પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે જઈ રહેલા ભારતીય દળ સાથેના વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 20 JUL 2022 2:27PM by PIB Ahmedabad

હું તેમની સાથે વાત કરતાં અગાઉ પહેલા તો એક શબ્દ જરૂર કહેવા માગીશ ત્યાર બાદ તેમની સાથે વાત કરીશ.
સાથીઓ,
મારા માટે ખુશીની વાત છે કે આપ સૌને મળવાનો અવસર મળ્યો. આમ તો રૂબરૂમાં મળ્યો હોત તો મને વધારે આનંદ થયો હોત પરંતુ આપમાંથી ઘણા લોકો પોતાની તાલીમ માટે વિદેશોમાં વ્યસ્ત છો. બીજી તરફ હું પણ સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં થોડો વ્યસ્ત છું.
સાથીઓ,
આજે 20મી જુલાઈ છે. રમતોની દુનિયા માટે આ અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આપ લોકોમાંથી કેટલાકને ચોક્કસ ખબર હશે કે આજે ઇન્ટરનેશનલ ચેસ દિવસ છે. એ પણ અત્યંત રસપ્રદ છે 28મી જુલાઈએ જે દિવસે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થશે એ દિવસે તામિલનાડુના મબાબલિપુરમમાં ચેસ ઓલિમ્પિયાડનો પ્રારંભ થશે એટલે કે આવનારા દસથી 15 દિવસ ભારતના  ખેલાડીઓ પાસે પોતાનો જોમ-જુસ્સો દર્શાવવાનો, દુનિયા પર છવાઈ જવાનો એક ખૂબ મોટો અવસર છે. હું દેશના પ્રત્યેક ખેલાડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ,
આપમાંથી ઘણા એથ્લેટ અગાઉ પણ રમતગમતની મોટી મોટી સ્પર્ધાઓમાં દેશને ગૌરવની ક્ષણ આપી ચૂક્યા છે. આ વખતે પણ આપ સૌ ખેલાડી પોતાના કોચની સાથે ઉત્સાહ અને જોશથી ભરપુર છો. જેમની પાસે અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં રમવાનો અનુભવ છે તેમના માટે પોતાની જાતને બીજી વાર પુરવાર કરવાની તક છે. જે 65 કરતાં વધારે એથ્લેટ પહેલી વાર આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે મને ભરોસો છે કે તેઓ પણ પોતાની જોરદાર છાપ છોડી દેશે. તમારે લોકોએ શું કરવાનું છે, કેવી રીતે રમવાનું છે તેના તમે એક્સપર્ટ છો. હું માત્ર એટલું જ કહીશ કે મન લગાવીને રમજો, મજબૂતીથી રમજો, સંપૂર્ણ તાકાત રેડી દેજો અને કોઈ પણ પ્રકારના તનાવ વિના રમજો. અને આપ સૌએ એક જૂનો ડાયલોગ સાંભળ્યો હશે. કોઇ નહીં ટક્કરમાં, કહાં પડે વો ચક્કર મેં, બસ આ જ અભિગમ લઈને તમારે જવાનું છે, રમવાનું છે, બાકી હવે હું મારા તરફથી વધારે જ્ઞાન પીરસવા માગતો નથી. આવો વાતચીત કરવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ કોની સાથે વાત કરવાની છે મારે
?

પ્રસ્તુતકર્તા : અવિનાશ સાબલે મહારાષ્ટ્રમાંથી આવે છે, એથ્લેટિક્સના ખેલાડી છે.
પ્રધાનમંત્રી
: અવિનાશ નમસ્કાર.
અવિનાશ સાબલે
: જય હિન્દ સર, હું અવિનાશ સાબલે. હું કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સમાં 3000 મીટર ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રી
: અવિનાશ મને કહેવામાં આવ્યું છે કે તમે લશ્કરમાં છો અને આપ તો સિયાચીનમાં પણ પોસ્ટિંગ કરી ચૂક્યા છો. મહારાષ્ટ્રથી આવવું અને હિમાલયમાં ફરજ બજાવવી. પહેલા તો મને આ અંગે તમારા અનુભવ જણાવો.
