કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય પીએમ કિસાન સમ્માન સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે

Posted On: 15 OCT 2022 12:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબર 2022ના રોજ નવી દિલ્હીના મેલા ગ્રાઉન્ડ, IARI, પુસા ખાતે બે દિવસીય "પીએમ કિસાન સમ્માન સમ્મેલન"નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યક્ષ લાભ હસ્તાંતર મારફતે પીએમ-કિસાન યોજના અંતર્ગત રૂ.16,000 કરોડના 12મા હપ્તાની ફાળવણી કરશે. પ્રધાનમંત્રી એગ્રી સ્ટાર્ટ-અપ કોન્કલેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. તે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયના 600 પીએમ કિસાન સમૃદ્ધી કેન્દ્રો (PM-KSK)નું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત ખાતર ક્ષેત્રે ભારતના સ્વરૂપે ભારત યુરિયા બેગ્સનો પણ પ્રારંભ કરવામાં આવશે, જે ખેડૂતો માટે એક રાષ્ટ્ર એક ખાતર યોજના છે.

આજ રોજ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે માહિતી આપી હતી કે તેમના મંત્રાલય અને રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવેલા "પીએમ કિસાન સમ્માન સમ્મેલન"ના માધ્યમથી શ્રી નરેન્દ્ર મોદી કરોડો ખેડૂતો, કૃષિ સ્ટાર્ટ-અપ, સંશોધકો, નીતિનિર્માતાઓ, બેન્કર્સ અને અન્ય હિતધારકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ ખેડૂતો અને કૃષિ સ્ટાર્ટ-અપ્સને એક જ મંચ પર ભેગા કરશે. એક કરોડથી પણ વધારે ખેડૂતો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. 732 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), 75 ICAR સંસ્થાઓ, 75 રાજ્ય કૃષિ યુનવર્સિટીઓ, 600 પીએમ કિસાન કેન્દ્રો, 50,000 પ્રાથમિક કૃષિ સહકારી સોસાયટી અને 2 લાખ સમુદાય સેવા કેન્દ્ર પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી અને શ્રીમતિ શોભા કરન્દલાજે પણ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2022-10-15at1.32.55PM5HU9.jpeg

આ કાર્યક્રમની વિગતો નીચે મુજબ છેઃ પીએમ-કિસાન અંતર્ગત લાભાર્થી ખેડૂતોને રૂ. 16,000 કરોડના 12મા હપ્તાની ફાળવણી કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની દેખરેખ હેઠળ ચાલી રહેલી યોજના પીએમ-કિસાન અંતર્ગત ખેડૂતોને રૂ. 16,000 કરોડના 12મા હપ્તાની ફાળવણી કરશે. ભારત સરકારની આગેવાનીમાં ચાલતી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ સમાવેશી અને ઉત્પાદકીય કૃષિ ક્ષેત્ર માટે નીતિગત કાર્યવાહીઓનો પ્રારંભ કરવા અને જાહેર કાર્યક્રમોના અમલીકરણ માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અવિરત કટિબદ્ધતાનું પરિણામ છે. આ યોજના 24.02.2019ના રોજ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાયકાત ધરાવતાં ખેડૂત પરિવારોને દર ચાર મહિને રૂ. 2000/- નો એક એમ પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તાઓમાં રૂ. 6,000/-નો નાણાકીય લાભ પૂરો પાડવામાં આવે છે. આ લાભ અદ્યતન ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરની પદ્ધતિ મારફતે લાયકાત ધરાવતાં લાભાર્થીના બેન્ક ખાતાઓમાં સીધો જ હસ્તાંતર કરવામાં આવે છે. અત્યાર સુધી, લાયકાત ધરાવતા ખેડૂત પરિવારોએ 11 હપ્તાઓ મારફતે પીએમ-કિસાન યોજના અંતર્ગત રૂ. 2 લાખ કરોડથી પણ વધારે રકમનો લાભ પ્રાપ્ત કર્યો છે. તેમાંથી, 1.5 લાખ કરોડ કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન હસ્તાંતર કરવામાં આવ્યાં હતાં. 17.10.2022ના રોજ પ્રધાનમંત્રી દ્વારા ફાળવવામાં આવી રહેલા 12મા હપ્તાની સાથે કુલ રૂ. 2.16 લાખ કરોડથી પણ વધારે રકમ લાભાર્થીઓને હસ્તાંતર કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2022-10-15at1.32.55PM(1)9D96.jpeg

