પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર વિકાસ ઠાકુરને અભિનંદન પાઠવ્યા

Posted On: 02 AUG 2022 10:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઇટલિફ્ટર વિકાસ ઠાકુરને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"CWGમાં વધુ ગૌરવ, આ વખતે વિકાસ ઠાકુરને કારણે, જેમણે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. તેમની સફળતાથી આનંદ થયો. તેમનું રમતગમત પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે. આગામી પ્રયત્નો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

SD/GP/JD


(Release ID: 1847643) Visitor Counter : 144