અવિનાશ સાબલે
:  જી સર, હું મહારાષ્ટ્રના વીર જિલ્લાનો છું. અને હું 2012માં ભારતીય લશ્કરમા જોડાયો હતો. અને ત્યાર બાદ મેં લશ્કરમાં જે ડ્યુટી હોય છે, ચાર વર્ષ મેં નિયમિત સામાન્ય ફરજ બજાવી અને તેમાં મને ઘણું બધું શીખવા મળ્યું. જે ચાર વર્ષ સામાન્ય ડ્યુટી કરી તેમાં જે નવ મહિનાની અત્યંત મજબૂત ડ્યુટી હોય છે તે આકરી હોય છે. તો એ તાલીમે મને મજબૂત બનાવી દીધો અને એ તાલીમ બાદ કોઈ પણ ફિલ્ડમાં હવે જઇશ તો મને લાગે છે કે ખૂબ સારો દેખાવ કરીશ. અને એ તાલીમના ચાર વર્ષ બાદ લશ્કરમાંથી મને એથ્લેટિક્સમાં જવાની તક મળી તો હું ખૂબ આભારી રહ્યો અને હું જે આર્મીની શિસ્તમાં છે અને જ્યાં હું એટલા કપરા સ્થાન પર રહ્યો જેને કારણે મને ઘણો ફાયદો થયો છે.
પ્રધાનમંત્રી
: અચ્છા અવિનાશ, મેં સાંભળ્યું છે કે લશ્કરમાં જોડાયા બાદ જ તમે સ્ટિપલચેઝની પસંદગી કરી છે. સિયાચીન અને સ્ટિપલચેઝને કોઈ સંબંધ ખરો ?
અવિનાશ સાબલે : હા જી સર, જે અમને તાલીમમાં એટલે કે ત્યાં પણ એવી ટ્રેનિંગ હોય છે જેવી આ સ્ટિપલચેઝ જેવી ઇવેન્ટ પણ એક અવરોધની ગેમ છે, જેવી રીતે તેમાં આપણે હડલ્સને અને તેની ઉપર જમ્પ કરવાનો હોય છે ત્યાર બાદ વોટરજમ્પ પરથી જમ્પ કરવાનો હોય છે. આ જ રીતે આર્મીની જે ટ્રેનિંગ હોય છે તેમાં પણ ઘણા બધા અવરોધોની વચ્ચેથી જવાનું હોય છે. જેમ કે ક્રોલિંગ કરવાનું હોય છે અથવા તો પછી નવ ફિટ ઉંડો ખાડો હોય છે તેની ઉપરથી જમ્પ કરવાનો હોય છે ટૂંકમાં આવા ઘણા બધા અવરોધો હોય છે જે ટ્રેનિંગમાં આવે છે અને અહીં તો મને ઘણું આસાન લાગે છે. મને આર્મીની તાલીમ બાદ આ પ્રકારની સ્ટિપલચેઝની ઇવેન્ટ તો વધારે આસાન લાગે છે.
પ્રધાનમંત્રી
: અચ્છા અવિનાશ મને એ કહો કે અગાઉ તમારું વજન ઘણું વધારે હતું અને ઘણા ઓછા સમયમાં આપે આપનું વજન ઘડાટ્યું અને આજે પણ હું જોઈ રહ્યો છું. ઘણા દૂબળા પાતળા લાગી રહ્યા છો. મેં જોયું હતું કે આપણા એક સાથી નીરજ ચોપરાએ પણ ઘણા ઓછા સમયમાં પોતાનું વજન ઘટાડ્યું હતું તો હું માનું છું કે આપ પોતાનો અનુભવ કહો કે તમે આમ કેવી રીતે કર્યું જેથી કદચ રમતગમતની જગ્યા અન્ય લોકોને પણ કામ આવે.