આ નવો ચીલો ચિતરનારી યોજનાના પ્રારંભથી જ યોજનાએ અનેક સિમાસ્તંભો પ્રાપ્ત કર્યા છે અને પોતાના વ્યાપ, પારદર્શિતા અને લાયકાત ધરાવતાં ખેડૂતોના ખાતામાં નાણા સીધા જ મુશ્કેલીરહિત રીતે હસ્તાંતર કરવાના કારણે વ્યાપક પ્રશંસા પ્રાપ્ત કરી છે.

કૃષિ સ્ટાર્ટ-અપ કોન્કલેવ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કૃષિ સ્ટાર્ટ-અપ કોન્કલેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આશરે 300થી વધારે સ્ટાર્ટ-અપ્સ પ્રથમ દિવસે ચોક્કસાઇ ખેતી, કાપણી બાદ અને મૂલ્ય વૃદ્ધી ઉપાયો, આનુષાંગિક કૃષિ, કચરામાંથી સંપતિનું સર્જન, નાના ખેડૂતો માટે યાંત્રીકરણ, પુરવઠા શ્રૃંખલા સંચાલન અને કૃષિ લોજિસ્ટિક સંબંધિત તેમના નવીન ઉપાયો પ્રદર્શિત કરશે. આ સમ્મેલનમાં આશરે 1500 જેટલા સ્ટાર્ટ-અપ્સ ભાગ લેશે. આ મંચ સ્ટાર્ટ-અપ્સને ખેડૂતો, એફપીઓ, કૃષિ-નિષ્ણાતો અને કોર્પોરેટ વગેરે સાથે સંવાદ કરવાની તક પૂરી પાડશે. 18મી ઓક્ટોબરે સ્ટાર્ટ-અપ્સ ટેકનિકલ સત્રોમાં અન્ય હિતધારકો સાથે તેમના અનુભવો શેર કરશે અને તેમની સાથે સંવાદ કરશે. વધુમાં, નીતિનિર્માતાઓ સ્ટાર્ટ-અપ પારિસ્થિતિકતંત્રના પ્રોત્સાહન માટે પ્રવર્તમાન સરકારની યોજનાઓની સાથે સાથે 5 ટ્રિલિયનના અર્થતંત્રમાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા અંગે સમજ પૂરી પાડશે.

દેશમાં કૃષિ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના - કૃષિ અને આનુષાંગિક ક્ષેત્રોના નવનિર્માણ માટે લાભદાયક અભિગમ (આરકેવીવાય - રફ્તાર)નો પ્રારંભ શરૂ કરવામાં આવ્યો છે. તેના માટે પાંચ નોલેજ સંસ્થા જેમ કે IARI, MANAGE, NIAM, AAU અને US ધારવાડ તથા 24 આરએબીઆઇ સાથે ભાગીદારી કરવામાં આવી છે. પ્રી-સીડ તબક્કામાં રહેલા સ્ટાર્ટ-અપને રૂ.5 લાખનું અને સીડ સ્ટેજના સ્ટાર્ટ-અપ માટે રૂ.25 લાખની ભંડોળ સહાયતા પૂરી પાડવામાં આવે છે. આ સિવાય આરકેવીવાય રફ્તાર હેઠળ 2500થી વધારે કૃષિ સ્ટાર્ટ-અપને નાના ખેતરના કદ, ખેત ટેકનોલોજીઓના નિમ્ન ઉપયોગ અને શ્રેષ્ઠ કૃષિ ટેકનોલોજીઓ, વધારે પડતાં ખાતર અને જંતુનાશકોના કાયમી ઉપયોગના કારણે જમીન ફળદ્રુપતામાં ઘટાડા જેવી કૃષિ ક્ષેત્રમાં રહેલી સમસ્યાઓને ઉકેલવા માટે તાલીમ આપવામાં આવે છે.

