પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી 28 જાન્યુઆરીએ કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે

Posted On: 26 JAN 2023 7:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી જાન્યુઆરી, 2023ના રોજ સાંજે લગભગ 5:45 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે.

આ વર્ષે, NCC તેની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ઈવેન્ટ દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી એનસીસીના 75 સફળ વર્ષોની યાદમાં એક ખાસ ડે કવર અને રૂ. 75/- મૂલ્યના સ્મારક વિશેષ મિન્ટેડ સિક્કાનું વિમોચન કરશે. આ રેલી હાઇબ્રિડ ડે અને નાઇટ ઇવેન્ટ તરીકે યોજાશે અને તેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થશે. વસુધૈવ કુટુમ્બકમની સાચી ભારતીય ભાવનામાં, 19 વિદેશોના 196 અધિકારીઓ અને કેડેટ્સને ઉજવણીનો હિસ્સો બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

YP/GP/JD


(Release ID: 1894020) Visitor Counter : 169