અવિનાશ સાબલે
: સર આર્મીમાં હું એક સૈનિકની માફક ડ્યુટી કરતો હતો તો મારું વજન ઘણું વધારે હતું. તો મેં વિચાર્યું કે સ્પોર્ટ્સમાં જવું જોઈએ તો મારી સાથે મારા યુનિટે અને લશ્કરે પણ મને ઘણો પ્રોત્સાહિત કર્યો કે સ્પોર્ટ્સમાં જવું જોઇએ. તો મે વિચાર્યું કે રનિંગ કરવા માટે તો મારું વજન ઘણું વધારે કમ સે કમ 74 કિલોગ્રામ હતું. તો મારા માટે આ કેવી રીતે શક્ય બનશે ? પરંતુ તેઓએ મને ખૂબ સપોર્ટ કર્યો અને આર્મીમાં ટ્રેનિંગ માટે મને એક અલગથી એક્સ્ટ્રા ટાઇમ મળતો હતો. તો આ વજન ઘટાડવા માટે મને ત્રણથી ચાર મહિનાનો સમય લાગ્યો.
પ્રધાનમંત્રી
: કેટલું વજન ઘટાડ્યું ?
અવિનાશ સાબલે : સર અત્યારે 53 કિલોગ્રામ વજન રહે છે. સર મારું વજન 53 કિલો એટલે કે 74થી 20 કિલો ઘટાડ્યું.
પ્રધાનમંત્રી
: ઓહ, ઘણું ઘટાડ્યું. અચ્છા અવિનાશ મને રમતની સૌથી સારી વાત અને એ મારા મનને સ્પર્શે છે તેની પાછળ કે હાર-જીતનો વધારે બોજો હોતો નથી. દર વખતે સ્પર્ધા નવી હોય છે, ફ્રેશ હોય છે અને તમે કહ્યું કે તમે સંપૂર્ણ રીતે સજ્જ છો. તમામ દેશવાસીઓની શુભેચ્છા તમારી સાથે છે. તમે જોર લગાવીને રમજો. આવો હવે કોની સાથે વાત કરીએ છીએ.
પ્રસ્તુતકર્તા
:  સર અચિન્તા શેઉલી પશ્ચિમ બંગાળથી છે અને તે વેઇટ લિફ્ટિંગ કરે છે
પ્રધાનમંત્રી
: અચિન્તાજી નમસ્તે.
અચિન્તા શેઉલી
: નમસ્તે સર, હું વેસ્ટ બંગાળથી આવું છું, હું અત્યારે 12મા ધોરણમાં છું. સર
પ્રધાનમંત્રી
: તમારા વિષયમાં થોડી માહિતી આપો જરા.
અચિન્તા શેઉલી
: 73 કિલોગ્રામ કેટેગરીમા રમું છું સર.
પ્રધાનમંત્રી
: અચ્છા અચિન્તા લોકો કહે છે કે તમે ખૂબ શાંત સ્વભાવ ધરાવો છો. જેને એકદમ કૂલ કહે છે. જ્યારે તમારી રમતમાં તો જોર લાગે છે, શક્તિની રમત છે. તો આ શક્તિ અને શાંતિ આ બંનેનેનો કેવી રીતે મેળ બેસાડ્યો છે.
અચિન્તા શેઉલી
: સર હું યોગ કરું છું તેનાથી દિમાગ શાંત થઈ જાય છે અને ટ્રેનિંગના સમયે તેને બહાર લાવી દે છે. જોશ સાથે સર એકદમ.
પ્રધાનમંત્રી : અચ્છા અચિન્તા નિયમિત યોગ કરો છો ?
અચિન્તા શેઉલી : હા જી સર ક્યારેક ક્યારેક ચૂકી જવાય છે  પરંતુ નિયમિત કરું છું સર.
પ્રધાનમંત્રી 
: અચ્છા અચ્છા આપના પરિવારમાં કોણ કોણ છે ?
અચિન્તા શેઉલી : મમ્મી છે અને મારો મોટો ભાઈ છે સર.
પ્રધાનમંત્રી
: અને પરિવારમાંથી પણ મદદ મળે છે ?
અચિન્તા શેઉલી : હા સર પરિવારમાં મારા ફેમિલીનો પૂરો સપોર્ટ રહે છે. જે કરો સારી રીતે કરો, દરરોજ વાત થાય છે હંમેશાં સપોર્ટ રહ્યો છે સર.