600 પીએમ કિસાન સમૃદ્ધી કેન્દ્રો (PM-KSK)નો પ્રારંભ

પ્રધાનમંત્રી રસાયણ અને ખાતર મંત્રાલયના 600 પીએમ કિસાન સમૃદ્ધી કેન્દ્રો (PM-KSK)નું ઉદ્ઘાટન કરશે. વર્તમાનમાં ગ્રામ્ય, પેટા-જિલ્લા/પેટા-વિભાગીય/ તાલુકા અને જિલ્લા સ્તરે દેશમાં 2.7 લાખથી પણ વધારે ખાતરની છૂટક દુકાનો આવેલી છે. તે કંપની સંચાલિત અથવા સહકારી અથવા ખાનગી ડીલરોની છૂટક દુકાનો છે. છૂટક ખાતર દુકાનોને તબક્કાવાર રીતે વન સ્ટોપ શોપમાં પરિવર્તિત કરવામાં આવશે જેને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. PM-KSK દેશમાં ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરશે અને કૃષિ-પુરવણી (ખાતર, બિયારણ, ઉપકરણો), જમીનની પરીક્ષણ સુવિધાઓ, ખાતર, ખેડૂતોમાં જાગૃતિ, વિવિધ સરકારી યોજનાઓ સંબંધિત માહિતી પૂરી પાડવી અને તાલુકા/જિલ્લા સ્તરના કેન્દ્રો પર છૂટક વિક્રેતાઓની નિયમિત ક્ષમતા નિર્માણ વગેરે જેવી બાબો સુનિશ્ચિત કરશે. આ પાયલોટ તબક્કામાં, દરેક જિલ્લા સ્તરે ઓછામાં ઓછી એક છૂટક દુકાનને મોડલ દુકાનમાં પરિવર્તિત કરવામાં આવશે. PM-KSK અંતર્ગત 3,30,499 છૂટક ખાતર દુકાનોને પરિવર્તિત કરવાનો પ્રસ્તાવ છે.

ખેડૂતો માટે 'એક રાષ્ટ્ર એક ખાતર' યોજના અંતર્ગત ભારત યુરિયા બેગનો શુભારંભ

પ્રધાનમંત્રી એક રાષ્ટ્ર એક ખાતર (ONOF) નામથી સૌથી મોટી પહેલનો પણ શુભારંભ કરશે. ભારત સરકાર કોઇપણ કંપની દ્વારા કરવામાં આવતાં ઉત્પાદનને ધ્યાનમાં રાખ્યા વગર સમગ્ર ભારતમાં ખાતરની બ્રાન્ડનું નામ "ભારત" હેઠળ તેમની ચીજ-વસ્તુઓને બજારમાં રજૂ કરવી ખાતર કંપનીઓ માટે ફરજિયાત બનાવી રહી છે. તે ભારત યુરિયા, ભારત ડીએપી, ભારત એમઓપી અને ભારત એનપીકે હોઇ શકે છે. તમામ ખાતરો માટે એક જ બ્રાન્ડ 'ભારત' વિકસાવવાથી ઊચ્ચ નૂર સબસિડી તરફ દોરી જતી ખાતરની પરસ્પર વિપરિત હેરાફેરી ઘટાડવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન ભારત યુરિયા બેગનો શુભારંભ કરશે.

સાપ્તાહિક ખાતર આંતરરાષ્ટ્રીય ઇ-મેગેઝિનનો પ્રારંભ

પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક ખાતર ઇ-મેગેઝિન ઇન્ડિયા એજનો શુભારંભ કરશે. તે વર્તમાન ઘટનાક્રમ, કિંમતના ઉતાર-ચઢાવનું વિશ્લેષણ, ખેડૂતોની સફળગાથાઓ સહિત ઉપલબ્ધતા અને વપરાશ સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ખાતર પરિસ્થિતિ અંગે માહિતી પૂરી પાડશે.

 

YP/GP/JD

 


(Release ID: 1868128) Visitor Counter : 389