સહકાર મંત્રાલય

વર્ષાંત સમીક્ષા 2022: સહકારિતા મંત્રાલય


મહત્વપૂર્ણ મુદ્દાઓમાં થયેલી પ્રગતિનો સારાંશ

Posted On: 03 JAN 2023 11:19AM by PIB Ahmedabad
  1. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ભરૂચમાં જિલ્લા ખાતે મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના 'સહકારી શિક્ષણ ભવન'નો શિલાન્યાસ કર્યો. (3 જૂન 2022)
  • આ ભવનનું નિર્માણ કરવાથી લોકોને માત્ર શિક્ષિત કરવામાં આવશે તેવું નથી પરંતુ સહકારી ક્ષેત્રની મૂળભૂત બાબતો, જ્ઞાન અને મહત્વ પણ બહાર આવશે.
  • ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના આ તાલીમ કેન્દ્રનું નિર્માણ થઇ ગયા પછી તે કોમ્પ્યુટર લેબ, સહકારી પુસ્તકાલય અને સર્કલોની કામગીરી માટેનું એક સહિયારું જ્ઞાન કેન્દ્ર બનશે.
  • બેંકનું મજબૂતીકરણ થયું છે, દેશમાં માત્ર 5 ટકા નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) અને 22 ટકા ડિવિડન્ડ ધરાવતી બેંકોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તેમાંથી એક છે. તે ગુજરાતની સૌથી જૂની બેંકોમાંની એક છે. આ બેંકની 49 શાખાઓ અને લગભગ 1205 કરોડ રૂપિયાની મૂડી 115 વર્ષ જૂની આ બેંકના ઇતિહાસની સાક્ષી પૂરે છે.
  • ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે રૂપિયા 3.25 કરોડના ખર્ચે આ આધુનિક તાલીમ ભવનનું નિર્માણ કરવાનું નક્કી કર્યું હતું. આ ભવનના માધ્યમથી ભરૂચ જિલ્લાની તમામ પ્રકારની સહકારી સંસ્થાઓને તાલીમ આપવામાં આવશે.

 

2. મંત્રીમંડળે પ્રાથમિક કૃષિ ક્રેડિટ સંઘ (PACS)ના કોમ્પ્યુટરાઇઝેશનને મંજૂરી આપી. (29 જૂન 2022)

  • એકંદરે રૂપિયા 2516 કરોડના બજેટ ખર્ચ સાથે 63,000 કાર્યાત્મક PACS કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવશે.
  • તેનાથી અંદાજે 13 કરોડ ખેડૂતોને ફાયદો થશે જેમાંથી મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે.
  • તેનાથી પારદર્શિતા, કાર્યક્ષમતા આવશે, વિશ્વસનિયતામાં વધારો થશે અને PACS ને પંચાયત સ્તરે નોડલ ડિલિવરી સર્વિસ પોઇન્ટ બનવામાં મદદ મળશે.
  • તેના મુખ્ય ઘટકોમાં ડેટા સ્ટોરેજ, સાઇબર સુરક્ષા, હાર્ડવેર, હાલના રેકોર્ડનું ડિજિટાઇઝેશન, તેની જાળવણી અને તાલીમ સાથેના ક્લાઉડ આધારિત એકીકૃત સૉફ્ટવેર છે.
  • આ સૉફ્ટવેર સ્થાનિક ભાષામાં ઉપબલ્ધ કરાવવામાં આવશે જેમાં રાજ્યોની જરૂરિયાતો અનુસાર ફેરફાર કરવાની સુગમતા પણ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે પ્રોજેક્ટ વ્યવસ્થાપન એકમો (PMU) ની સ્થાપના કરવામાં આવશે. અંદાજે 200 PACS ના ક્લસ્ટરમાં જિલ્લા સ્તરીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. એવા રાજ્યોના કિસ્સામાં, કે જ્યાં PACS નું કોમ્પ્યુટરાઇઝેશન પૂરું થઇ ગયું છે, જો PACS સામાન્ય સૉફ્ટવેર સાથે સંકલન કરવા/તેને અપનાવવા માટે સંમત થાય, તેમનું હાર્ડવેર જરૂરી વિશિષ્ટતાઓને પૂરી કરતું હોય અને સૉફ્ટવેર 1 ફેબ્રુઆરી, 2017 પછી કાર્યરત કરવામાં આવ્યું હોય તો, તેવા કિસ્સામાં પ્રત્યેક PACS દીઠ રૂપિયા 50,000/-નું વળતર આપવામાં આવશે.
  • દેશની તમામ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી કુલ KCC લોનમાં PACSનો હિસ્સો 41% (3.01 કરોડ ખેડૂતો) છે અને PACS દ્વારા આપવામાં આવતી આ KCC લોનમાંથી 95% (2.95 કરોડ ખેડૂતો) નાના અને સીમાંત ખેડૂતો છે.
  • સમગ્ર દેશમાં તમામ PACS ને કોમ્પ્યુટરાઇઝ કરવા અને તેમને રાષ્ટ્રીય સ્તરે એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવવા માટે અને તેમના રોજિંદા વ્યવસાય માટે એક સામાન્ય એકાઉન્ટિંગ સિસ્ટમ (CAS) રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
  • PACS નું કોમ્પ્યુટરાઇઝેશન કરવાથી નાણાકીય સમાવેશના હેતુને પૂરો પાડી શકાશે અને ખેડૂતોને જેમાં ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો (SMF)ને સેવાની ડિલિવરી મજબૂત કરી શકાશે તે ઉપરાંત, વિવિધ સેવાઓ અને ખાતર, બિયારણ વગેરે જેવા ઇનપુટ્સની જોગવાઇ માટે નોડલ સર્વિસ ડિલિવરી પોઇન્ટ તરીકે પણ તે કામ કરશે.
  • આ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલાઇઝેશનમાં સુધારો કરવામાં મદદ કરશે તે ઉપરાંત, બેંકિંગ પ્રવૃત્તિઓ તેમજ નોન-બેંકિંગ પ્રવૃત્તિઓ માટે આઉટલેટ તરીકે પણ PACS ની પહોંચને સુધારવામાં મદદ મળી રહેશે.
  • ત્યારપછી DCCB વિવિધ સરકારી યોજનાઓ (જ્યાં ધિરાણ અને સબસિડી સામેલ હોય છે) હાથ ધરવા માટેના એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે જેનો અમલ PACS દ્વારા કરી શકાય છે.

 

3. ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટે (CGTMSE) તારીખ 03.02.2022ના રોજ બહાર પાડવામાં આવેલા પોતાના પરિપત્ર નંબર 194/2021-22 દ્વારા બિન-અનુસૂચિત શહેરી સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને ચોક્કસ પાત્રતા માપદંડ સાથે યોજનાની સભ્ય ક્રેડિટ સંસ્થાઓ તરીકે અધિસૂચિત કરી છે. આનાથી સહકારી ક્ષેત્ર સુધી CGTMSE યોજનાની પહોંચમાં વધારો થશે અને સહકારી આધારિત આર્થિક વિકાસ મોડલને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થાઓને પર્યાપ્ત, પરવડે તેવું અને સમયસર ધિરાણ આપવામાં મદદ મળશે.