પ્રધાનમંત્રી
: જૂઓ માતાને ચિંતા રહેતી હશે કે ક્યાંક ઇજા થાય નહીં કેમ કે વેઇટ લિફ્ટિંગમાં હંમેશાં ઇજાની ચિંતા રહેતી હોય છે. તો...
અચિન્તા શેઉલી
: જી સર હું જ્યારે માતા સાથે વાત કરું છું તો તેઓ કહે છે સારી રીતે રમો.
પ્રધાનમંત્રી
: જૂઓ હું ઇચ્છું છું કે તમારી ખૂબ પ્રગતિ થાય, ઘણા લાભ મળે આપને અને આપ ખૂબ પ્રગતિ કરો. અચ્છા તમે ઇજાથી તમારી જાતને કેવી રીતે બચાવી ? તેની કોઈ ખાસ તાલીમ હોય છે શું ?
અચિન્તા શેઉલી : ના સર ઇજા તો આવતી રહેતી હોય છે પરંતુ તેના માટે સર આપણે તેની ઉપર થોડું ધ્યાન આપીએ છીએ કે મેં શું ભૂલ કરી કે જેથી ઇજા આવી. મેં તે ભૂલ સુધારી અને પછી તો ઇજા પણ ચાલી ગઈ ફરીથી ના આવી સર.
પ્રધાનમંત્રી : અચ્છા અચિન્તા મને કહેવામાં આવ્યું છે કે આપ ફિલ્મ જોવાના શોખીન છો, ફિલ્મો જોયા કરો છો તો તાલીમ વખતે તો તમને ફિલ્મ જોવા નહીં મળતી હોય.
અચિન્તા શેઉલી
: હા સર, ટાઇમ તો નથી મળતો પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે જોઇ લઉં છું.
પ્રધાનમંત્રી
: તેનો અર્થ ત્યાંથી મેડલ લઈને આવશો ત્યાર બાદ આ જ કામ કરશો ફિલ્મ નિહાળવાનું ?
અચિન્તા શેઉલી : ના ના સર.
પ્રધાનમંત્રી : ચાલો મારા તરફથી આપને શુભેચ્છાઓ અને હું આપના પરિવારની પણ એટલી જ પ્રશંસા કરવા માગીશ. ખાસ કરીને આપની માતાજી તથા આપના ભાઈને પ્રણામ કરું છું કે જેમણે આપની તૈયારીમાં કોઈ કચાસ બાકી રાખી નથી. મારું માનવું છે કે જ્યારે કોઈ ખેલાડી બને છે તો ખેલાડીની સાથે સાથે સમગ્ર પરિવારે તપસ્યા કરવી પડે છે. આપ કોમનનેલ્થ ગેમ્સમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો આપની માતાજીની સાથે સાથે સમગ્ર દેશના આશીર્વાદ તમારી સાથે છે. અચિન્તા ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને.
અચિન્તા શેઉલી
: ધન્યવાદ સર, ધન્યવાદ સર.
પ્રસ્તુતકર્તા
: સર હવે ટ્રિસા જોલી જે કેરળથી આવે છે અને બેડમિન્ટન રમે છે.
ટ્રીસા જોલી
: ગુડ મોર્નિંગ સર, હું ટ્રીસા જોલી. સર હું 2020 કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટનમાં ભાગ લઈ રહી છું સર
પ્રધાનમંત્રી
: અચ્છા ટ્રીસા આપ કન્નુર જિલ્લામાંથી છો. ત્યાંની ખેતી અને ફૂટબોલ બંને પ્રસિદ્ધ છે. તમને બેડમિન્ટન માટે કોણે પ્રેરિત કર્યા ?
ટ્રીસા જોલી : સર, મારા પિતાએ મને આ રમત માટે પ્રેરિત કરી કેમ કે મારા શહેરમાં વોલિબોલ અને ફૂટબોલ ખૂબ લોકપ્રિય રમત છે. પરંતુ એ ઉંમરે એટલે કે પાંચ વર્ષની વયે મારા માટે બેડમિન્ટન રમવું વધારે સાનુકૂળ હતું.
