સંરક્ષણ મંત્રાલય
યુવાનો માટે ફરજિયાત લશ્કરી સેવા
Posted On:
22 JUL 2022 1:33PM by PIB Ahmedabad
સશસ્ત્ર દળોમાં યુવાનોની ફરજિયાત સેવા માટે સરકારે કોઈ યોજના ઘડી નથી. અગ્નિપથ યોજનાના અમલીકરણમાં સૈનિક શાળાઓની કોઈ ભૂમિકા નથી. સરકારે NGO/ખાનગી શાળાઓ/રાજ્ય સરકારો સાથે ભાગીદારી મોડમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાને મંજૂરી આપી છે. આ યોજના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓ માટે ઉપલબ્ધ છે, જે અરજદાર શાળાઓ પાત્રતાના માપદંડોને સંતોષે છે અને સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા શાળાઓ અનુગામી NGO/ખાનગી/રાજ્ય સરકાર સાથેના કરાર (MoA) પર હસ્તાક્ષર કરાયા છે.
સશસ્ત્ર દળો દ્વારા ભરતી રેલીઓ દેશના આદિવાસી વિસ્તારો સહિત તમામ જિલ્લાઓને આવરી લેવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવે છે.
આ માહિતી રક્ષા રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટે આજે લોકસભામાં શ્રી અરુણ કુમાર સાગર અને અન્યોને લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/JD
(Release ID: 1843822)