પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ લોકોને હર ઘર તિરંગા આંદોલનને મજબૂત કરવા વિનંતી કરી
આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા
આપણા ઈતિહાસમાં 22મી જુલાઈની વિશેષ પ્રાસંગિકતા છે કારણ કે આ દિવસે 1947માં આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતોઃ પીએમ
प्रविष्टि तिथि:
22 JUL 2022 9:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરવા વિનંતી કરી છે. શ્રી મોદીએ આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા. તેમણે આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલા પ્રથમ ત્રિરંગા સહિત ઇતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો પણ શેર કરી છે. તેમણે કહ્યું કે 22મી જુલાઈનું આપણા ઈતિહાસમાં વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે 1947માં આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ વર્ષે, જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે ચાલો હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરીએ. 13 અને 15 ઓગસ્ટની વચ્ચે તમારા ઘરોમાં ત્રિરંગો લહેરાવો અથવા તેને પ્રદર્શિત કરો. આ ચળવળ રાષ્ટ્રધ્વજ સાથે આપણું જોડાણ વધુ ગાઢ બનાવશે."
"આજે, 22મી જુલાઈનો દિવસ આપણા ઈતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. 1947માં આ દિવસે જ આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો. આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલ પ્રથમ ત્રિરંગા સહિત ઈતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો શેર કરી છે. "
" આપણે વસાહતી શાસન સામે લડતા હતા ત્યારે આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારા તમામની અદભૂત હિંમત અને પ્રયત્નોને યાદ કરીએ છીએ. આપણે આજે, તેમના વિઝનને સાકાર કરવા અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1843677)
आगंतुक पटल : 349
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada