કાપડ મંત્રાલય
વર્ષ 2022ના અંતે ટેક્સટાઈલ વિભાગની સમીક્ષા
પીએલઆઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1536 કરોડનું રોકાણ થયું
સ્પેશિયાલિટી ફાઇબર અને ટેકનિકલ ટેક્સટાઈલ માટે નેશનલ ટેકનિકલ ટેક્સટાઈલ મિશન (એનટીટીએમ) હેઠળ રૂ. 232 કરોડનાં મૂલ્યની 74 સંશોધન દરખાસ્તોને મંજૂરી
સંશોધિત ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (એટીયુએફએસ) અને વિશેષ અભિયાનો હેઠળ 3159 કેસોમાં રૂ. 621.41 કરોડની સબસિડી છૂટી કરવામાં આવી
Posted On:
26 DEC 2022 12:21PM by PIB Ahmedabad
પીએમ મિત્રા હેઠળ પ્રસ્તાવો પ્રાપ્ત કરવાથી માંડીને પીએલઆઈ યોજના હેઠળ રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. મંત્રાલયે હેન્ડલૂમ ક્ષેત્રને નાણાકીય સહાય પૂરી પાડી હતી અને ઘણાં હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું.
વર્ષ 2022માં આ મંત્રાલયની કેટલીક મુખ્ય પહેલ અને સિદ્ધિઓ નીચે મુજબ છે:
પીએલઆઇ યોજના
સરકારે દેશમાં ટેક્સટાઈલ ઉદ્યોગને કદ અને વ્યાપ હાંસલ કરવા અને સ્પર્ધાત્મક રહેવા માટે સક્ષમ બનાવવા એમએમએફ એપરલ, એમએમએફ ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલ પ્રોડક્ટ્સનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,683 કરોડના મંજૂર ખર્ચ સાથે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ શરૂ કરી છે. ટેક્સટાઈલ માટે પીએલઆઈ સ્કીમ હેઠળ અરજીઓ વેબ પોર્ટલ મારફતે 01.01.2022થી 28.02.2022 સુધી પ્રાપ્ત થઈ હતી. કુલ ૬૭ અરજીઓ મળી છે. સચિવ (ટેક્સટાઇલ્સ)ની અધ્યક્ષતામાં પસંદગી સમિતિએ આ યોજના હેઠળ 64 અરજદારોની પસંદગી કરી છે. ૫૬ અરજદારોએ નવી કંપનીની રચના માટે ફરજિયાત માપદંડ પૂર્ણ કર્યા છે અને તેમને મંજૂરી પત્રો જારી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1536 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વીએસએફ સંદર્ભમાં ક્વૉલિટી કન્ટ્રોલ ઓર્ડર જારી થઈ રહ્યા છે.
પીએમ મિત્રા
સરકારે વર્ષ 2027-28 સુધીના ગાળા માટે રૂ. 4445 કરોડના ખર્ચ સાથે પ્લગ એન્ડ પ્લે સુવિધા સહિત વૈશ્વિક સ્તરની માળખાગત સુવિધા વિકસાવવા માટે 7 (સાત) પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્રા) પાર્ક સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. યોજનાનાં સંબંધમાં માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે અને દરખાસ્તોને આમંત્રણ આપવા માટે રાજ્ય સરકારો સાથે અનેક ચર્ચાવિચારણા થઈ છે. તેના જવાબમાં 13 રાજ્યોમાંથી 18 દરખાસ્તો મળી છે. રાજ્ય સરકારો અને ઔદ્યોગિક સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ સાથે દરખાસ્તો પર ચર્ચા કરવા માટે 04.05.2022ના રોજ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂચિત પીએમ મિત્રા પાર્ક સાઇટ્સનું મૂલ્યાંકન ગતિ શક્તિ પોર્ટલ દ્વારા સ્થાનીય લાભને સમજવા માટે કરવામાં આવ્યું હતું. હાલ ચેલેન્જ મેટ્રિક્સ દ્વારા સાઇટ્સની પસંદગી માટે વિગતવાર ચકાસણી ચાલી રહી છે.
નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (એનટીટીએમ)
એનટીટીએમ હેઠળ સ્પેશિયાલિટી ફાઇબર અને ટેકનિકલ ટેક્સટાઇલની કૅટેગરીમાં રૂ.232 કરોડનાં મૂલ્યની 74 સંશોધન દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. બજાર વિકાસ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સને પ્રોત્સાહન આપવા માટે 4 મુખ્ય પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામેલ છે. (i) 12/03/22ના રોજ દિલ્હીમાં સીઆઈઆઈ સાથે આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ, (ii) 23/08/2022ના રોજ ઇમ્ફાલ ખાતે આઇસીસી સાથે જિયોટેક અને એગ્રોટેક પર કૉન્ફરન્સ, (iii) 16/11/2022ના રોજ દિલ્હીમાં રક્ષણાત્મક કાપડ પર રાષ્ટ્રીય સંમેલન અને (iv) 25-26 નવેમ્બર, 2022ના રોજ ચેન્નાઈમાં સીઆઈઆઈ અને તમિલનાડુ સરકાર સાથે આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ. ટેકનિકલ ટેક્સટાઈલ સેક્ટરમાં 31 નવા એચએસએન કોડ વિકસાવવામાં આવ્યા છે. એસ.આર.ટી.ઇ.પી.સી.ને ટેકનિકલ ટેક્સટાઈલ માટે એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલની ભૂમિકા સોંપવામાં આવી છે.
સંશોધિત ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (એટીયુએફએસ)
સબસિડીના 2443 કેસોમાં ઉદ્યોગ દ્વારા રૂ.10,218 કરોડનાં રોકાણની પુષ્ટિ કરવામાં આવી હતી. સુધારેલા ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અને બેકલોગ કેસોની પતાવટ માટે મુખ્ય ક્લસ્ટરોમાં આયોજિત વિશેષ અભિયાનો હેઠળ 3159 કેસોમાં કુલ રૂ. 621.41 કરોડની સબસિડી છૂટી કરવામાં આવી હતી.
સમર્થ
કુલ 73919 વ્યક્તિઓ (એસસી: 18194, એસટી: 8877 અને મહિલા: 64352)ને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 38823 વ્યક્તિઓને ટેક્સટાઇલ સેક્ટરમાં ક્ષમતા નિર્માણ માટેની યોજના-સમર્થ હેઠળ પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હતું.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી (એનઆઇએફટી)
શૈક્ષણિક સત્ર 2022-23 માટે દમણ ખાતે નવું કૅમ્પસ કાર્યરત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, ભોપાલ અને શ્રીનગર માટે નવા કૅમ્પસ બિલ્ડિંગ્સ પણ આવી રહ્યાં છે.
સિલ્ક સેક્ટર
કાચાં રેશમનું કુલ ઉત્પાદન ૨૮૧૦૬ મેટ્રિક ટન હતું. 44 જેટલા સંશોધન અને વિકાસ- આર એન્ડ ડી પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા અને 23ને રેશમ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓમાં 9777 વ્યક્તિઓને તાલીમ આપવાની સિદ્ધિ સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા.
જૂટ સેક્ટર
જૂટ-આઈકેર (સુધારેલી ખેતી અને અદ્યતન રિટિંગ કવાયત) યોજના: 1,89,483 હેક્ટર જમીન સાથે 170 શણના ઉછેર બ્લોક્સને આવરી લેવામાં આવ્યા છે, જેમાં શણના 4,20,309 ખેડૂતોને લાભ થયો છે. માર્કેટ ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશન સ્કીમ (એમડીપીએસ)ને કારણે નિકાસની કામગીરીમાં સુધારો થયો છે, કેમ કે નિકાસ કામગીરી વર્તમાન મૂલ્ય રૂ. 3786 કરોડ સાથે ગયાં વર્ષ કરતાં 38 ટકા વધી છે. નિકાસ કરાયેલી જૂટ ડાયવર્સિફાઇડ પ્રોડક્ટ્સનું મૂલ્ય રૂ. 1744 કરોડ છે, જે વધતાં વલણ સાથે ગયાં વર્ષની સરખામણીએ 46 ટકા વધ્યું છે. રૂપિયા 9.80 હજાર કરોડ (અંદાજે)ની કિંમતની કુલ 26.87 લાખ ગાંસડી શણની થેલીઓનો જથ્થો વરદી આપવામાં આવ્યો છે.