પ્રધાનમંત્રી
: અચ્છા ટ્રીસા મને કહેવામાં આવ્યું છે કે તમે અને ગાયત્રી ગોપીચંદ બંને સારા મિત્ર છો. ડબલ્સમાં જોડીદાર પણ છો. એટલે કે મિત્રતા અને રમતના મેદાનમાં જોડીદાર આ અંગે જરા કાંઈક કહેશો.
ટ્રીસા જોલી
: સર ગાયત્રી સાથે મારી સારી મૈત્રી છે. જેમ કે જ્યારે અમે રમીએ છીએ ત્યારે સારી જોડી બની રહે છે અને અમે જ્યારે બેડમિન્ટન કોર્ટ પર રમીએ છીએ ત્યારે મને લાગે છે કે તમારા જોડીદાર સાથેની સમજણ અત્યંત મહત્વની બની રહેતી હોય છે.
પ્રધાનમંત્રી
: અચ્છા ટ્રીસા, આપે અને ગાયત્રીએ પરત ફર્યા બાદ ઉજવણી કરવાની કેવી યોજના ઘડી છે ?
ટ્રીસા જોલી : સર ત્યાં જઇને મેડલ આવશે તો અમે ઉજવણી કરીશું પણ ખબર નથી કે કેવી રીતે ઉજવણી કરીશું.
પ્રધાનમંત્રી
: પીવી સિંધૂએ નક્કી કર્યું છે કે તે આવીને આઇસક્રીમ ખાશે. અચ્છા આપે શાનદાર પ્રારંભ કર્યો છે અને હજી તો લાંબી કારકિર્દી આપની સામે પડેલી છે, હજી તો આપે સફળતાની શરૂઆત કરવાની છે આપ દરેક મેચમાં સો ટકા યોગદાન આપો. જૂઓ તમને બરાબર લાગવું જોઇએ કે મેં મારું સો ટકા યોગદાન આપ્યું છે. દરેક મેચને ગંભીરતાથી લેજો, મેચ બાદ પરિણામ ગમે તે આવે પણ તમને લાગવું જોઇએ એટલે કે તમને અનુભવ થવો જોઇએ કે મેચમાં મેં મારું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. ચાલો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપની આખી ટીમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ટ્રીસા જોલી
: આભાર સર.

પ્રસ્તુતકર્તા : સર હવે કુ. સલીમા ટેટે, ઝારખંડથી છે અને હોકી ટીમની ખેલાડી છે.
પ્રધાનમંત્રી
: સલીમા જી નમસ્તે.
સલીમા ટેટે
: ગુડ મોર્નિંગ સર.
પ્રધાનમંત્રી
: હા, સલીમાજી કેમ છો આપ ?
સલીમા ટેટે : સારું છે સર, આપ કેમ છો
પ્રધાનમંત્રી
: તો અત્યારે ક્યાં છો કોચિંગ માટે ક્યાંય બહાર છો આપ ?
સલીમા ટેટે : હા સર અત્યારે ઇંગ્લેન્ડમાં છીએ અમે. અમારી આખી ટીમ.
પ્રધાનમંત્રી :  અચ્છા સલીમા હું ક્યાંક આપ વિશે વાંચી રહ્યો હતો કે આપે તથા આપના પિતાએ હોકીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધીની યાત્રા અંગે કાંઇક કહેશો તો દેશના ખેલાડીઓને પણ ચોક્કસ પ્રેરણા મળશે.