 

4. 08 જૂન, 2022 ના રોજ, RBIએ સહકારી ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ નીતિ નિર્ણયોની જાહેરાત કરી: -

  • સૌથી પહેલા, શહેરી સહકારી બેંકો (UCB) માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા ટિયર-I UCB માટે રૂ. 30 લાખ હતી તે વધારીને રૂ. 60 લાખ અને ટિયર-II UCB માટે રૂ. 70 લાખ હતી તે વધારીને રૂ. 1.40 કરોડ અને ગ્રામીણ સહકારી બેંકો (RCB) માટે રૂ. 20 લાખ અને રૂ. 30 લાખ હતી તે બમણા કરતાં પણ વધારવામાં આવી છે. આ મર્યાદા વધારીને અનુક્રમે રૂપિયા 50 લાખ અને રૂપિયા 75 લાખ કરવામાં આવી છે.
  • બીજું કે, ગ્રામીણ સહકારી બેંકોને વાણિજ્યિક રિયલ એસ્ટેટ આવાસ હાઉસિંગ ક્ષેત્રમાં લોન આપવાની મંજૂરી આપવામાં આવી છે.
  • ત્રીજું કે, શહેરી સહકારી બેંકોને હવે વાણિજ્યિક બેંકોની જેમ તેમના ગ્રાહકોને ડોર-સ્ટેપ બેંકિંગ સુવિધા પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયો સહકારી બેંકોની લાંબા સમયથી ચાલતી માંગણીઓને પૂરી કરશે અને સહકારી ક્ષેત્રના વિકાસને નવો ઇનપુટ આપશે.

5. સહકારિતા મંત્રાલયની વિવિધ પ્રવૃત્તિઓના અમલીકરણ માટે નાણાકીય વર્ષ 2022-23ના કેન્દ્રીય અંદાજપત્રમાં 900 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે વર્ષ 2021-22ના અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇ કરતાં લગભગ 2.5 ગણી રકમ છે.

નવી પહેલ

6. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સહકારી નીતિ પર રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન આપ્યું. (12 એપ્રિલ 2022)

  • ગામડાઓના વિકાસ માટે આર્થિક મોડલ બનાવવામાં અને ગરીબ લોકોને રોજગારી પ્રદાન કરવામાં સહકારી સંસ્થાઓએ ઘણી મોટી ભૂમિકા ભજવી છે, જેથી આ લોકો સન્માનપૂર્વક જીવન જીવી શકે.
  • વિકસિત રાજ્યોના દરેક ગામમાં PACS, દૂધ સહકારી બજારો, ક્રેડિટ મંડળીઓ અથવા સહકારી બેંકો હોવી જ જોઇએ અને એવો કોઇ વિસ્તાર ન હોવો જોઇએ કે જ્યાં સહકારી મંડળીઓની પહોંચ ન હોય.
  • વિકસિત રાજ્યોને સંતૃપ્તિના સ્તર તરફ લઇ જવા માટે, વિકાસશીલ રાજ્યોનો વિકાસ કરવા માટે અને પછાત રાજ્યોને સીધા જ વિકસિત રાજ્યોની શ્રેણીમાં લઇ જવાની વ્યૂહરચના તૈયાર કરવાની ઇચ્છા છે.
  • દેશનો એક બહુ મોટો હિસ્સો એવો છે જે આર્થિક રીતે પછાત છે, સહકારી એ એક માત્ર એવું મોડેલ છે જે 80 કરોડ લોકોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનું સામર્થ્ય ધરાવે છે.

 

7. સહકાર નીતિ પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ (12-13 એપ્રિલ, 2022)નું સમાપન થયું. (13 એપ્રિલ 2022ના રોજ)

  • આ પરિષદનું માળખું છ મહત્વની થીમમાં તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં માત્ર સહકારી સંસ્થાઓના સંપૂર્ણ જીવન ચક્રને આવરી લેવાની સાથે સાથે તેમના વ્યવસાય અને શાસનના તમામ પાસાઓને પણ સમાવી લેવામાં આવ્યા હતા.
  • આ પરિષદ દરમિયાન નીચે ઉલ્લેખિત વિષયો પર પેનલ ચર્ચાઓ યોજવામાં આવી હતી:

A. વર્તમાન કાનૂની માળખું, નિયમનકારી નીતિની ઓળખ, કામગીરીમાં આવતા અવરોધો અને ઇઝ ઓફ ડુઇંગ બિઝસને તરફ દોરી જાય તેવા પગલાં કે જેનાથી આ અવરોધોને દૂર કરી શકાય અને સહકારી સંસ્થાઓ તેમજ અન્ય આર્થિક સંસ્થાઓને સમાન અવસરનું ક્ષેત્ર પ્રદાન કરવું.

B. સહકારી સિદ્ધાંતો, લોકશાહી સભ્ય નિયંત્રણ, સભ્યોની સહભાગીતામાં વૃદ્ધિ કરવી, પારદર્શિતા, નિયમિત ચૂંટણીઓ, HR નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ આચરણોનો લાભ ઉઠાવવો, એકાઉન્ટ રાખવા અને ઓડિટીંગ સહિત સુશાસનને મજબૂત કરવા માટેના સુધારા કરવા.

C. માળખાકીય સુવિધાઓનું મજબૂતીકરણ કરીને, ઇક્વિટી બેઝને મજબૂત કરીને, મૂડી સુધીની પહોંચ ઉભી કરીને, પ્રવૃત્તિઓનું વૈવિધ્યકરણ કરીને, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને, બ્રાન્ડિંગ, માર્કેટિંગ કરીને, વ્યવસાય માટેની યોજના તૈયાર કરીને, આવિષ્કાર, ટેક્નોલોજી અપનાવીને અને નિકાસને પ્રોત્સાહન આપીને મલ્ટી કોઓપરેટિવ વાઇબ્રન્ટ આર્થિક સંસ્થાઓ કાર્યરત કરવી.

D. તાલીમ, શિક્ષણ, જ્ઞાનનું આદાનપ્રદાન અને જાગૃતિ નિર્માણ કરવું જેમાં સહકારી સંસ્થાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી, ઉદ્યમશીલતા સાથે તાલીમને જોડવી, મહિલાઓ, યુવાનો અને સમાજના નબળા વર્ગનો સમાવેશ કરવો વગેરે પાસા પણ સામેલ છે.

