સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પ્રચંડ જન ભાગીદારી સાથે 'જન અભિયાન' તરીકે 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ'નો અમલ કરવામાં આવી રહ્યો છે
ડૉ. મનસુખ માંડવિયાઃ 211 કરોડથી વધારે રસીના ડોઝ "જન ભાગીદારી" દ્વારા દેશની સામુહિક ઇચ્છાશક્તિ પ્રદર્શિત કરે છે
દૈનિક સરેરાશ કોવિડ રસીકરણ ડોઝની સંખ્યા 28 લાખથી પણ વધી ગઇ
પ્રતિ દિન 22 લાખ સરેરાશ સાવચેતી ડોઝ આપવામાં આવી રહ્યાં છે
સમગ્ર દેશભરમાં 8.8 લાખ વિશેષ રસીકરણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં વિષમ સાવચેતી ડોઝ તરીકે કોર્બેવેક્સનો ઉમેરો કરવામાં આવ્યો
Posted On:
26 AUG 2022 5:41PM by PIB Ahmedabad
211 કરોડથી વધારે કોવિડ રસીકરણ ડોઝ આપવાની સાથે ભારતે રાષ્ટ્રીય દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં એક નોંધપાત્ર સિમાચિહ્ન પાર કર્યુ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ સિદ્ધીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નિર્ણાયક અને પ્રગતિશીલ નેતૃત્વ હેઠળ તેને દેશની સામુહિક ઇચ્છાશક્તિ ગણાવી હતી, જે જન ભાગીદારી દ્વારા પ્રદર્શિત થઇ હતી."
પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, "કોવિડ-19 સામે લડવા માટે રસીકરણ એક અસરકારક સાધન છે. આજના મંત્રીમંડળના નિર્ણયો ભારતના રસીકરણનો વ્યાપ હજુ વધારશે અને વધુ તંદુરસ્ત રાષ્ટ્રનું સર્જન કરશે."/ ટ્વિટર
'કોવિડ રસી અમૃત મહોત્સવ' અભિયાન રાષ્ટ્રીય કોવિડ રસીકરણ ઝૂંબેશના ભાગરૂપે સાવચેતી ડોઝને ઉત્તેજન આપવા માટે 15મી જુલાઇ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 18 વર્ષના અને 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને તમામ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો ખાતે (15મી જુલાઇથી 30મી સપ્ટેમ્બર, 2022 સુધી) વિનામૂલ્યે સાવચેતી ડોઝ પૂરા પાડવામાં આવી રહ્યાં છે.
આજે આ અભિયાન તેના 42માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે અત્યાર સુધી 14.7 કરોડ સાવચેતી ડોઝ આપવામાં આવ્યાં છે. તેમાં વધારાના 9.6 સાવચેતી ડોઝનો પણ સમાવેશ થાય છે જે અભિયાન દરમિયાન આપવામાં આવ્યાં હતાં.
વધુમાં, દૈનિક સરેરાશ આપવામાં આવતાં ડોઝ અભિયાનની સંખ્યા તેની શરૂઆત પહેલા 11.4 લાખ ડોઝ પ્રતિ દિન (15 દિવસનું) હતી જે વધીને હવે પ્રતિ દિન 27.77 લાખ ડોઝની સંખ્યા પર પહોંચી ગયું છે. સરેરાશ દૈનિક સાવચેતી ડોઝ પ્રતિ દિન 22 લાખ ડોઝનો આંક વટાવી ચૂક્યો છે.
વધુ એક નોંધપાત્ર પગલાંના ભાગરૂપે, NTAGIની ભલામણ પર રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં વિષમ સાવચેતી ડોઝ તરીકે કોર્બેવેક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કોવેક્સિન અથવા કોવિશિલ્ડના બીજા ડોઝ પછી લઇ શકાય છે. અભિયાન દરમિયાન તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે રસીની ઉપલબ્ધી સુનિશ્ચિત કરવામાં આવશે. સાવચેતી ડોઝ હવે બીજા ડોઝના 6 મહિના (26 અઠવાડિયાઓ) પછી લઇ શકાય છે.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકારના પ્રયત્નોને પૂરક બનીને પ્રચંડ જનભાગીદારી સાથે 'જન અભિયાન' તરીકે 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ'નું અમલીકરણ કરવાના પ્રયત્નોમાં શિબિર અભિગમ થકી સાથ આપ્યો છે. આ અંતર્ગત, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અત્યાર સુધી 8,86,585થી પણ વધારે વિશેષ રસીકરણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રેલવે સ્ટેશન (4,052), બસ સ્ટેશન (8,776), હવાઇ મથકો (367), સ્કૂલો અને કોલેજો (1,11,700), ધાર્મિક સ્થળોના રસ્તા પર (4,654) અને અન્ય સ્થળોએ (7,57,036) પર શિબિરોનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રા (ઉત્તરાખંડ), અમરનાથ યાત્રા (જમ્મુ અને કાશ્મીર), કાવડ યાત્રા (ઉત્તર ભારતના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો)ના માર્ગો ઉપર વિશેષ રસીકરણ શિભિરોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રચંડ દેશવ્યાપી જાગૃતિ અભિયાનોએ સાવચેતી ડોઝ સંબંધિત સામુહિક જાગૃતિમાં વધારો કર્યો છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા વિશેષ અભિયાનની પ્રગતિ ઉપર ખૂબ બારીકાઇપૂર્વક ધ્યાન રાખી રહ્યાં છે. અભિયાન અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે કેન્દ્રીય આરોગ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે અસંખ્ય બેઠકોનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ભારત સરકાર તરફથી અવિરત સહાયતાની ખાતરી આપવામાં આવી છે જેથી રસીકરણ કામગીરીની પ્રગતિને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવી શકાય. કેન્દ્ર સરકારે વિગતવાર આયોજન અને પ્રક્રિયાઓ ઉપર સતત દેખરેખ રાખીને રસીની અંતિમ તારીખ સમાપ્ત ન થઇ જાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ પણ આપી છે.
SD/GP/JD
*****
(Release ID: 1854735)
Visitor Counter : 248