નાણા મંત્રાલય
જિલ્લાઓની શિક્ષણ અને તાલીમ સંસ્થાઓ દ્વારા શિક્ષકોની તાલીમની પુનઃ કલ્પના કરવામાં આવશે
બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના
રાજ્યો પંચાયત અને વોર્ડ સ્તરે સીધી પુસ્તકાલયોની સ્થાપનાને પ્રોત્સાહિત કરશે
પુસ્તકાલય દ્વારા વાંચન અને નાણાકીય સમજણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે
Posted On:
01 FEB 2023 1:23PM by PIB Ahmedabad
સંસદમાં આજે, 01 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સંસદમાં 2023-24નું કેન્દ્રીય બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે સરકારની સબકા સાથ સબકા વિકાસની ફિલસૂફીમાં સમાવેશી વિકાસ અપનાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય બજેટમાં સાત પ્રાથમિકતાઓ અપનાવવામાં આવી છે જે એકબીજાના પૂરક છે અને અમૃતકાળ દરમિયાન આપણને માર્ગદર્શન આપતા 'સપ્તર્ષિ'ની જેમ કાર્ય કરે છે.
શિક્ષકોની તાલીમ પર ભાર મૂકતા, નાણામંત્રીએ કહ્યું કે શિક્ષકોની તાલીમની નવીન શિક્ષણ શાસ્ત્ર, અભ્યાસક્રમ વ્યવહાર, સતત વ્યાવસાયિક વિકાસ, ઉપદેશાત્મક સર્વેક્ષણ અને ICT અમલીકરણ દ્વારા પુનઃકલ્પના કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ હેતુ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાને વાઇબ્રન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્સલન્સ તરીકે તૈયાર કરવામાં આવશે.
મંત્રીએ બાળકો અને કિશોરો માટે વિવિધ સાધનો દ્વારા વિવિધ પ્રદેશો, ભાષાઓ, વિષયો અને સ્તરોમાં ગુણવત્તાયુક્ત પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે રાજ્યોને પંચાયત અને વોર્ડ સ્તરે ભૌતિક પુસ્તકાલયો સ્થાપવા અને રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય સંસાધનોનો ઉપયોગ કરવા માટે માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને રોગચાળાના સમયમાં ભણતરની ખોટની ભરપાઈ કરવા માટે, નેશનલ બુક ટ્રસ્ટ, ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ અને અન્ય સ્ત્રોતોને આ ભૌતિક પુસ્તકાલયોમાં પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીમાં અભ્યાસેત્તર વિષયો પર પુસ્તકો પ્રદાન કરવા અને ફરી ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સાક્ષરતાના ક્ષેત્રમાં કાર્યરત એનજીઓ સાથે સહયોગ પણ આ પહેલનો એક ભાગ હશે.
નાણાકીય સમજણ લાવવા માટે, શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાકીય ક્ષેત્રના નિયમનકારો અને સંસ્થાઓને આ પુસ્તકાલયોમાં વયને અનુરૂપ વાંચન સામગ્રી પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
YP/GP
(Release ID: 1895420)
Visitor Counter : 258