શ્રમ અને રોજગાર મંત્રાલય

બેરોજગારી દર પરના સમાચારોનું ખંડન


ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણો સામાન્ય રીતે ન તો વૈજ્ઞાનિક હોય છે કે ન તો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો પર આધારિત હોય છે

"રોજગાર-બેરોજગારી" પરના સત્તાવાર ડેટા આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) પર આધારિત જાહેર કરવામાં આવે છે

PLFS સૂચવે છે કે રોજગાર બજારે માત્ર કોવિડ-19 રોગચાળાના આંચકામાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરી નથી પરંતુ તે પૂર્વ-રોગચાળાના સ્તર કરતાં પણ ઊંચા સ્તરે છે

Posted On: 04 JAN 2023 4:57PM by PIB Ahmedabad

ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે ડિસેમ્બર, 2022 દરમિયાન ઉચ્ચ બેરોજગારી દર સંબંધિત સમાચાર મીડિયાના કેટલાક વિભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. એ નોંધવું અગત્યનું છે કે ઘણી ખાનગી કંપનીઓ/સંસ્થાઓ તેમની પોતાની પદ્ધતિના આધારે સર્વે કરે છે જે સામાન્ય રીતે ન તો વૈજ્ઞાનિક હોય છે અને ન તો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો પર આધારિત હોય છે. તદુપરાંત, આ કંપનીઓ/સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિ સામાન્ય રીતે તેમની પોતાની સેમ્પલિંગ પ્રક્રિયા અને રોજગાર/બેરોજગારી પરના ડેટાના સંગ્રહ માટે વપરાતી વ્યાખ્યાઓને કારણે બેરોજગારીની ઓવર-રિપોર્ટિંગ અથવા અંડર-રિપોર્ટિંગ રોજગાર પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે. આવા સર્વેક્ષણોના પરિણામોનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.

સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના આધારે આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા "રોજગાર-બેરોજગારી" પર સત્તાવાર ડેટા બહાર પાડવામાં આવે છે. નવીનતમ વાર્ષિક PLFS રિપોર્ટ જુલાઇ, 2020થી જૂન, 2021 સુધીના સર્વેક્ષણ સમયગાળા માટે અખિલ ભારતીય સ્તરે અંદાજો માટે ઉપલબ્ધ છે. ત્રિમાસિક PLFS રિપોર્ટ શહેરી વિસ્તારો માટે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પણ બહાર પાડવામાં આવે છે. ત્રિમાસિક અહેવાલો જુલાઈ - સપ્ટેમ્બર, 2022 સુધી ઉપલબ્ધ છે.

ઉપલબ્ધ PLFS અહેવાલ મુજબ, કામદાર વસ્તી ગુણોત્તર એટલે કે 15 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિ માટે રોજગાર જુલાઈ - સપ્ટેમ્બર, 2022 દરમિયાન 44.5%ના સ્તરે હતો જે 2019માં સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન 43.4% હતો. જુલાઈ- સપ્ટેમ્બર, 2022 દરમિયાન બેરોજગારી દર જુલાઈ-સપ્ટેમ્બર, 2019ના 8.3%ની સરખામણીમાં 7.2% ના સ્તરે હતો. આમ, PLFSના ડેટા સૂચવે છે કે રોજગાર બજાર માત્ર કોવિડ-19 રોગચાળાના આંચકામાંથી સ્વસ્થ થયું નથી પરંતુ તે પૂર્વ રોગચાળાના સ્તર કરતાં ઉચ્ચ સ્તરે પણ છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1888585) Visitor Counter : 190