ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ એ આઝાદીનાં 75 વર્ષ અને ભારતના લોકોના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓને ઉજવવા અને યાદ કરવા માટેની ભારત સરકારની એક પહેલ છે


કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ભારતની આઝાદીનાં 75 વર્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે 17થી 23 જાન્યુઆરી, 2023 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ આઇકોનિક ઇવેન્ટ્સ સપ્તાહની ઉજવણી કરશે

શ્રી અમિત શાહ 23 જાન્યુઆરી, 2023ના રોજ આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહોના પોર્ટ બ્લેર ખાતે આયોજિત એક ભવ્ય સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 75મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે તેમનાં ભાષણમાં તમામ ભારતીયોને પોતાની વિરાસત અને વારસાનું ગૌરવ લેવાનું આહવાન કર્યું હતું

ભારતનો ઇતિહાસ સમૃદ્ધ અને ભવ્ય છે, જે અભૂતપૂર્વ બહાદુરી, શૌર્ય, બલિદાન, તપસ્યા, યુદ્ધો અને આપણા નાયકોની જીતની ગાથાઓથી ભરેલો છે

ભારતમાતાના આવા જ એક મહાન સપૂત હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનાં યોગદાને ભારતીયોની પેઢીઓને પ્રેરિત કરી છે અને દેશવાસીઓમાં ગૌરવની ભાવના જગાવી છે

આઇકોનિક સપ્તાહ દરમિયાન મણિપુર, નાગાલેન્ડ, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંદામાન અને નિકોબાર ટાપુમાં નેતાજીનાં જીવન અને કાર્ય

Posted On: 16 JAN 2023 6:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ એ આઝાદીનાં 75 વર્ષ અને ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસને ઉજવવા અને યાદ કરવા માટેની ભારત સરકારની એક પહેલ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 75મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે તેમનાં વક્તવ્યમાં તમામ ભારતીયોને તેમના વારસા પર ગર્વ લેવા અપીલ કરી હતી. ભારત સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે, જે અભૂતપૂર્વ બહાદુરી, શૌર્ય, બલિદાન, તપસ્યા, યુદ્ધો અને આપણા નાયકોની જીતની ગાથાઓથી ભરેલો છે. ભારતમાતાના આવા જ એક મહાન સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા, સ્વતંત્રતા સંગ્રામમાં તેમનાં યોગદાને ભારતીયોની પેઢીઓને પ્રેરિત કરી છે અને દેશવાસીઓમાં ગર્વની ભાવના જગાવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરવા માટે 17થી 23 જાન્યુઆરી, 2023 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ આઇકોનિક ઇવેન્ટ્સ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવન અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમનાં યોગદાનની થીમ પર આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 23 જાન્યુઆરી, 2023ના રોજ આંદામાન અને નિકોબાર ટાપુના પોર્ટ બ્લેર ખાતે આયોજિત એક ભવ્ય સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમોનું આયોજન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ, આંદામાન અને નિકોબાર ટાપુઓનાં વહીવટીતંત્ર તથા મણિપુર, નાગાલેન્ડ, ગુજરાત, ઓડિશા અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારો સાથે સહયોગ સાધી નેતાજીનાં જીવન અને કાર્ય સાથે સંબંધિત સ્થળો પર કરવામાં આવશે. મણિપુરમાં 17મી જાન્યુઆરીએ મંત્રીપુખરી, કીથલમાંબી, કાંગવાઈ, મોઈરાંગ અને નામ્બોલ ખાતે, નાગાલેન્ડમાં 18મી જાન્યુઆરીએ રૂઝાઝો અને ચેસેઝુ વિલેજ, કોહિમા ખાતે, ગુજરાતમાં 19 જાન્યુઆરીએ હરિપુરા, બારડોલી અને સુરતમાં, ઓડિશામાં 20 જાન્યુઆરીએ કટક ખાતે અને પશ્ચિમ બંગાળમાં 21 જાન્યુઆરી, 2023ના રોજ કોલકાતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજીનાં અપાર યોગદાનની ઉજવણી કરતી અનેક પ્રવૃત્તિઓ આ સ્થાનો પર સમગ્ર સપ્તાહ દરમિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જનભાગીદારીની ભાવનાથી, તમામ કાર્યક્રમોમાં મોટા પાયે લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમોની રચના કરવામાં આવી છે, જેથી નાગરિકો આપણા રાષ્ટ્રીય નાયકોમાંથી પ્રેરણા લઈ શકે અને તેઓ જે મહાન આદર્શો માટે ઊભા હતા તેને આગળ ધપાવી શકે.

આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના પોર્ટ બ્લેરમાં એક ભવ્ય આયોજન કરવામાં આવશે, જ્યાં નેતાજીએ ભારતને આઝાદી મળી તેના ઘણા સમય પહેલા 31.12.1943ના રોજ ભારતની ભૂમિ પર સૌપ્રથમ વાર ત્રિરંગો લહેરાવ્યો હતો.

ગૃહ મંત્રાલયનું આઇકોનિક ઇવેન્ટ્સ વીક ભારતની આઝાદીની લડતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવન અને યોગદાનનું પ્રતીક છે. તે તેમના ઉચ્ચ આદર્શોનું સ્મરણ છે અને સમગ્ર દેશ માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં જીવનમાંથી પ્રેરણા લેવાની ક્ષણ છે.

YP/GP/JD


(Release ID: 1891684) Visitor Counter : 351