  1. નવી સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું, નિષ્ક્રિય થઇ ગયેલી સંસ્થાઓને પુનર્જીવિત કરવી, સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું, સભ્યપદમાં વધારો કરવો, સમૂહોને ઔપચારિક બનાવવા, દીર્ઘકાલિન વિકાસ માટે સહકારી સંસ્થાઓનો વિકાસ કરવો, પ્રાદેશિક અસંતુલન ઓછું કરવું અને નવા ક્ષેત્રોનું અન્વેષણ કરવું.
  2. સામાજિક સહકારને પ્રોત્સાહન આપવું અને સામાજિક સુરક્ષામાં સહકારી સંસ્થાઓની ભૂમિકા પર ધ્યાન આપવું.

 

8. GeM પ્લેટફોર્મ પર સહકારી મંડળીઓ: પારદર્શક, કાર્યક્ષમ અને આર્થિક પ્રાપ્તિની પ્રણાલીની દિશામાં એક ડગલું. (2 જૂન 2022)

  • કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મ પર સહકારી મંડળીઓની 'ખરીદદારો' તરીકે નોંધણીને મંજૂરી આપવામાં આવી છે.
  • આનાથી સહકારી મંડળીઓ એક જ પ્લેટફોર્મ પર 45 લાખથી વધુ વિક્રેતાઓ સુધી પહોંચવામાં અને પારદર્શક, આર્થિક તેમજ કાર્યક્ષમ પ્રાપ્તિ પ્રણાલીને અનુસરવામાં સક્ષમ બની છે.
  • તેમાં સામેલ 9,702 પ્રોડક્ટ કેટેગરી અને 279 સર્વિસ કેટેગરીમાં લગભગ 54 લાખ પ્રોડક્ટ્સ સૂચિબદ્ધ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2021-22માં અંદાજે રૂપિયા 10,000 કરોડની બચત થઇ હતી.

 

9. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકાર નીતિ દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરની સમિતિની રચનાની જાહેરાત કરી. (6 સપ્ટેમ્બર 2022)

  • ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુની અધ્યક્ષતા હેઠળ રચવામાં આવેલી રાષ્ટ્રીય સ્તરની સમિતિમાં દેશના તમામ ભાગોમાંથી 47 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • આ સમિતિમાં સહકારી ક્ષેત્રના નિષ્ણાતો; રાષ્ટ્રીય/રાજ્ય/જિલ્લા અને પ્રાથમિક સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ; રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના સચિવો (સહકાર) અને રજિસ્ટ્રાર; અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોના અધિકારીઓનો સમાવેશ થાય છે.
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 'સહકાર સે સમૃદ્ધિ'ની દૂરંદેશીને સાકાર કરવાના ઉદ્દેશ સાથે નવી રાષ્ટ્રીય સહકારી નીતિ ઘડવામાં આવી રહી છે.
  • સહકારી સંસ્થાઓનો સર્વાંગી વિકાસ કરવાનું સરળ બનાવવા અને તેમને જરૂરી સમર્થન, પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યો સાથે 2002 માં સહકારી મંડળીઓ પરની વર્તમાન રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવી હતી, જેથી સહકારી સંસ્થાઓ સ્વાયત્ત, આત્મનિર્ભર અને લોકશાહી રીતે સંચાલિત સંસ્થાઓ તરીકે કામ કરે તેવું સુનિશ્ચિત કરી શકાય અને તેમના સભ્યો તેમજ રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે તેઓ જવાબદાર બની શકે.

 

10. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાજ્ય સહકારિતા મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન આપ્યું. (8 સપ્ટેમ્બર 2022)

  • આગામી 2 મહિનામાં સરકાર બીજ સંવર્ધન અને પ્રાકૃતિક ઉત્પાદનોના માર્કેટિંગ અને પ્રમાણીકરણની બહુ-રાજ્ય સહકારી સંઘની રચના કરશે, જેનો સીધો ફાયદો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને થશે.
  • ભારત સરકાર બહુ-રાજ્ય નિકાસ હાઉસની સ્થાપના કરશે જે વૈશ્વિક બજારમાં ખાદીના ઉત્પાદનો, હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોની નિકાસ કરશે.
  • મોટા પાયે ઉત્પાદન કરવાની સાથે સાથે, મોટી સંખ્યામાં લોકો દ્વારા ઉત્પાદન પણ આપણા અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે અને આ સહકારી મોડલ દ્વારા જ આ શક્ય બની શકે છે.
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની સહકારી નીતિનું કેન્દ્રબિંદુ - મફત નોંધણી, કોમ્પ્યુટરાઇઝેશન, લોકશાહી ઢબે ચૂંટણી, સક્રિય સભ્યપદ, શાસન અને નેતૃત્વમાં વ્યાવસાયિકતા, પારદર્શિતા, જવાબદારી અને જવાબદારી છે.

 

11. MSCS બિલ, 2022 રજૂ કરવામાં આવ્યું

બહુ રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, 2022 રજૂ કરવામાં આવ્યું જે બહુ રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, 2002 માં સુધારો કરવા માટે છે જેનો ઇરાદો બહુ રાજ્ય સહકારી મંડળીઓમાં શાસનને મજબૂત કરવા, પારદર્શિતામાં વધારો કરવા, જવાબદારી વધારવા અને ચૂંટણીની પ્રક્રિયામાં સુધારો લાવવા વગેરે ઉદ્દેશો પૂરા કરવાનો છે, જેના માટે આ વિધેયકમાં સત્તાણુમાં બંધારણીય સુધારા અને હાલના પૂરક કાયદાને સમાવવાની જોગવાઇ કરવામાં આવી છે. 12.10.2022ના રોજ યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં બહુ રાજ્ય સહકારી મંડળી (સુધારા), બિલ 2022ને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ 07.12.2022ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બિલને 20.12.2022ના રોજ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.

 

પ્રકીર્ણ

13. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓન બોર્ડિંગનું ઇ-લોન્ચિંગ કર્યું. (9 ઑગસ્ટ 2022)

  • સહકારિતા મંત્રાલય 25 થી 30 પહેલ પર નિરંતર કામ કરી રહ્યું છે.
  • સહકારી મોડલ મર્યાદિત મૂડી ધરાવતા લોકોને એકજૂથ કરવા માટે અને તેઓ મોટા પાયે કામ કરી શકે તે માટે તેમને સમર્થ બનાવે છે.
  • એક નિકાસ ગૃહની નોંધણી કરવામાં આવી રહી છે, જેની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. તે સહકારી સંસ્થાઓ દ્વારા ઉત્પાદનોની નિકાસ માટેનું પ્લેટફોર્મ હશે.
  • GeM દ્વારા જે વિસ્તરણ પ્રાપ્ત કરવામાં આવ્યું છે તે અકલ્પનીય છે, GeM પર લગભગ 62,000 સરકારી ખરીદદારો અને લગભગ 49 લાખ વિક્રેતાઓ ઉપલબ્ધ છે.
  • 10,000 કરતાં વધુ ઉત્પાદનો અને 288 થી વધુ સેવાઓને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રૂ. 2.78 હજાર કરોડના મૂલ્યનો વેપાર થયો છે અને GeM માટે આ એક ઘણી મોટી સિદ્ધિ છે.

