ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત સમગ્ર વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને ઉપભોક્તા તરીકે તેમજ દુનિયામાં બીજા ક્રમના સૌથી મોટા ખાંડના નિકાસકાર તરીકે ઉભરી આવ્યું


ખાંડની સિઝન 2021-22માં 5000 LMT શેરડીનું વિક્રમી ઉત્પાદન થયું હોવાનું નોંધાયું; સિઝનમાં 35 LMT ખાંડનો ઉપયોગ ઇથેનોલ ઉત્પાદન માટે થયો અને 359 LMT ખાંડનું ઉત્પાદન સુગર મિલો દ્વારા કરવામાં આવ્યું

109.8 LMT ખાંડની સૌથી વધુ નિકાસ થઇ હોવાનું નોંધ્યું

સુગર મિલો/ડિસ્ટિલરીઓને ઇથેનોલના વેચાણથી ₹18,000 કરોડની આવક ઉભી થઇ

મિલરો દ્વારા સિઝનના અંત સુધીમાં શેરડીના તમામ લેણાંના 95% રકમની ચુકવણી કરી દેવામાં આવી; ખાંડની સિઝન 2020-21 માટે, શેરડીના 99.9% થી વધુ લેણાંની ચુકવણી કરી દેવામાં આવી છે

Posted On: 05 OCT 2022 2:21PM by PIB Ahmedabad

ખાંડની સિઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) 2021-22માં, દેશમાં 5000 લાખ મેટ્રિક ટન (LMT) કરતાં વધારે શેરડીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવાનું નોંધાયું છે, જેમાંથી લગભગ 3574 LMT શેરડીનું પિલાણ સુગર મિલો દ્વારા લગભગ 394 LMT ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કરવા માટે થયું હતું. આમાંથી, 35 LMT ખાંડનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદન માટે કરવામાં આવ્યો હતો અને 359 LMT ખાંડનું ઉત્પાદન સુગર મિલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે, ભારત સમગ્ર દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને ઉપભોક્તા તરીકે તેમજ દુનિયામાં બીજા ક્રમના સૌથી મોટા ખાંડના નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે.

ભારતના ખાંડ ક્ષેત્ર માટે આ સિઝન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ છે. આ સિઝન દરમિયાન શેરડીના ઉત્પાદન, ખાંડના ઉત્પાદન, ખાંડની નિકાસ, શેરડીની ખરીદી, શેરડી માટે કરવામાં આવેલી ચુકવણી અને ઇથેનોલના ઉત્પાદનના તમામ વિક્રમો બનતા જોવા મળ્યા છે.

આ સિઝનની અન્ય એક ઝળહળતી નજરમાં આવી જાય તેવી વિશેષતા એ છે કે, 2021-22માં જેને લંબાવવામાં આવી રહી હતી તેવી કોઇપણ પ્રકારની આર્થિક સહાયતા વગર લગભગ 109.8 LMTની સૌથી વધુ નિકાસ છે. સહાયક આંતરરાષ્ટ્રીય કિંમતો અને ભારત સરકારની નીતિએ ભારતીય ખાંડ ઉદ્યોગને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ઘણી મદદ કરી છે. આ નિકાસથી દેશને લગભગ 40,000 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001E9SO.png

 

ખાંડના ઉદ્યોગને મળેલી સફળતાની ગાથા કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ ખેડૂતો, સુગર મિલો, ઇથેનોલ ડિસ્ટિલરીઝ વચ્ચે કરવામાં આવી રહેલા સૂમેળપૂર્ણ અને સહયોગી પ્રયાસો અને દેશમાં અત્યારે વ્યવસાય માટે ઉભી કરવામાં આવેલી એકંદરે ખૂબ જ સહાયક ઇકોસિસ્ટમનું પરિણામ છે. ખાંડ ક્ષેત્રને 2018-19માં નાણાકીય સંકટમાંથી બહાર કાઢીને 2021-22માં આત્મનિર્ભરતાના તબક્કા સુધી લઇ જવા માટે સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી સમયસર રીતે કરવામાં આવતા હસ્તક્ષેપ ખૂબ જ નિર્ણાયક છે.

