પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 8મી નવેમ્બરે ભારતના G20 પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કરશે

લોગો, થીમ અને વેબસાઈટ ભારતનો સંદેશ અને વિશ્વની સર્વોચ્ચ પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે

G20 પ્રેસિડેન્સી ભારતને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વૈશ્વિક કાર્યસૂચિમાં યોગદાન આપવાની તક આપે છે

ભારત તેના G20 પ્રમુખપદ દરમિયાન, સમગ્ર ભારતમાં બહુવિધ સ્થળોએ 32 વિવિધ ક્ષેત્રોમાં લગભગ 200 બેઠકો યોજશે

Posted On: 07 NOV 2022 11:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી 8મી નવેમ્બર 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના G20 પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કરશે.

પ્રધાનમંત્રીના વિઝન દ્વારા સંચાલિત, ભારતની વિદેશ નીતિ વૈશ્વિક મંચ પર નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે વિકસિત થઈ રહી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલામાં, ભારત 1લી ડિસેમ્બર, 2022થી G20 પ્રેસિડન્સી સંભાળશે. G20 પ્રેસિડેન્સી ભારતને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વૈશ્વિક કાર્યસૂચિમાં યોગદાન આપવા માટે એક અનન્ય તક આપે છે. અમારા G20 પ્રેસિડેન્સીનો લોગો, થીમ અને વેબસાઇટ ભારતનો સંદેશ અને વિશ્વની સર્વોચ્ચ પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરશે.

G20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું પ્રમુખ મંચ છે જે વૈશ્વિક GDPના લગભગ 85%, વૈશ્વિક વેપારના 75% અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસતીનું પ્રતિનિધિત્વ કરે છે. તેના G20 પ્રમુખપદ દરમિયાન, ભારત સમગ્ર ભારતમાં બહુવિધ સ્થળોએ 32 વિવિધ ક્ષેત્રોમાં લગભગ 200 બેઠકો યોજશે. આવતા વર્ષે યોજાનારી G20 સમિટ, ભારત દ્વારા આયોજિત થનારી સર્વોચ્ચ પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય મેળાવડાઓમાંની એક હશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874182) Visitor Counter : 249