કૉટન સેક્ટર
કપાસનું વાવેતર 5 ટકા વધીને 125.02 લાખ હૅક્ટરમાં થયું છે, જે ગયાં વર્ષ દરમિયાન 119.10 લાખ હૅક્ટર હતું. ભારતીય કપાસ માટે કસ્તુરી કૉટન ઇન્ડિયા નામની બ્રાન્ડ શરૂ કરવામાં આવી છે અને કપાસની યાંત્રિક લણણીને પ્રોત્સાહિત કરવા, કપાસની ગુણવત્તામાં સુધારો કરવા અને મજૂરીનો ખર્ચ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. વધુમાં ૭૫૦૦૦ હેન્ડ હેલ્ડ કપાસ પ્લકર મશીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઊન સેક્ટર
લેહના પશુ/ઘેટાં ઉછેર વિભાગને આપવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સને પશ્મિના ઊનની ખરીદી માટે, લેહના વિચરતા લોકોને 400 પોર્ટેબલ ટેન્ટનું વિતરણ કરવા માટે રૂ.2 કરોડના રિવોલ્વિંગ ફંડને મંજૂરી આપવામાં આવી છે, જેથી જીવનની સ્થિતિ સુધરે. વધુમાં ઉત્તરાખંડમાં 50 ઘેટાંનું ઊન કાતરવાનાં મશીનો ખરીદવાના પ્રોજેક્ટ સાથે પશ્મિના બકરાની સલામતી માટે 300 પ્રિડેટર-શિકારી પ્રાણી પ્રૂફ કરાલ્સ-વાડાનું નિર્માણ
હૅન્ડલૂમ સેક્ટર
91 હૅન્ડલૂમ ક્લસ્ટર્સને રૂ.76.60 કરોડની નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવી છે. 1,109 વણકરોને એચએસએસ હેઠળ સુધારેલ લૂમ્સ અને એસેસરીઝ પૂરી પડાઈ હતી. નેશનલ હૅન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામના હૅન્ડલૂમ ક્લસ્ટર્સ હેઠળ 2,107 હૅન્ડલૂમ કામદારોને કૌશલ્ય અપગ્રેડેશન તાલીમ આપવામાં આવી હતી. 141 માર્કેટિંગ ઇવેન્ટ્સ માટે રૂ.18.49 કરોડની સહાય છૂટી કરવામાં આવી છે. તદુપરાંત કોમ્પ્રિહેન્સિવ હૅન્ડલૂમ ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ મેગા હૅન્ડલૂમ ક્લસ્ટર્સને મંજૂર કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂ.10.40 કરોડની સહાય પણ આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ સબસિડી ઘટક હેઠળ 102.05 લાખ કિલો યાર્ન, 73.79 લાખ કિલો યાર્નનો પુરવઠો પ્રાઇસ સબસિડી ઘટક હેઠળ અને રો મટિરિયલ સપ્લાય સ્કીમ (આરએમએસએસ) હેઠળ કુલ 175.84 લાખ કિલો યાર્નનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.
હૅન્ડીક્રાફ્ટ સેક્ટર
કુલ 272 માર્કેટિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ 19330 કારીગરોને મળ્યો હતો. પહચાન કાર્ડ્સ ૩૦ લાખ કારીગરોને જારી કરવામાં આવ્યા હતા અને જાહેર ડોમેન પર અપલોડ કરવામાં આવ્યા હતા. 52 કારીગર ઉત્પાદક કંપનીઓની રચના કરવામાં આવી હતી અને તેને ટેકો આપવામાં આવ્યો હતો. ૪૧૮ તાલીમ કાર્યક્રમ અને ડિઝાઇન વર્કશૉપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨૪૮૦ કારીગરોને લાભ થયો હતો. ૧૩૫૭૯ કારીગરોને આધુનિક ટૂલકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિલ્પ ગુરુ અને વર્ષ 2017, 2018 અને 2019 માટેના રાષ્ટ્રીય પુરસ્કારો 108 કારીગરોને એનાયત કરવામાં આવ્યા હતા.
YP/GP/JD
(Release ID: 1886747)
Visitor Counter : 219