 

14. NAFCUBના ઉપક્રમે અનુસૂચિત અને બહુ રાજ્ય USB અને ક્રેડિટ સંઘોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું 23 જૂન, 2022ના રોજ વિજ્ઞાનભવન, નવી દિલ્હી ખાતે પરિષદ યોજવામાં આવી

  • નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાનભવન ખાતે 23 જૂન 2022 ના રોજ NAFCUB અને સહકારિતા મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે અનુસૂચિત અને બહુ રાજ્ય શહેરી સહકારી મંડળી બેંકો અને ક્રેડિટ સંઘોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે, શહેરી સહકારી બેંકોએ સ્પર્ધામાં ટકી રહેવા માટે સપ્રમાણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને આધુનિક બેંકિંગ પદ્ધતિઓ અપનાવવાની જરૂર છે.
  • તેમણે શહેરી સહકારી બેંકોમાં સુધારા પર વિશેષ ભાર મૂક્યો હતો અને તેમને માળખાકીય ફેરફારો કરવા માટે, એકાઉન્ટિંગ પ્રક્રિયાઓને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે અને આ ક્ષેત્રમાં યુવા પ્રતિભાને જોડવા માટે જણાવ્યું હતું.
  • ભારતની આઝાદીની 75મી અને 100મી વર્ષગાંઠની વચ્ચેના 25 વર્ષના સમયગાળા દરમિયાન, કે જેને આદરણીય પ્રધાનમંત્રી દ્વારા અમૃતકાળ તરીકે ઓળખવામાં આવે છે, ભારતે તમામ ક્ષેત્રોમાં સીમાચિહ્નો પ્રાપ્ત કરીને સિદ્ધ કરીને આપણા દેશની અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં ટોચ પર રહે તે સુનિશ્ચિત કરવાના આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ.
  • સહકારી મોડલ પર આધારિત અમૂલ, IFFCO (ઇફ્કો), KRIBHCO (ક્રિભકો), લિજ્જત પાપડ અને 100 વર્ષ જૂની શહેરી સહકારી બેંકોની સફળ સફરને ટાંકીને મંત્રીશ્રીએ કહ્યું હતું કે અર્થવ્યવસ્થાના તમામ સર્વાંગી વિકાસ માટે, સહકારી ક્ષેત્રના વિસ્તરણ સાથે આ મિશનને પ્રાપ્ત કરી શકાય તેમ છે.
  • આદરણીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્માએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રના વિકાસમાં સહકારી સંસ્થાઓનો મોટો અવકાશ જોઇને કેન્દ્ર સરકારે નવા સહકારિતા મંત્રાલયનો સમાવેશ કર્યો છે.
  • આદરણીય પ્રધાનમંત્રીએ આપેલા "સહકાર સે સમૃદ્ધિ"ના વિઝનને વધુ મજબૂત કરવા માટે, "ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ", "ઇઝ ઓફ લિવિંગ" અને "આત્મનિર્ભર ભારત"ની મદદથી સહકારિતા મંત્રાલયે વિવિધ પગલાઓ લેવાનું શરૂ કર્યું છે અને સહકારી સંસ્થાઓના વિકાસ માટેની યોજનાઓ ઘડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
  • NAFCUBના અધ્યક્ષે તેની કામગીરી શરૂ કરવા માટે RBI પાસેથી લાઇસન્સ મેળવવા માટે તેની શેર મૂડી તરીકે રૂ. 300 કરોડના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનને ઇક્વિટીના માધ્યમથી નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકારને અપીલ કરી હતી. આ પરિષદમાં ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોમાં આદરણીય નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કે. કરાડ, સહકારિતા સચિવ શ્રી જ્ઞાનેશ કુમાર- IAS, અધિક સચિવ અને સહકારી મંડળીઓના કેન્દ્રીય રજીસ્ટ્રાર શ્રી વિજય કુમાર- IAS, NCUIના અધ્યક્ષ શ્રી દિલીપભાઇ સંઘાણી અને RBIના નિદેશક શ્રી સતીશ મરાઠે આદરણીય અતિથિ તરીકે હતા.
  • અનુસૂચિત અને MSUCB માટે ત્રણ વ્યવસાયિક સત્રો અને બહુ રાજ્ય ધિરાણ સંઘો માટે બે સમાંતર સત્રો યોજવામાં આવ્યા હતા. વિદાય સત્રમાં 198 શહેરી સહકારી બેંકો કે જેમણે તેમના અસ્તિત્વના 100 વર્ષ પૂરાં કર્યા છે અને હાલમાં સફળતાપૂર્વક ચાલી રહી છે તેમને કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શ્રી ભાગવત કરાડ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

 

15. 100મા આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ પર NCUI દ્વારા સમારંભ યોજાયો (04.07.2022)

  • નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે 4 જુલાઇ 2002 ના રોજ 100મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સહકારિતા મંત્રાલય તેમજ NCUI દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભવિષ્યના વિકાસને સુનિશ્ચિત કરવા માટે સહકારી ક્ષેત્રને ટેકનોલોજી અને વ્યાવસાયીકરણ સાથે આધુનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
  • તેમણે જણાવ્યું હતું કે, લગભગ 63,000 કાર્યકારી PACS ના કોમ્પ્યુટરાઇઝેશનનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને અભિગમમાં બહુલક્ષી અને બહુ-પરિમાણીય બનાવવાનો છે. તેમણે ઓર્ગેનિક (પ્રાકૃતિક) ઉત્પાદનો માટે અધિકૃત 'પ્રાકૃતિક' પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે નોડલ એજન્સી તરીકે અમૂલની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં એવી પણ જાહેરાત કરી કે, દેશમાં સહકારી શિક્ષણને લોકપ્રિય બનાવવા માટે સહકારિતા મંત્રાલય ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરશે; અને ટિપ્પણી કરી હતી કે આત્મનિર્ભર ભારતનો વાસ્તવિક સાર 70 કરોડ ગરીબ ભારતીયોની આત્મનિર્ભરતામાં સમાયેલો છે, જેના માટે સહકારી ક્ષેત્રએ પૂરજોશમાં કામ કરવાની અને વૃદ્ધિને સુનિશ્ચિત કરવાની જરૂર છે.
  • કેન્દ્રીય ડેરી, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ ટીપ્પણી કરી હતી કે, જો તમામ સહકારી સંસ્થાઓ બચત કરવાની આદત અપનાવે, તો તેઓને ક્યારેય ભંડોળ ઉભું કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી (MoS), શ્રી બી.એલ. વર્માએ જણાવ્યું હતું કે સહકારી મંડળીઓ, સંઘો અને સંસ્થાઓ જેવા તમામ હિતધારકો સામૂહિક રીતે 'સર્વ-સમાવેશી' અને 'સર્વ-વ્યાપક' અભિગમ ધરાવતા હોય તેવા અસરકારક સહકારી કાયદાઓ ઘડવા તરફ કામ કરી રહ્યા છે.
  • આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ માટેની મુખ્ય થીમ, "સહકારી મંડળીઓ આત્મનિર્ભર ભારત અને વધુ સારા વિશ્વનું નિર્માણ કરે છે" અંગે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને અનુભવી સહકાર્યક શ્રી સુરેશ પ્રભુએ કરેલી ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, દુનિયાની અર્થવ્યવસ્થાઓએ સહકારિતાને તેમના વિકાસના મોડેલ તરીકે ન સ્વીકારવાની ભૂલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી સ્વ-સહાય સમૂહો માટે જોગવાઇ કરવાની જરૂર છે અને સહકારી મોડેલમાં જવાબદારી, પારદર્શિતા અને વૈશ્વિક બેન્ચમાર્કિંગ સુનિશ્ચિત કરવાની જરૂર છે.
  • NAFED (નાફેડ)ના ચેરમેન, બિજેન્દ્ર સિંહે ટિપ્પણી કરી હતી કે લગભગ 40% PACS નિષ્ક્રિય છે અને સહકારી ક્ષેત્ર એ રોજગાર, ભાવ નિયંત્રણ અને ગ્રામીણ વિકાસ જેવી તમામ સંબંધિત સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપાય છે.
  • NCUIના પ્રમુખ દિલીપ સંઘાણીએ, સરકારના 'સહકાર સે સમૃદ્ધિ' સૂત્ર સાથે સંરેખણમાં NCUI દ્વારા હાથ ધરવામાં આવેલી તાજેતરની પહેલો, જેમ કે NCUI હાટ, ઇન્ક્યુબેશન સેન્ટર, કૌશલ્ય વિકાસ કેન્દ્ર, સલાહકાર પરિષદ અને યુવા સમિતિની સ્થાપના વગેરે પર પ્રકાશ પાડ્યો હતો. NCUIના CE, ડૉ. સુધીર મહાજને જણાવ્યું હતું કે, અંદાજપત્રમાં ₹900 કરોડની જોગવાઇ, સહકારિતા મંત્રાલયની રચના, સહકારિતા કાયદામાં સુધારા, PACSના કોમ્પ્યુટરાઇઝેશન માટે ₹2500 કરોડ મંજૂર કરવા વગેરે જેવી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો ખરેખરમાં ઐતિહાસિક નિર્ણયો છે જે સહકારી ક્ષેત્ર માટે લાંબા ગાળે ગેમ-ચેન્જર સાબિત થશે.
  1. કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકોની રાષ્ટ્રીય પરિષદ (ARDB) 2022
  • રાષ્ટ્રીય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક સંઘ (NAFCARD) દ્વારા 16 જુલાઇ 2022 ના રોજ નવી દિલ્હીમાં NCUI ઓડિટોરિયમ ARDB 2022 ની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આ બેંક સંઘ દ્વારા ગામડા, જિલ્લા અને રાજ્ય સ્તરેઓ એક વર્ષ સુધી ચાલેલા કાર્યક્રમોના સમાપનને અંકિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
  • આ રાષ્ટ્રીય પરિષદમાં દેશભરમાંથી લાંબા ગાળાની સહકારી ગ્રામીણ ધિરાણ માળખુંનું પ્રતિનિધિત્વ કરતા સહકાર્યકર, અગ્રણીઓ અને અધિકારીઓના બનેલા લગભગ 1200 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સમગ્ર દેશમાં ARDB ના 50000 થી વધુ સભ્યો દ્વારા ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ જોવામાં આવ્યું હતું.
  • આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આદરણીય સહકારિતા રાજ્યમંત્રી (MOS) શ્રી બી એલ વર્મા, NCUIના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી, ક્રિભકોના ચેરમેન અને ICA AP ના અધ્યક્ષ ડૉ. ચંદ્રપાલ સિંહ, સહકારિતા મંત્રાલયના સચિવ શ્રી જ્ઞાનેશ કુમાર, MOC અને CRCS ના અધિક સચિવ શ્રી વિજય કુમાર અને વિવિધ રાષ્ટ્રીય સંઘનો અધ્યક્ષ/CEO પણ ઉપસ્થિત રહ્યા હતા.
  • આદરણીય મંત્રી શ્રી અમિત શાહે ઉદ્ઘાટન સત્ર વખતે આપેલા સંબોધનમાં ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવા માટે કૃષિમાં લાંબા ગાળાના ફાઇનાન્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણે પાક ઉત્પાદન માટે ઉપલબ્ધ સમગ્ર જમીન પર પહેલેથી જ ખેતી કરી રહ્યાં હોવાથી, વધી રહેલી વસ્તી માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો પ્રતિ હેક્ટર ઉત્પાદનની દૃષ્ટિએ ઉત્પાદકતામાં વધારો કરવાનો છે.
  • આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સિંચાઇની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. છેલ્લાં 8 વર્ષમાં સરકાર સિંચાઇ હેઠળની ખેતીની જમીનની ટકાવારી 40% થી ઓછામાંથી વધારીને 60% થી વધુ કરી શકી છે. બીજા શબ્દોમાં કહીએ તો આઝાદી પછીના 67 વર્ષમાં 40%ની સામે માત્ર 8 વર્ષમાં બીજી 20% જમીનનો ઉમેરો કવરામાં આવ્યો છે. જો કે અમારું લક્ષ્ય સમગ્ર ખેતીલાયક જમીનને સિંચાઇ હેઠળ લાવવાનું છે અને આના માટે ખેડૂતો દ્વારા પાણી અને ઉર્જા બચત કરતા સૂક્ષ્મ સિંચાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાટે રોકાણ કરવાની જરૂર છે.
  • ગ્રામીણ ધિરાણ પ્રણાલીએ કૃષિમાં મૂડી રોકાણોની સુવિધા માટે ખેડૂતોને લાંબા ગાળાના ભંડોળની સહાયતા વધારવાની પણ જરૂર છે. કૃષિ ધિરાણનું કુલ પ્રમાણ છેલ્લા 20 વર્ષમાં પ્રભાવશાળી દરે એટલે કે 1999-2000માં 46,000 કરોડ રૂપિયા હતું ત્યાંથી વધીને 2020-21માં લગભગ 16 લાખ કરોડ રૂપિયા થયું છે. જો કે, આ વૃદ્ધિ લાંબા ગાળાના ફાઇનાન્સમાં પ્રતિબિંબિત થતી નથી, જે હકીકતમાં આ સમયગાળા દરમિયાન 50% થી વધુ ઘટીને 20% થી ઓછી થઇ ગઇ છે.
  • તેમણે જણાવ્યું હતું કે, NABARD અને NAFCARD દ્વારા લાંબા ગાળાના ફાઇનાન્સના હિસ્સામાં ઘટતા વલણને પાછું લાવવા અને તેને અગાઉની જેમ કુલ કૃષિ ધિરાણના અડધા કરતાં વધુ કરવા માટે યોજનાઓ ઘડવી જોઇએ.

17. નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે 12 ઑગસ્ટ 2022ના રોજ રાષ્ટ્રીય ગ્રામીણ સહકારી બેંકોની પરિષદ યોજાઇ

  • સહકારિતા મંત્રાલય અને રાષ્ટ્રીય રાજ્ય સહકારી બેંક સંઘ (NAFSCOB) દ્વારા 12 ઑગસ્ટ, 2022ના રોજ નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે ગ્રામીણ સહકારી બેંકો માટે એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આ પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમનો શોભાવ્યો હતો અને આદરણીય સહકારિતા અને DoNER રાજ્યમંત્રી શ્રી. બી.એલ. વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. NCUI, ICA-AP, SCB, DCCB, PACS ના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવોએ આ પ્રસંગે હાજરી આપી હતી.
  • આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જો આપણે દેશમાં સહકારી ચળવળનો વિકાસ પણ ઇચ્છીએ છીએ તો સહકારી વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવાની જરૂર છે.
  • લગભગ 8.5 લાખ સહકારી સંસ્થાઓ છે, આમાંથી ધિરાણ અને અન્ય મંડળીઓની સંખ્યા 1.78 લાખ છે. STCCS ના કિસ્સામાં, 2000 થી વધુ શાખાઓ સાથે 34 SCB, લગભગ 14,000 શાખાઓ સાથે 351 DCCB અને લગભગ 95,000 PACS છે. આ તમામ પરિદૃશ્યો આપણને આપણા પૂર્વજો દ્વારા રચવામાં આવેલી ભારતમાં સુસંરચિત કૃષિ ધિરાણ પ્રણાલી સૂચવે છે.
  • PACS, ખરેખરમાં આપણી કૃષિ ધિરાણ પ્રણાલીનો આત્મા છે અને જ્યાં સુધી PACS સારી સ્થિતિમાં કામ કરશે નહીં, ત્યાં સુધી કૃષિ ધિરાણ વિતરણ પ્રણાલી યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. દેશમાં 3 લાખ પંચાયતો છે પરંતુ 2 લાખ પંચાયતોમાં PACS નથી. તેથી, દરેક રાજ્યમાં SCB અને DCCB દ્વારા નવા PACS બનાવવા માટે પંચ વર્ષીય યોજના બનાવવાની જરૂર છે.
  • ભારત સરકારે સહકારિતા મંત્રાલયની રચના કર્યા પછી, PACS ના કોમ્પ્યુટરાઇઝેશનની પ્રથમ યોજના હાથ ધરી છે. PACS ના કોમ્પ્યુટરાઇઝેશનનું કામ પૂરું થઇ ગયા પછી, પ્રુડેન્શિયલ નોર્મ્સ તેમના પર લાગુ કરવામાં આવશે, ઓડિટ સિસ્ટમને પણ એકાઉન્ટિંગ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે અને એલર્ટ સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવશે. ગ્રામીણ સહકારી ધિરાણ પ્રણાલીના 100 પ્રકારના અંત/સમસ્યાઓ માટે કોમ્પ્યુટરાઇઝેશન એ એકમાત્ર ઉપાય/નિવારણ છે.
  • ભારત સરકારે PACSને મજબૂત કરવા માટે તેમના મોડલ પેટા-નિયમો તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. પેટા-નિયમોને અમલમાં મૂક્યા પછી, PACS માત્ર ધિરાણ વિતરણનું કામ નહીં કરે, પરંતુ તેઓ ધિરાણ વિતરણ સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધરી શકશે. PACS ની કાર્યક્ષમતા માટે, વ્યવસાયના નવા ક્ષેત્રો જેમ કે ગેસ વિતરણ, પાણી વિતરણ, PCO, FPO તરીકે કામ કરવું અને 22 અન્ય ક્ષેત્રોને મોડલ પેટા-નિયમોના અમલ પછી હાથ ધરવામાં આવી શકાય તેમ છે.
  • આદરણીય મંત્રીશ્રીએ SCB અને DCCB ના તમામ અધ્યક્ષોને પાયાના સ્તરે PACS ને મજબૂત કરવાના મહત્વને સમજવાની સલાહ પણ આપી હતી. જો પાયાના સ્તરેથી જ PACS ને મજબૂત કરવામાં આવશે, તો જિલ્લા સ્તરે DCCB અને રાજ્ય સ્તરે SCB આપોઆપ મજબૂત થઇ જશે.

18. કૃષિ માર્કેટિંગમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા પર રાષ્ટ્રીય પરિષદ

