નાણા મંત્રાલય

બજેટ અંદાજ 2023-24માં મૂડીખર્ચ 37.4 ટકા વધીને રૂ. 10 લાખ કરોડ થવાનો અંદાજ છે


નાણાકીય વર્ષ 2023-24માં આવક ખર્ચ 1.2 ટકા વધીને રૂ. 35.02 લાખ કરોડ થવાનો અંદાજ છે

નાણાકીય વર્ષ 2023-24માં કુલ ખર્ચ રૂ. 45.03 લાખ કરોડ થશેઃ આ નાણાકીય વર્ષ 2022-23 કરતાં 7.5 ટકા વધુ છે

1.30 લાખ કરોડના મૂડીપક્ષ માટે રાજ્યોને નાણાકીય સહાયમાં 30%નો વધારો

Posted On: 01 FEB 2023 12:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમને આજે વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે સંસદમાં જણાવ્યું હતું કે, "માળખાકીય સુવિધાઓ અને ઉત્પાદન ક્ષમતામાં રોકાણની વૃદ્ધિ અને રોજગાર પર મોટી અસર પડે છે."

વૃદ્ધિ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે મૂડી રોકાણ

રોકાણ અને રોજગાર સર્જનને વેગ આપવા વર્ષ 2023-24ના બજેટમાં મૂડી ખર્ચની જોગવાઈમાં 37.4%નો વધારો. નાણાકીય વર્ષ 2022-23માં, જોગવાઈ રૂ. 7.28 લાખ કરોડ હતી, જે હવે વધારા સાથે સુધારીને રૂ. 10 લાખ કરોડ કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001T5A8.jpg

રાજકોષીય નીતિ નિવેદન અનુસાર, મૂડી ખર્ચ નાણાકીય વર્ષ 2019-20માં મૂડી ખર્ચ કરતાં લગભગ 3 ગણો છે. નાણાકીય વર્ષ 2023-24માં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, રેલ્વે, સંરક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહાત્મક મંત્રાલયો માટે મૂડી ખર્ચમાં મોટો વધારો જોવા મળશે.

સહયોગની ભાવનામાં રાજ્યોના હાથ મજબૂત કરવા માટે, નાણાકીય વર્ષ 2022-23માં રાજ્યોને મૂડી ખર્ચના સ્વરૂપમાં નાણાકીય સહાયની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2023-24 માટે 1.30 લાખ કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2022-23ની તુલનામાં વર્ષ 2023-24 માટેની જોગવાઈમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ આંકડો નાણાકીય વર્ષ 2022-23 માટે કુલ સ્થાનિક ઉત્પાદનના લગભગ 0.4 ટકા છે.

મહેસૂલ ખર્ચ

2022-23 નાણાકીય વર્ષમાં મહેસૂલ ખર્ચ રૂ. 34.59 લાખ કરોડથી 1.2% વધીને રૂ. 35.02 લાખ કરોડ થવાનો અંદાજ છે, બજેટ અનુમાન છે. મહેસૂલ ખર્ચના મુખ્ય ઘટકોમાં વ્યાજની ચૂકવણી, મૂડી અનુદાન, સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાં, પેન્શન, સંરક્ષણ મહેસૂલ ખર્ચ તેમજ નાણાં પંચની અનુદાન અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓના સ્વરૂપમાં રાજ્યોમાં ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.

વ્યાજની ચૂકવણી

વ્યાજની ચૂકવણી આશરે રૂ. 10.80 લાખ કરોડ થવાની ધારણા છે જે કુલ આવક ખર્ચના 30.8% છે.

અનુદાન

નાણાકીય નિવેદનો અનુસાર, સબસિડી આવક ખર્ચનો નોંધપાત્ર ભાગ છે. તેમાં ખોરાક, ખાતર અને પેટ્રોલિયમ સબસિડીનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2022-23માં મુખ્ય સબસિડી માટેની જોગવાઈ રૂ. 3.75 લાખ કરોડ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 1.2 ટકા) થવાની ધારણા છે જે કુલ આવક ખર્ચના 10.7% છે.

નાણાકીય કમિશન અનુદાન

આ બજેટ મુજબ, નાણાકીય વર્ષ 2022-23 માટે રાજ્યોને મહેસૂલ ખાધ અનુદાન, શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને અનુદાન અને અનુદાનની અન્ય વિવિધ શ્રેણીઓ માટે 1.65 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

પેન્શન

આ ખર્ચ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 2.07 લાખ કરોડની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24માં વધીને આશરે રૂ. 2.45 લાખ કરોડ થવાની ધારણા છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ વન રેન્ક વન પેન્શન-ઓઆરઓપી હેઠળ સંરક્ષણ કર્મચારીઓને મળતું એરિયર્સ છે. નાણાકીય વર્ષ 2023-24માં પેન્શન ચૂકવણી રૂ. 2.34 લાખ કરોડ થવાની ધારણા છે, જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 0.8 ટકા છે. આમાં સંરક્ષણ પેન્શન માટે લગભગ 1.38 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ સામેલ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002K7D6.jpg

કુલ ખર્ચ

નાણાકીય નીતિ નિવેદન અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં કુલ ખર્ચ રૂ. 45.03 લાખ કરોડ થવાની ધારણા છે, જે 2022-23ની સરખામણીમાં 7.5% વધુ છે.

રાજ્યોમાં ટ્રાન્સફર

15મા નાણાપંચ હેઠળ, રાજ્યોએ વર્ષ દરમિયાન વધારાના કરવેરા રસીદ તરીકે રૂ. 9.48 લાખ કરોડ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અગાઉના સમયગાળા કરતાં ગોઠવણ તરીકે રૂ. 32,600 કરોડ ચૂકવવાના બાકી છે. 15મા નાણાપંચની ભલામણો અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં રાજ્યોને ટેક્સ વિતરણ તરીકે ચૂકવવાની રકમ 10.21 લાખ કરોડ રૂપિયા છે.

YP/GP(Release ID: 1895444) Visitor Counter : 920