેટ 2023-24ને બિરદાવ્યું હતું અને રમતગમત અને યુવા ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો હતો.. શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “દેશમાં હાલની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને સંપૂર્ણ રીતે સુધારવાની જરૂરિયાતને ઓળખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતથી જ, પાયાના સ્તર પર અભૂતપૂર્વ ધ્યાન આપ્યું છે. સ્તરની પ્રતિભાની ઓળખ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ચુનંદા રમતવીરોને સમર્થન અને એકંદર રમત સંસ્કૃતિનું નિર્માણ કરવું જે મહિલાઓ, દિવ્યાંગો અને છેવાડાના વિસ્તારના યુવાનોને સમાન તકો પ્રદાન કરે. આનું પરિણામ ખેલો ઈન્ડિયા સ્કીમ, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ, મિશન ઓલિમ્પિક સેલ વગેરે જેવી અનન્ય યોજનાઓ અને કાર્યક્રમોની રજૂઆત છે. આ કાર્યક્રમો ખૂબ જ સફળ સાબિત થયા છે અને દેશભરમાં વ્યાપકપણે વખાણવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ રમતગમતમાં નવેસરથી ઉત્સાહનો ઉમેરો કર્યા પછી, 2014થી ભારતના રમતગમતના ઇતિહાસમાં મોટી સંખ્યામાં ઐતિહાસિક પ્રથમ રેકોર્ડ પણ નોંધાયા છે”.

આવનારા વર્ષમાં યુવા બાબતોના વિભાગની એક વિશેષ પહેલ યુવાનો સુધી પહોંચવા અને તેમને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા માટે યુવા નેતૃત્વ પોર્ટલનું નિર્માણ કરશે જેથી કરીને તેમની નેતૃત્વ કૌશલ્યમાં સુધારો કરી શકાય અને સમાજ પ્રત્યે જવાબદારીની વધુ ભાવના કેળવી શકાય. પોર્ટલને એવા યુવાનો માટે રજિસ્ટ્રી તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ સમુદાયના જીવનની ગુણવત્તામાં સુધારો કરે અને તેમની આવક-કમાણી ક્ષમતામાં પણ વધારો કરે તેવી કોઈપણ પ્રવૃત્તિ માટે નોંધણી કરાવવા માગે છે. તે દેશના યુવાનોને વિવિધ શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ, નાના ઉદ્યોગો, ખેડૂત-ઉત્પાદક જૂથો અને સહકારી મંડળીઓ સાથે ડિજિટલ સાક્ષરતા અને નાણાકીય સાક્ષરતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. આવા જોડાણથી યુવાનોને પ્રાયોગિક શિક્ષણ મળશે, તેમની નેતૃત્વ કૌશલ્યમાં સુધારો થશે અને તે જ સમયે, સ્થાનિક સમુદાયોની ઉત્પાદકતામાં સુધારો થશે. તે એક સમૃદ્ધ અને સંભાળ રાખનાર રાષ્ટ્ર તરીકે ભારતના વિઝન સાથે સુસંગત છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે અને પોર્ટલ એક વર્ષથી ઓછા સમયમાં શરૂ થશે.

મંત્રાલયના બજેટમાં કેપેક્સ જોગવાઈઓ રૂ. 935.68 કરોડ (બજેટના 27%) જેમાં મૂડી અસ્કયામતોના નિર્માણ માટે અનુદાનનો સમાવેશ થાય છે.

YP/GP/JD



(Release ID: 1895809) Visitor Counter : 433