ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નાગરિકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને તિરંગા કરવા વિનંતી કરી
શ્રી અમિત શાહે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને તિરંગામાં કરી
રાષ્ટ્રધ્વજ પ્રત્યે તેમનો પ્રેમ અને આદર દર્શાવવા સૌને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી તિરંગામાં બદલવા વિનંતી કરી
प्रविष्टि तिथि:
02 AUG 2022 1:25PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નાગરિકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને તિરંગા કરવા વિનંતી કરી છે. ટ્વીટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે પીએમ નરેન્દ્ર મોદીજીના આહ્વાન પર મારા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને તિરંગા કરી દીધી છે."
શ્રી અમિત શાહે કહ્યું, "હું બધાને વિનંતી કરું છું કે રાષ્ટ્રધ્વજ પ્રત્યે તમારો પ્રેમ અને આદર દર્શાવવા માટે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને તિરંગા કરો."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1847339)
आगंतुक पटल : 334