માહિતી અને પ્રસારણ મંત્રાલય
જો ખોટી અવધારણા ઉભી થઇ રહી હોય તો, મીડિયાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી શ્રી ઠાકુરે આકાશવાણી ભવન ખાતે રાષ્ટ્રીય પ્રસારણ દિવસનું ઉદ્ઘાટન કર્યું
જ્યાં આઝાદી પછીની શિક્ષણ પ્રણાલી ટૂંકી પડી છે, ત્યાં AIR અને દૂરદર્શને સ્વતંત્રતાના સંગ્રામના 500થી વધુ વિસરાઇ ગયેલા નાયકોની વાર્તાઓ સંભળાવી છે: શ્રી ઠાકુર
Posted On:
23 JUL 2022 6:26PM by PIB Ahmedabad
“યે આકાશવાણી હૈ”, દરેક ભારતીય જેને ઓળખી જાય તેવા આ સદાકાળ શબ્દોને, આજે જ્યારે આકાશીવાણી ભવન ખાતે આવેલા રંગ ભવન ઓડિટોરિયમમાં શ્રી અનુરાગ ઠાકુરે ઉચ્ચાર્યા ત્યારે સભાગૃહ આ શબ્દોથી ગુંજી ઉઠ્યું હતું અને સાથે તેમણે કહ્યું હતુ કે, “ઔર આજ આપ સૂચના પ્રસારણ મંત્રી કો સુન રહૈ હૈ”. આ પ્રારંભિક શબ્દો આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણીને ચિહ્નિત કરે છે. આજના દિવસે જ ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઇ હતી, જે 1927માં શરૂ થયેલી લાંબી અને ગૌરવપૂર્ણ યાત્રા બનવાનો દિવસ હતો.
આ પ્રસંગે એકત્ર થયેલા પ્રેક્ષકોને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, જ્યારે કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું હતું કે ટેલિવિઝન અને ત્યારબાદ ઇન્ટરનેટના આગમન સાથે રેડિયોના અસ્તિત્વની કટોકટીનો સમય આવશે, ત્યારે રેડિયોએ તેના પ્રેક્ષકોને ઓળખી કાઢ્યા છે અને માત્ર તેની સુસંગતતા જ નહીં પરંતુ તેની વિશ્વસનીયતા પણ જાળવી રાખી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજે જ્યારે લોકો નિષ્પક્ષ સમાચારો સાંભળવા માંગે છે ત્યારે, સ્વાભાવિક રીતે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન સમાચાર શરૂ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના ભૌગોલિક ક્ષેત્રમાંથી 92 ટકા અને કુલ વસ્તીમાંથી 99 ટકા કરતાં વધારે લોકો ઓલ ઇન્ડિયાના કવરેજમાં આવરી લેવામાં આવ્યા છે જે પ્રશંસનીય સિદ્ધિ છે.
એક પ્લેટફોર્મ તરીકે રેડિયોના મહત્વ પર વાત કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, ઘણા પ્રધાનમંત્રીઓ આવ્યા છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોનું જે મૂલ્ય જોયું એવું પહેલાં કોઇએ જોયું નથી, જેથી તેમણે દેશવાસી સમક્ષ પોતાના મન કી બાત કાર્યક્રમને રજૂ કરવા માટે આ પ્લેટફોર્મ પસંદ કર્યું છે, જેથી દેશના લોકો સુધી તેઓ સીધી પોતાના મનની વાત પહોંચાડી શકે.
મંત્રીશ્રીએ મીડિયાને સાવધાનીપૂર્ણ શબ્દોમાં સંભળાવ્યા હતા અને કહ્યું હતું કે, જો ક્યાંક ખાનગી મીડિયા વિશે ‘મીડિયા ટ્રેલ્સ’ના ઉચ્ચારણ સાથે ખોટી અવધારણા ઊભી થઇ રહી હોય, તો આપણે આપણી કામગીરી વિશે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
આઝાદી કા અમૃત મહોત્સવની મૂળ વાત લોકો સમક્ષ રજૂ કરવાનો શ્રેય બે સંસ્થા એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનને આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જ્યાં આઝાદી પછીની શિક્ષણ પ્રણાલીએ સંખ્યાબંધ પ્રાદેશિકસ સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તાઓનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો ત્યારે રેડિયો અને દૂરદર્શને દેશના છેવાડાના વિસ્તારોના સ્વતંત્રતાના સંગ્રામના 500થી વધુ વિસરાઇ ગયેલા નાયકોની વાર્તાઓ એકઠી કરી છે અને સ્વતંત્રતાના સંઘર્ષમાં તેમણે આપેલા યોગદાનની ઉજવણી કરીને તે વાર્તાઓ દેશ સમક્ષ રજૂ કરી છે.
મંત્રીશ્રીએ આ બંને એજન્સીઓ માટે સામગ્રીના મહત્વને રેખાંકિત કર્યું અને જણાવ્યું હતું કે, તે એવી સામગ્રી છે જેણે લોકોને આ ચેનલ તરફ આકર્ષિત કર્યા અને ટાવરના માધ્યમથી લોકો સુધી પહોંચવાની કોઇપણ માત્રા કરતાં સામગ્રીનું મહત્વ અજોડ છે. તેમણે વધુમાં આશા વ્યક્ત કરી કે ડિજિટલ યુગમાં રેડિયો લોકોમાં તેની ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા જઇ રહ્યો છે.
મંત્રીશ્રીએ આ કાર્યક્રમ દરમિયાન દૂરદર્શનની બે નવી ધારાવાહિક – કોર્પોરેટ સરપંચ: બેચી દેશ કી, જય ભારતી, સુરો કા એકલવ્ય અને યે દિલ માંગે મોરના પ્રોમો બહાર પાડ્યા હતા તેમજ સ્ટાર્ટઅપ ચેમ્પિયન્સ 2.0નો પ્રોમો બહાર પાડ્યો હતો.
માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને રાષ્ટ્રીય પ્રસારણ દિવસ નિમિત્તે પ્રેક્ષકોઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ. મુરુગને સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન રેડિયોએ ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તે સમયે કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેનો ઉપયોગ બ્રિટિશ સામ્રાજ્ય સરકાર સામે સંચારના સાધન તરીકે કર્યો હતો. તેમણે દેશના અંતરિયાળ ખૂણાઓને જોડવામાં રેડિયો દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને બિરદાવી હતી અને પ્રસાર ભારતી વિશ્વની સૌથી મોટી જાહેર પ્રસારણકર્તા હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શ્રી મયંક અગ્રવાલે બે માધ્યમો એટલે કે ટેલિવિઝન અને રેડિયોના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ પરની સમાચાર સામગ્રી વિશ્વસનીયતા મામલે ખાનગી મીડિયા કરતાં વધુ સારી રીતે કામ કરે છે અને વિવિધ સર્વેક્ષણો દ્વારા આ તથ્ય સામે આવ્યું છે.
ઓલ ઇન્ડિયા રેડિયોના મહાનિદેશક શ્રી એન વેણુધર રેડ્ડી, પ્રસાર ભારતી, દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1844246)
Visitor Counter : 249