રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો રજૂ કરે છે
સિનેમા માત્ર એક ઉદ્યોગ જ નથી પરંતુ તે આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની કલાત્મક અભિવ્યક્તિનું માધ્યમ પણ છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ
प्रविष्टि तिथि:
30 SEP 2022 7:45PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં (30 સપ્ટેમ્બર, 2022) વિવિધ કેટેગરીમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો રજૂ કર્યા. તેણીએ શ્રીમતી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ એનાયત કર્યો હતો.
આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેણીએ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જીતવા બદલ સુશ્રી આશા પારેખને પણ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તે પેઢીની અમારી બહેનોએ અનેક અવરોધો છતાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. શ્રીમતી પારેખનું સન્માન એ અદમ્ય સ્ત્રી શક્તિ માટેનું સન્માન પણ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ફિલ્મો બનાવવા ઉપરાંત એક સારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં ફિલ્મ ઉદ્યોગ મુખ્ય ભૂમિકા ભજવે છે. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ હોવાને કારણે ફિલ્મોનો પ્રભાવ કલાના અન્ય માધ્યમો કરતાં વધુ વ્યાપક છે. તેણીએ કહ્યું કે સિનેમા માત્ર એક ઉદ્યોગ જ નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની કલાત્મક અભિવ્યક્તિનું માધ્યમ પણ છે. તે આપણા સમાજને જોડવાનું અને રાષ્ટ્ર નિર્માણનું પણ એક માધ્યમ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવાનો અને બાળકો પર ફિલ્મોનો વધુ પ્રભાવ છે. તેથી, સમાજ અપેક્ષા રાખે છે કે ફિલ્મ ઉદ્યોગ દેશના ભવિષ્યના નિર્માણમાં આ માધ્યમનો અસરકારક રીતે ઉપયોગ કરે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને કાર્ય પરની ફીચર અને નોન-ફીચર ફિલ્મોને દર્શકો દ્વારા આવકારવામાં આવશે. લોકો એવી ફિલ્મોની પણ અપેક્ષા રાખે છે જે સમાજમાં કરુણા અને એકતા વધે, વિકાસની ગતિને વેગ આપે અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને મજબૂત બનાવે. તેણી એ નોંધીને ખુશ હતી કે આજે જે ફિલ્મોને એવોર્ડ મળ્યા છે, તેમાં પ્રકૃતિ અને પર્યાવરણ, સંસ્કૃતિ, સામાજિક મૂલ્યો અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ફિલ્મોનું સમગ્ર વિશ્વમાં સ્વાગત થઈ રહ્યું છે. આ સોફ્ટ-પાવરનો વધુ અસરકારક ઉપયોગ કરવા માટે આપણે આપણી ફિલ્મોની ગુણવત્તા વધારવી પડશે. તેણીએ નોંધ્યું હતું કે એક પ્રદેશમાં બનેલી ફિલ્મો અન્ય પ્રદેશોમાં પણ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. તેણીએ કહ્યું કે આ રીતે સિનેમા તમામ લોકોને એક સાંસ્કૃતિક દોરમાં બાંધે છે. આ ફિલ્મ સમુદાયનું સમાજમાં મોટું યોગદાન છે
.રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -
YP/GP/JD
(रिलीज़ आईडी: 1863920)
आगंतुक पटल : 290