યુવા બાબતો અને રમત મંત્રાલય

ગૃહમંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનું ગીત અને માસ્કોટ લોન્ચ કરશે


ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર આ શાનદાર કર્ટેન રેઈઝર ઈવેન્ટમાં હાજરી આપશે

Posted On: 03 SEP 2022 4:43PM by PIB Ahmedabad

36મી નેશનલ ગેમ્સની કર્ટેન રેઇઝર ઇવેન્ટ રવિવારે સાંજે અમદાવાદના EKA એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે અગ્રણી મહાનુભાવોની હાજરીમાં યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર સાથે આ મેગા ઇવેન્ટમાં હાજરી આપશે. આ ભવ્ય સમારંભમાં રાજ્યભરમાંથી 9,000થી વધુ પ્રતિષ્ઠિત મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે.

કર્ટેન રેઈઝર ઈવેન્ટમાં ગેમ્સ એન્થમ અને માસ્કોટના અનાવરણ તેમજ કસ્ટમ-ક્યુરેટેડ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન જોવા મળશે, જે દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝાની શરૂઆત કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "અમને રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આનંદ અને ગર્વ છે." "અમે ભારતના ટોચના એથ્લેટ્સ અને અધિકારીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને આને અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રમતો બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં," તેમણે ઉમેર્યું.

અન્ય મહાનુભાવો કે જેઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે તેમાં ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર શ્રી કિરીટકુમાર જે. પરમાર, ભારતીય ઓલિમ્પિક સંઘના કાર્યકારી પ્રમુખ શ્રી અનિલ ખન્ના, શ્રીમતી સુજાતા ચતુર્વેદી, IAS, સચિવ, રમતગમત કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામેલ છે..

36મી નેશનલ ગેમ્સ, જેની થીમ સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ છે, સાત વર્ષના અંતરાલ પછી યોજાઈ રહી છે અને તે 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી યોજાશે.

રાજ્યના છ શહેરો - અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર - યજમાન બનશે. નવી દિલ્હી ટ્રેક સાયકલિંગ ઈવેન્ટનું પણ આયોજન કરશે.

28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજિત 7,000 એથ્લેટ્સ 36 શાખાઓમાં ભાગ લે તેવી અપેક્ષા છે જેમાં મોટાભાગની પરંપરાગત ઓલિમ્પિક રમતોનો સમાવેશ થાય છે. મલ્લખંભ અને યોગાસન જેવી સ્વદેશી રમતો પણ પ્રથમ વખત નેશનલ ગેમ્સમાં જોવા મળશે.

આ ગેમ્સ છેલ્લે કેરળમાં 2015માં યોજાઈ હતી.

YP/GP/JD



(Release ID: 1856541) Visitor Counter : 241