સલીમા ટેટે
: હા જી સર, જેમ કે હું ગામડામાંથી આવું છું અને મારા પપ્પા પણ અગાઉ હોકી રમતા હતા. તેઓ જ્યાં રમતા હતા હવે તો ઘણો સમય થઈ ગયો પપ્પાએ હોકી છોડી દીધી પણ એ વખતે પપ્પા જ્યાં જતા હતા રમવા માટે તો હું તેમની સાથે સાઇકલ પર જતી હતી રમવા માટે. બસ, હું બેઠા બેઠા જોતી હતી કે આ રમત કેવી રીતે રમાય છે. હું પપ્પા પાસેથી શીખવા માગતી હતી કે હું કેવી રીતે તાલીમ લઉં કે મારે પણ હોકી રમવી છે. ઝારખંડના ખેલાડી યશવંત લાકરા છે તેમની રમત જોઈને પણ હું શીખતી હતી કે તેઓ કેવા ખેલાડી છે. તો મારે એવું જ બનવું છે. તો આમ હું પપ્પા સાથે સાઇકલ પર જતી હતી અને બેસીને જોતી હતી કે કેવી રીતે હોકી રમાય છે. પાછળથી મને સમજાયું કે આ રમત આપણા જીવનને ઘણું બધું આપી શકે છે. તો મેં પપ્પા પાસેથી શીખ્યું કે સંઘર્ષ કરવાથી આપણને ઘણું શીખવા મળે છે. મારા પરિવારથી મને ઘણું સારું લાગે છે કે તેમની પાસેથી હું ઘણું બધું શીખી છું.
પ્રધાનમંત્રી
: અચ્છા સલીમા ટોક્યો ઓલિમ્પિક્સમાં આપની રમતે સૌને પ્રભાવિત કર્યા હતા અને આપનો એ અનુભવ હું માનું છું કે જો એ અનુભવ અહીં વર્ણવો છો તો મને લાગે છે કે સૌને સારું લાગશે.
સલીમા ટેટે
: હા જી સર બિલકુલ, અમે ટોક્યો જતાં અગાઉ આપ સાથે પણ વાત કરી હતી. હવે કોમનવેલ્થ ગેમ્સ માટે જતાં અગાઉ પણ અમે બધા સજ્જ છીએ. પણ તમામ કરતાં પહેલા આપે અમને સૌથી વધારે મોટિવેટ કર્યા જેમ કે ટોકયો ઓલિમ્પિક્સ માટે જતા અગાઉ આપે જ સૌ પ્રથમ અમારી સાથે વાત કરી હતી તો અમને સારું લાગ્યું હતું  અને અમે સૌથી વધારે મોટિવેટ થયા હતા. તો આ જ વાત છે કે ટોક્યો ઓલિમ્પિક્સમાં અમે અગાઉથી નક્કી કરીને જ ગયા હતા કે આ વખતે તો અમારે કાંઇક કરી જ દેખાડવું છે.
તો આ ટુર્નામેન્ટમાં પણ અમે એ જ વિચારીને આવ્યા છીએ કે આ વખતે અમારે કાંઇક ખાસ કરવાનું છે. ટોક્યો ઓલિમ્પિક્સ વખતે કોરોના પણ હતો તો અમને એ વખતે મુશ્કેલી પડી હતી જેમ કે અમને ખૂબ વધારે ઓર્ગેનાઇઝ કરાયા હતા, અમારા માટે ત્યાં ઘણી સારી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ટોક્યોમાં જઈને અમે ઘણું શીખીને આવ્યા હતા અને અમારી તાકાત પર કાંઇક કરી દેખાડયું હતું. બસ આપ સૌ અમને આવી જ રીતે સપોર્ટ કરતા રહો જેથી અમે વધુ આગળ વધી શકીએ. જેવી રીતે ટોક્યો ઓલિમ્પિક્સ અમારી સૌથી મોટી ઓળખ બની ગઈ જેવી રીતે અમારી ટીમે શાનદાર દેખાવ કર્યો તો હવે અમારે તેને જારી રાખવાનું છે સર.
પ્રધાનમંત્રી
  : સલીમા આપ નાની વયે ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યા છો. મને પૂરો વિશ્વાસ છે કે આ અનુભવ આપને આગળ જતાં પણ ઘણી મદદ કરશે. આપ ખૂબ આગળ વધશો. હું આપના માધ્યમથી મહિલા અને પુરુષ બંને હોકી ટીમને મારા તરફથી તથા દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌ કોઈ પણ દબાણ વિના મસ્તીથી રમો. દરેક ખેલાડી જ્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો મેડલ તો કોઈ પણ ભોગે આવવાનો જ છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
સલીમા ટેટે
: આપનો આભાર સર.
પ્રસ્તુતકર્તા :  સર આ શર્મીલા છે હરિયાણાથી આવે છે. તે પેરા એથ્લેટિક્સમાં શોટપુટની ખેલાડી છે.