  • NAFED દ્વારા ભોપાલ ખાતે 22 ઑગસ્ટ, 2022ના રોજ "કૃષિ માર્કેટિંગમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા" વિષય પર રાષ્ટ્રીય કક્ષાની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદરણીય કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર અને મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
  • આ પરિષદમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયો, રાજ્યના કૃષિ વિભાગના વરિષ્ઠ સ્તરના અધિકારીઓ અને મહાનુભાવો, દેશભરમાંથી સહકારી મંડળીઓના MD, FPO, CBBO, નાફેડના સભ્ય મંડળોએ પણ ભાગ લીધો હતો.
  • આ પરિષદ દરમિયાન યોજવામાં આવેલા ટેકનિકલ સત્રોમાં ખેડૂતોની ઉપજોની ખરીદી અને માર્કેટિંગમાં પ્રાથમિક અને રાજ્ય/સર્વોચ્ચ સ્તરના સહકારી માર્કેટિંગ સંઘોની ભૂમિકા અને કાર્યો પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
  • આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગ્રામીણ ભારતમાં સમૃદ્ધિ લાવવા માટે અને આદરણીય પ્રધાનમંત્રીએ આપેલા "સહકાર સે સમૃદ્ધિ"ના વિઝનને સાકાર કરવામાં સહકારી સંસ્થાઓએ ભજવવાની મહત્વની ભૂમિકા પર ખાસ ભાર મૂક્યો હતો.
  • તેમણે માહિતી આપી હતી કે, ભારત સરકાર PACS ને મજબૂત બનાવવા માટે એક મોડલ અધિનિયમ લાવી રહી છે અને ભારત સરકારે સહકારી સંસ્થાઓ માટે પારદર્શક રીતે ખરીદી કરવા માટે GEM પોર્ટલ પણ ખૂલ્લું મૂક્યું છે. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયના નેજા હેઠળ અને નાફેડ (NAFED) દ્વારા તૈયાર કરવામાં આવેલા છ નવા ODOP ઉત્પાદનો પણ લોન્ચ કર્યાં હતાં.
  • આદરણીય મુખ્યમંત્રીએ રાજ્યમાં સહકારી ઝુંબેશને વધુ મજબૂત બનાવવા માટે અને રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના વળતરક્ષમ ભાવો મળે તે સુનિશ્ચિત કરવામાં નાફેડ(NAFED)ની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
  • કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ FPO ઉત્પાદનોના માર્કેટિંગમાં મદદ કરીને ભાવ સહાય યોજના, PM-ASHA યોજના અને PM-FME યોજનાના અમલીકરણમાં ભજવેલી ભૂમિકા માટે NAFEDની પ્રશંસા કરી હતી.
  • નાફેડ (NAFED)ના ચેરમેને ભારત સરકાર દ્વારા વર્ષોથી નિરંતર અને અવિરત રીતે પૂરા પાડવામાં આવતા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નાફેડ તેમની પ્રાપ્તિ (ખરીદી)ની કામગીરી દ્વારા, માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં સહકારી માર્કેટિંગ મંડળીઓને પણ સમર્થન આપી રહ્યું છે કારણ કે રાજ્ય અને પાયાના સ્તરે સભ્ય મંડળો સાથે સંકળાયેલા ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી હાથ ધરવામાં આવે છે.
  • ભારત સરકારે ખેડૂતોની આવકમાં સુધારો કરવા માટે કાર્યક્ષમ બજાર-જોડાણો અને અન્ય સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી છે. MoFPI ની એક જિલ્લો એક ઉત્પાદનયોજના એક એવી યોજના છે જે ખેડૂતોને ઇનપુટ્સની પ્રાપ્તિ, સામાન્ય સેવાઓનો લાભ મેળવવા અને ઉત્પાદનોના માર્કેટિંગના સંદર્ભમાં લાભ આપે છે.
  • MDએ માહિતી આપી હતી કે છેલ્લાં 8 વર્ષમાં NAFED દ્વારા લગભગ 1.15 કરોડ ખેડૂતોને MSPનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે અને તે અંતર્ગત લગભગ 146 લાખ MT કઠોળ અને 61 લાખ MT તેલીબિયાંની ખરીદી કરવામાં આવી અને તેનું સંચાલન કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં વિકેન્દ્રિત ખરીદી યોજના અંતર્ગત NAFED દ્વારા રૂપિયા 2786 કરોડની કિંમતની 15,321 MT ડાંગર અને રૂપિયા 1048 કરોડની કિંમતના 5547 MT ઘઉંની ખરીદી પણ કરવામાં આવી છે જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થયો છે.
  • કૃષિ ક્ષેત્રમાં માર્કેટિંગ સંઘો દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા વિશે જાગૃતિ લાવવામાં અને તેમના કાર્યનો વ્યાપ વધારીને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે આ ક્ષેત્રને વધુ કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય તે બાબતે આ પરિષદનું આયોજન એક મોટી સફળતા સમાન રહ્યું હતું.

 

19. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સુરતમાં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) હજીરાના બાયો-ઇથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને સહકારી પરિષદમાં સંબોધન આપ્યું (14 સપ્ટેમ્બર 2022)

 

  • ક્રિભકો (KRIBHCO)નો બાયો-ઇથેનોલ પ્રોજેક્ટ સહકારી ક્ષેત્ર, પર્યાવરણીય સુધારણા, ખેડૂતોની આવક બમણી કરવા, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કરવા અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે લડવાની દિશામાં એક મોટી છલાંગ સમાન છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બહુપરિમાણીય અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે.
  • આ પ્રોજેક્ટની મદદથી, હજીરા ખાતે 2.5 લાખ લિટરની દૈનિક ક્ષમતા ધરાવતો બાયો-ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જે 8.25 કરોડ લિટર બાયો-ઇંધણનું ઉત્પાદન કરશે અને 2.5 લાખ મેટ્રિક ટન મકાઇ અથવા વૈકલ્પિક ઉપજ માટે સારું બજાર પણ પૂરું પાડશે.
  • ગુજરાતના લગભગ નવ જિલ્લાઓમાં મુખ્ય પાક તરીકે મકાઇનું વાવેતર કરવામાં આવે છે અને આ ઉપરાંત, રાજ્યના દસ જિલ્લાઓમાં મકાઇનું વાવેતર થઇ શકે તેમ છે અને ખેડૂતો આ વાવેતર દ્વારા લાભ મેળવી શકે છે.
  • ક્રિભકો (KRIBHCO)નો બાયો-ઇથેનોલ પ્રોજેક્ટ ઉચ્ચ પ્રોટીનયુક્ત પશુ આહાર, મત્સ્યપાલન અને મરઘાં ઉછેર માટે કાચો માલ પણ પૂરો પાડશે, જેનાથી આ ક્ષેત્રોને પણ ઘણો ફાયદો થશે.
  • ભારતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવેમ્બર, 2022 સુધીના નિર્ધારિત કરવામાં આવેલા સમય પહેલાં જ 10% ઇથેનોલ બ્લેન્ડિંગ (ઇથેનોલના મિશ્રણ)નો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે, જે નિર્ધારિત સમયમર્યાદાના પાંચ મહિના પહેલાં જ પ્રાપ્ત થયો છે અને તેથી 2030 સુધીમાં 20% ઇથેનોલનું સંમિશ્રણ કરવાનું લક્ષ્ય હવે આગળ લાવીને 2025માં પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
  • GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, ભારત સરકાર આકર્ષક વ્યાજ સબસિડી યોજના હેઠળ ઇથેનોલ પ્લાન્ટની સ્થાપના કરનારાઓને 5 વર્ષના સમયગાળા માટે 50% વ્યાજ ચૂકવશે.
  • દેશભરમાં અનેક પ્લાન્ટ ઉભા કરવામં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં ઇથેનોલના ઉત્પાદનથી દેશના પેટ્રોલિયમ ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં પરિવર્તન થવા જઇ રહ્યું છે, જેનાથી લગભગ રૂ. 1,00,000 કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ બચાવી શકાશે.

20. NCDFI દ્વારા સિક્કિમના ગંગટોક ખાતે 07 ઓક્ટોબર, 2022ના રોજ સિક્કિમ દૂધ સંઘના સહયોગથી 'સહકારી ડેરી પરિષદ'નું આયોજન કરવામાં આવ્યું

