રેલવે મંત્રાલય
રેલ ઇલેક્ટ્રિફિકેશનને સુપર બૂસ્ટ મળે છે
ભારતીય રેલવેએ કુલ BG નેટવર્કના 81.51%નું વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું
એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં 851 રૂટ કિલોમીટર (RKMs)નું વીજળીકરણ થયું
ઇંધણ ઊર્જા વધુ સારા વપરાશમાં પરિણમે એ માટે ઇલેક્ટ્રિફિકેશન
Posted On:
14 OCT 2022 3:09PM by PIB Ahmedabad
ભારતીય રેલવેએ તેના સંપૂર્ણ બ્રોડગેજ નેટવર્કના ઇલેક્ટ્રિફિકેશનની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે જે માત્ર વધુ સારા ઇંધણ ઊર્જા વપરાશમાં પરિણમશે નહીં, પણ તેના પરિણામે થ્રુપુટમાં વધારો થશે, બળતણ ખર્ચમાં ઘટાડો થશે પરંતુ કિંમતી વિદેશી હૂંડિયામણમાં પણ બચત થશે.
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, સપ્ટેમ્બર 2022 સુધી, ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2021-22ના સમાન સમયગાળા દરમિયાન 562 RKMsની સરખામણીએ 851 રૂટ કિલોમીટર (RKMs) હાંસલ કર્યા છે. તે અગાઉના વર્ષના સમાન સમયગાળાના આંકડા કરતાં 51.4% વધુ છે. આ નાણાકીય વર્ષ દરમિયાન વીજળીકરણ માટે નિર્ધારિત લક્ષ્યાંક 6500 RKM છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22 દરમિયાન ભારતીય રેલવેના ઈતિહાસમાં 6,366 RKMનું વિક્રમી વિદ્યુતીકરણ પ્રાપ્ત થયું હતું. અગાઉ, 2020-21 દરમિયાન સૌથી વધુ વિદ્યુતીકરણ 6,015 RKM હતું.
30.09.2022ના રોજ, IR ના BG નેટવર્કના 65,141 RKM (KRCL સહિત), 53,098 BG RKM નું વીજળીકરણ કરવામાં આવ્યું છે, જે કુલ BG નેટવર્કના 81.51% છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1867754)
Visitor Counter : 178