શર્મીલા
: નમસ્તે સર.
પ્રધાનમંત્રી
: નમસ્તે શર્મીલાજી, શર્મીલાજી આપ હરિયાણાના છો તો રમતગમતમાં તો હરિયાણા હોય જ છે. અચ્છા આપે 34 વર્ષની વયે કારકિર્દીનો પ્રારંભ કર્યો. અને આપે બે વર્ષમાં તો ગોલ્ડ મેડલ જીતી લીધો. હું જાણવા માગું છું કે ચમત્કાર કેવી રીતે થયો ? આપની પ્રેરણા શું છે ?
શર્મીલા : સર, હું હરિયાણાના જિલ્લા મહેન્દ્રગઢના રેવાડીમાં રહું છું. અને સર મારા જીવનમાં ઘણા તોફાન આવ્યા છે. પણ મારો બાળપણથી શોખ હતો રમવાનો પણ મને તક મળી નહીં. મારો પરિવાર ગરીબ હતો મારા પપ્પા, માતા અંધ હતી, ત્રણ બહેન અને એક ભાઈ અમારો પરિવાર વધારે ગરીબ હતો. સર.. પછી મારા નાની ઉમરમાં જ લગ્ન કરી નાખ્યા પછી આગળ પતિ બહુ સારો ન મળ્યો, બહુ અત્યાચાર (દુઃખ આપ્યું) કર્યામારી બે દિકરીઓ છે સર, તે પણ સ્પોર્ટસમાં છે. પરંતુ ત્રણે મા-દિકરીઓ  પર અમારી પર બહુ જ અત્યાચાર થયા ત્યારે મારા મા-બાપ મને મારા પિયરમાં લઇ આવ્યા. છ વર્ષ સુધી હું પિયરમાં રહી છું સર, પરંતુ મારા મનમાં નાનપણથી જ કંઇક કરવું તેવું હતું. પણ કોઇ રસ્તો મળતો ન હતો સર મને, જે બીજા લગ્ન પછી મને દેખાયો સ્પોર્ટસમાં, અમારા સંબંધી ટેકચંદભાઇ જે  ફ્લેગ બેરર રહ્યાં છે, તેઓએ મને બહુ જ સપોર્ટ સહકાર આપ્યો અને તેઓએ મારી પાસે દરરોજના આઠ કલાક સવાર-સાંજ ચાર-ચાર કલાક બહુ જ મહેનત કરાવી અને તેના કારણે જ આજે હું આ નેશનલમાં એક-બે વર્ષમાં હું ગોલ્ડ મેડલ લાવી શકી છું.. સર
પ્રધાનમંત્રી : શર્મીલાજી, તમારા જીવનની અનેક વાતો એવી છે કે જેને સાંભળીને કોઇપણ એ વિચારશે કે તે હવે આગળ જવાનું જ છોડી દે દુનિયામાં પરંતુ તમે કયારેય હિંમત હારી નથી. શર્મીલાજી, આપ ખરેખર દરેક દેશવાસીઓ માટે એક રોલ મોડલ (આદર્શ) છો અને તમારી બે દિકરીઓ પણ છે, જેમ તમે કહ્યું, હવે તેમને પણ રમતની થોડી સમજ આવી રહી છે, દેવિકા પણ રસ લેતી હશે અને તે પણ તમને ખેલમાં પૂછપરછ કરતી રહેતી હશે, તેની રૂચિ શું છે આ બચ્ચાઓની (દિકરીઓની) ?
શર્મીલા : સર, મોટી દિકરી જૈક્લિન છે તે અંડર 14માં હવે રમશે, પણ ઘણી સારી ખેલાડી બનશે, હવે જયારે યૂટોપિયા, હરિયાણામાં જયારે સ્પર્ધાઓ યોજાશે તે દિવસે ખબર પડશે. સર, નાની દિકરી ટેબલ ટેનિસમાં છે, મારી ઇચ્છા છે કે , હું મારી દિકરીઓને પણ રમતોમાં લાવીને તેમનું જીવન પણ સારું બનાવું, કારણ કે પહેલા જે ભોગવ્યું છે, તે બાળકોએ ન ભોગવવું પડે.