  • ભારતીય રાષ્ટ્રીય સહકારી દૂધ સંઘ લિમિટેડ (NCDFI) દ્વારા પૂર્વ અને પૂર્વોત્તર પ્રદેશોમાં સહકારી ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા માટે ગંગટોક ખાતે સિક્કિમ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સહયોગથી 'સહકારી ડેરી પરિષદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સમુદાયોને ખૂબ જ મોટો લાભ થાય તેવા ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય મંત્રી શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય સંબોધન આપ્યું હતું. આદરણીય મંત્રીશ્રીએ પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં ડેરી સહકારી માળખાને મજબૂત કરવા માટે NCDFI અને NDDB દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
  • આ કાર્યક્રમમાં સિક્કિમના આદરણીય મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગ અને અન્ય મંત્રીઓ, ITDCના અધ્યક્ષ, આદરણીય શ્રી સંબિત પાત્રાજી; સહકારિતા મંત્રાલયના સચિવ; સિક્કિમ સરકારના મુખ્ય સચિવ; નેશનલ ડેરી વિકાસ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને આસપાસના રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પૂર્વ અને પૂર્વોત્તર પ્રદેશોના ડેરી ફાર્મર અગ્રણીઓ અને સહકારી દૂધ સંઘો તેમજ રાજ્ય ડેરી સંઘના વિવિધ MD પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 1200 જેટલા સહભાગીઓએ હાજરી આપી હતી.
  • સહકારી પરિષદ દરમિયાન મુખ્યત્વે ડેરી સહકારી સંઘોને વધુ મજબૂત કરવા માટેના પગલાં શોધવા માટે ડેરી સહકારી ઇકોસિસ્ટમના વિવિધ હિતધારકોને એકજૂથ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તદનુસાર, આ પરિષદ દેશના પૂર્વોત્તર પ્રદેશમાં ડેરીના વિકાસમાં ડેરી સહકારી સંઘોની ભૂમિકા પર કેન્દ્રિત રહ્યો હતો.
  • આ ઉપરાંત, પરિષદના આયોજનની સાથે સાથે ડેરી સહકારી સંઘો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવવા માટે તેમને સંરક્ષણ મંત્રાલય, ITBP વગેરેને દૂધ અને દૂધના ઉત્પાદનોનો પુરવઠો પહોંચાડવામાં સક્રીય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી, પૂર્વ અને પૂર્વોત્તર પ્રદેશમાં સંસ્થાગત વેચાણ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ડેરી સંઘોને NCDFI પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
  • સંરક્ષણ વિભાગને પુરવઠામાં સિક્કિમ દૂધ સંઘે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, પુરબી ડેરી (પશ્ચિમ આસામ દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ.) દ્વિતીય સ્થાન પર જ્યારે મધર ડેરી કુલકટ્ટાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

21. સહકારી મંડળીઓની નોંધણીની ડીલરશીપ/ડિસ્ટ્રીબ્યુટરશીપના કોન્ટ્રાક્ટના સંદર્ભમાં IT અધિનિયમ, 1961ની કલમ 269ST ની કલમ (C)ની સ્પષ્ટતા.

  • કલમ 269ST જણાવે છે કે સહકારી મંડળીઓના સંબંધમાં બેંક ખાતા દ્વારા એકાઉન્ટ પેયી ચેક અથવા એકાઉન્ટ પેયી બેંક ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમના ઉપયોગ સિવાયના અન્ય માધ્યમ દ્વારા રૂપિયા બે લાખ કે તેથી વધુ રકમની પ્રાપ્તિ (રકમ મેળવવી) પ્રતિબંધિત છે.
  • હવે, એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સહકારી મંડળી દ્વારા પાછલા વર્ષના કોઇપણ દિવસે રોકડમાં પ્રાપ્તિ, જે "2 લાખની નિર્ધારિત મર્યાદા"ની અંદર હોય અને એક વ્યક્તિ પાસેથી મેળવ્યા હોય અથવા એક જ વ્યવહારમા મેળવ્યા હોય તેને અગાઉના વ્રષના તમામ બહુવિધ દિવસો સાથે જોડી શકતા ન હોઇ શકે.
  • સહકારી સંસ્થાઓને આ સ્પષ્ટતાથી ફાયદો થશે કારણ કે બેંક બંધ હોવાના કારણે કોઇપણ નિયત દિવસે/દિવસોએ રોકડ જમા કરવામાં તેમની અસમર્થતાના કારણે દંડ ભરવો પડશે નહીં. સંયુક્ત બહુવિધ દિવસની પ્રાપ્તિ/કલેક્શનની એક દિવસની મર્યાદા રૂપિયા બે લાખથી મર્યાદા તરીકે નિશ્ચિત નહીં રહે પરંતુ પ્રાપ્તિના દિવસોની સંખ્યા અનુસાર રૂપિયા બે લાખના ગુણાંકમાં રહેશે.

 

22. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કર્ણાટકના માંડ્યા ખાતે મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું (30 ડિસેમ્બર 2022)

  • 260 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આજથી ઉદ્ઘાટન કરવામાં આવેલી મેગા ડેરી દરરોજ 10 લાખ લિટર દૂધનું પ્રસંસ્કરણ કરશે અને તેની ક્ષમતા દરરોજ 14 લાખ લિટર સુધી વધારવાની છે, જ્યારે 10 લાખ લિટર દૂધનું પ્રસંસ્કરણ થાય છે, ત્યારે તે લાખો ખેડૂતોની ખુશીઓ સુનિશ્ચિત કરે છે.
  • સરકારે નિર્ણય લીધો છે કે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) અને સહકારિતા મંત્રાલય આગામી ત્રણ વર્ષમાં દેશની દરેક પંચાયતમાં પ્રાથમિક ડેરીની સ્થાપના કરશે અને આ સંદર્ભે સંપૂર્ણ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે.
  • યોજના હેઠળ, ત્રણ વર્ષમાં દેશભરમાં ગ્રામ્ય સ્તરે બે લાખ પ્રાથમિક ડેરીઓની સ્થાપના કરવામાં આવશે અને ભારત સમગ્ર દેશના ખેડૂતોને શ્વેતક્રાંતિ સાથે જોડીને દૂધ ક્ષેત્રે એક મોટા નિકાસકાર દેશ તરીકે ઉભરી આવશે.

 

  1.  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગલુરુ ખાતે સહકારી લાભાર્થી સંમેલનમાં સંબોધન આપ્યું (30 ડિસેમ્બર 2022)
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અલગ સહકારિતા મંત્રાલયની રચના કરીને આ ઝુંબેશને નવી ગતિ અને આવરદા આપ્યા છે.
  • શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યા પછી, અનેક ખેડૂતલક્ષી યોજનાઓ તૈયાર કરી છે અને તેને વેગ આપવાનું કામ કર્યું છે.
  • કર્ણાટકમાં નંદિની બ્રાંડ હેઠળ લગભગ 23 લાખ ખેડૂતો, જેમાં મોટાભાગની મહિલાઓ છે, તેમને દરરોજ રૂ. 28 કરોડ ચૂકવવામાં આવે છે, જેના કારણે તેમના જીવનમાં વધુ સમૃદ્ધ આવી છે.
  • સમગ્ર દુનિયામાં 30 લાખ સહકારી સંસ્થાઓ આવેલી છે જેમાંથી 9 લાખ સહકારી સંસ્થાઓ તો માત્ર ભારતમાં છે, દેશની વસ્તીના લગભગ 91% ગામડાઓ એક યા બીજી રીતે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને PACS દ્વારા દેશના 70% ખેડૂતોને સહકારી ક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવે છે.
  • સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા લાવવા માટે સમગ્ર દેશમાં રૂપિયા 2,500 કરોડના ખર્ચે 63,000 PACSનું કોમ્પ્યુટરાઇઝેશનનું કામ કરવામાં આવી રહ્યું છે.

YP/GP/JD



(Release ID: 1888372) Visitor Counter : 550