ખાંડની સિઝન 2021-22 દરમિયાન, સુગર મિલોએ 1.18 લાખ કરોડ કરતાં વધારે મૂલ્યની શેરડીની ખરીદી કરી હતી અને ભારત સરકાર તરફ આપવામાં આવતી કોઇ નાણાકીય સહાય (સબસિડી) વગર જ રૂપિયા 1.12 લાખ કરોડથી વધુની ચુકવણી પણ કરી દીધી હતી. આમ, ખાંડની સિઝનના અંતે શેરડીની લેણાં રકમ ₹6,000 કરોડ કરતાં ઓછી છે જે દર્શાવે છે કે શેરડીની 95% લેણાં રકમની ચુકવણી પહેલાથી જ કરી દેવામાં આવી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ખાંડની સિઝન 2020-21 માટે, શેરડીના 99.9% થી વધુ લેણાં રકમની ચુકવણી કરી દેવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021VD8.png

 

સુગર મિલો દ્વારા ખાંડનો જથ્થો ઇથેનોલના ઉત્પાદન તરફ વાળવામાં આવે અને વધારાની ખાંડની નિકાસ કરવામાં આવે તે માટે પણ સરકાર પ્રોત્સાહન આપી કરી રહી છે જેથી સુગર મિલો સમયસર રીતે ખેડૂતોને શેરડીના લેણાં રકમની ચુકવણી કરી શકે અને મિલોને તેમની કામગીરી ચાલુ રાખવા માટે સારી નાણાકીય સ્થિતિ મળી શકે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033N5E.png

 

છેલ્લા 5 વર્ષ દરમિયાન બાયોફ્યુઅલ ક્ષેત્ર તરીકે ઇથેનોલની વૃદ્ધિના કારણે ખાંડના ક્ષેત્રને પૂરતું સમર્થન મળ્યું છે કારણ કે ઇથેનોલના ઉત્પાદનમાં ખાંડનો ઉપયોગ થતો હોવાથી ઝડપથી બાકી નાણાંની ચુકવણી, ઓછી કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને મિલોમાં સિલક ખાંડ પડી રહેવાનું પ્રમાણ ઓછું થઇ જવાના કારણે ભંડોળ અટકી પડવાની સમસ્યા પણ ઘટી જવાથી સુગર મિલોની આર્થિક સ્થિતિ વધુ સારી બની છે. વર્ષ 2021-22 દરમિયાન, સુગર મિલો/ડિસ્ટિલરીઓએ ઇથેનોલના વેચાણથી આશરે ₹18,000 કરોડની આવક ઉભી કરી છે જેણે ખેડૂતોને શેરડીની બાકી લેણાં રકમની વહેલી ચુકવણી કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. ગોળના રસ/ખાંડ આધારિત ડિસ્ટિલરીઓની ઇથેનોલનું ઉત્પાદન કરવાની ક્ષમતા વાર્ષિક 605 કરોડ લીટર સુધી વધી છે અને ઇથેનોલ પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ (EBP) કાર્યક્રમ હેઠળ 2025 સુધીમાં પેટ્રોલમાં 20% મિશ્રણના લક્ષ્યાંકને પૂરો કરવાની દિશામાં હજુ પણ પ્રગતિ ચાલુ છે. નવી સિઝનમાં, ઇથેનોલના ઉત્પાદન તરફ ખાંડનો જથ્થો 35 LMT થી વધીને 50 LMT જેટલો વાળવામાં આવશે તેવી અપેક્ષા છે જે સુગર મિલો માટે આશરે ₹ 25,000 કરોડની આવક ઊભી કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CJOQ.png

60 LMT ખાંડનું મહત્તમ ક્લોઝિંગ બેલેન્સ નોંધાયું છે જે 2.5 મહિના માટે ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી છે. ઇથેનોલાન ઉત્પાદન તરફ ખાંડનો જથ્થો વાળવાથી અને નિકાસમાં વધારો થવાથી સમગ્ર ખાંડ ઉદ્યોગની મૂલ્ય સાંકળ અનલૉક થઇ રહી છે તેમજ સુગર મિલોની નાણાકીય સ્થિતિમાં સુધારો આવ્યો છે અને આગામી સિઝનમાં વધુ વૈકલ્પિક મિલો ઉપલબ્ધ થશે.

YP/GP/JD


(Release ID: 1865342) Visitor Counter : 609