મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ(GW) સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા ‘નેશનલ પ્રોગ્રામ ઓન હાઈ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યુલ્સ’ અંગે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્સ સ્કીમને મંજૂરી આપી

Posted On: 21 SEP 2022 3:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના 'ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સ પર રાષ્ટ્રીય કાર્યક્રમ' પર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ટ્રેન્ચ II)ના અમલીકરણની દરખાસ્તને મંજૂરી આપી છે. ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ (GW) સ્કેલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે રૂ.19,500 કરોડ ખર્ચ-જોગવાઈ રાખવામાં આવી છે.

ઉચ્ચ કાર્યક્ષમતા સૌર પીવી મોડ્યુલ્સ પરના રાષ્ટ્રીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સના ઉત્પાદન માટે ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે અને આ રીતે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આયાત નિર્ભરતા ઘટાડવાનો છે. તે આત્મનિર્ભર ભારત પહેલને મજબૂત કરશે અને રોજગારીનું સર્જન કરશે.

સોલર પીવી ઉત્પાદકોની પસંદગી પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. સ્થાનિક બજારમાંથી ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલના વેચાણ પર સૌર પીવી ઉત્પાદન પ્લાન્ટના કમિશનિંગ પછી 5 વર્ષ માટે PLI નું વિતરણ કરવામાં આવશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે.

યોજનામાંથી અપેક્ષિત પરિણામો/લાભ નીચે મુજબ છે:

  1. એવો અંદાજ છે કે લગભગ 65,000 મેગાવોટ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સંપૂર્ણ અને આંશિક રીતે સંકલિત, સૌર પીવી મોડ્યુલો સ્થાપિત કરવામાં આવશે.
  2. આ યોજના લગભગ રૂ.94,000 કરોડનું સીધું રોકાણ લાવશે.
  3. ઈવીએ, સોલર ગ્લાસ, બેકશીટ વગેરે જેવી સામગ્રીના સંતુલન માટે ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ.
  4. લગભગ 1,95,000 લોકોને પ્રત્યક્ષ રોજગાર અને લગભગ 7,80,000 વ્યક્તિઓને પરોક્ષ રોજગાર.
  5. અંદાજે રૂ.1.37 લાખ કરોડની આયાત અવેજી.
  6. સોલર પીવી મોડ્યુલ્સમાં ઉચ્ચ કાર્યક્ષમતા હાંસલ કરવા સંશોધન અને વિકાસને પ્રોત્સાહન.

 YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1861162) Visitor Counter : 222