ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના ઘરેથી ત્રિરંગો લહેરાવીને શરૂ કરાયેલા 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.

આપણો રાષ્ટ્રધ્વજ ન માત્ર દરેક ભારતીયને એક કરે છે પરંતુ તેમની રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિની ભાવનાને પણ મજબૂત બનાવે છે

22 જુલાઈ 1947ના રોજ ત્રિરંગાના વર્તમાન સ્વરૂપને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ અભિયાન સાથે દેશભરના લગભગ 20 કરોડ ઘરોમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, જે નાગરિકો, ખાસ કરીને યુવાનોમાં દેશભક્તિની જ્યોતને વધુ પ્રજવલિત કરવાનું કામ કરશે.

હું દરેકને અપીલ કરું છું કે 13 થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનમાં જોડાઓ

આમ કરવાથી, અમે યુવાનોમાં ત્રિરંગા પ્રત્યે આદર અને લગાવ વધારી શકીશું, સાથે જ તેમને આઝાદી માટે લડનારા બહાદુર લોકોના બલિદાન વિશે પણ વાકેફ કરી શકીશું.

Posted On: 22 JUL 2022 12:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના ઘરેથી ત્રિરંગો લહેરાવીને શરૂ કરાયેલા 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.

શ્રી અમિત શાહે ટ્વીટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે “આપણો રાષ્ટ્રીય ધ્વજ દરેક ભારતીયને માત્ર એકજૂટ કરે છે એટલું જ નહીં પરંતુ તેમની રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિની ભાવનાને પણ મજબૂત બનાવે છે. 22 જુલાઈ 1947ના રોજ, રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાના વર્તમાન સ્વરૂપને અપનાવવાની જાહેરાત કરવામાં આવી હતી" કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશ સાથે દેશભરના લગભગ 20 કરોડ ઘરોમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, જે નાગરિકો અને ખાસ કરીને યુવાનોમાં દેશભક્તિની જ્યોતને વધુ પ્રજવલિત કરવાનું કામ કરશે” શ્રી અમિત શાહે કહ્યું કે “હું દરેકને આ ઝુંબેશમાં 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરેથી ત્રિરંગો લહેરાવીને જોડાવા અપીલ કરું છું. આમ કરવાથી, આપણે યુવાનોમાં ત્રિરંગા પ્રત્યે આદર અને લગાવ વધારી શકીશું, સાથે જ તેમને આઝાદી માટે લડનારા બહાદુર લોકોના બલિદાન વિશે જાગૃત કરી શકીશું.https://harghartiranga.com”

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843735) Visitor Counter : 166