ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને આજે તેમની જન્મજયંતી પર નવી દિલ્હીમાં 'સદૈવ અટલ' સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અટલજીની દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણ આપણને હંમેશા રાષ્ટ્રની સેવા કરવાની પ્રેરણા આપશે

ભારતીય રાજનીતિના શિખર એવા અટલજીનું જીવન દેશને તેના પરમ ગૌરવ તરફ લઈ જવા માટે સમર્પિત હતું

તેમના નેતૃત્વમાં વિકાસ અને સુશાસનના નવા યુગનો પાયો નાખીને, તેમણે વિશ્વને ભારતની ક્ષમતાઓથી વાકેફ કર્યા અને લોકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી.

અટલજીને આજે તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ

Posted On: 25 DEC 2022 1:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને આજે તેમની જન્મજયંતી પર નવી દિલ્હીમાં 'સદૈવ અટલ' સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પોતાના ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું કે અટલજીની દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણ આપણને હંમેશા રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે ભારતીય રાજનીતિના શિખર એવા અટલજીનું જીવન દેશને તેના પરમ ગૌરવ તરફ લઈ જવા માટે સમર્પિત હતું. તેમના નેતૃત્વમાં વિકાસ અને સુશાસનના નવા યુગનો પાયો નાખીને, અટલજીએ વિશ્વને ભારતની ક્ષમતાઓથી વાકેફ કર્યા અને લોકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી. આજે, તેમની જન્મજયંતી પર, હું અટલજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે, 'સદૈવ અટલ' સ્મારક સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1886501) Visitor Counter : 182