પ્રધાનમંત્રી : સરસ, શર્મીલાજી, તમારા જે કોચ છે, ટેકચંદજી, તે પણ પેરાલિમ્પિયન હતા, તેનાથી પણ તમને ઘણું બધું શીખવાનું મળ્યું હશે ?
શર્મીલા : હા સર, તેઓએ જ મને પ્રેરિત કરી છે અને પ્રેક્ટિકલ કરાવ્યા છે ચાર-ચાર કલાક સુધી. જયારે હું સ્ટેડિયમમાં જતી ન હતી તો તે ઘરેથી પકડી-પકડીને લઇ જતાં હતા. હું થાકી જતી હતી તો પણ તેઓએ મારી હિંમત વધારી કે હાર માનવાની નહીં, જેટલી પણ મહેનત કરીશ તેટલું ફળ તારી પાસે આવશે, મહેનત પર ધ્યાન આપ.
પ્રધાનમંત્રી : શર્મીલાજી, તમે જે ઉમરમાં રમવાનું વિચાર્યું, તે સમયે ઘણા લોકો માટે રમવાનું શરૂ કરવું અઘરું હોય છે, તમે સાબિત કરી દીધું કે જો જીતવાનો જૂસ્સો હોય તો કોઇ પણ લક્ષ્યાંક અસંભવ હોતો નથી. દરેક પડકારો તમારા માટે જૂસ્સાની સામે હારી જાય છે, તમારું સમર્પણ સમગ્ર દેશને પ્રેરિત કરે છે, મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારી દિકરીઓને આગળ લઇ જવાનું તમારું સ્વપ્ન છે, તે અવશ્ય પુર્ણ થશે જે ધગશથી તમે કામ કરી રહ્યા છો, તમારી દિકરીઓનું જીવન પણ એવું જ ઉજ્જવળ બનશે. મારા તરફથી ખૂબ શુભકામના અને બચ્ચો-બાળકોને આશીર્વાદ છે.
પ્રસ્તુતકર્તા : હૈવલોકથી શ્રી ડેવિડ બેખમ, તેઓ આંદામાન એન્ડ નિકોબારના છે. સાઇક્લિંગ કરે છે.
ડેવિડ બેખમ
: નમસ્તે સર.
પ્રધાનમંત્રી
: નમસ્તે ડેવિડ કેમ છો ?
ડેવિડ : સારું છે સર.
પ્રધાનમંત્રી : ડેવિડ તમારું નામ તો એક ઘણા મોટા ફૂટબોલ ખેલાડીના નામ પરથી છે, પરંતુ તમે સાઇક્લિંગ કરતાં રહો છો, લોકો પણ તમને ફૂટબોલ રમવાની શીખામણ આપતા હશે ? કયારેય તમને લાગ્યું કે વ્યવસાયીપણે પણ ફુટબોલ રમવું જોઇએ કે પછી સાઇક્લિંગ જ તમારી પહેલી પસંદગી રહી છે ?
ડેવિડ : પ્રોફેશનલી રમવાનો શોખ હતો ફૂટબોલમાં પણ અમારે ત્યાં આંદામાન અને નિકોબારમાં ફૂટબોલમાં એટલો સ્કોપ ન હતો  એટલા માટે અહીં ફૂટબોલમાં આગળ ન વધી શકયો.
પ્રધાનમંત્રી : સારું ડેવિડજીમને કહેવામાં આવ્યું છે કે તમારી ટીમમાં વધુ એક સાથીનું નામ મશહૂર ફૂટબોલ ખેલાડીના નામ પરથી છે. ફ્રી ટાઇમમાં તમે બંને ફૂટબૉલ રમો છો કે નહીં ?

પ્રધાનમંત્રીઃ સારું ડેવિડજી, મને જણાવાયું કે આપની ટીમમાં એક અન્ય સાથીનું નામ પણ જાણીતા ફૂટબોલ ખેલાડીના નામ પરથી છે. ફ્રિ ટાઈમમાં આપ બન્ને પૂટબોલ રમો છો કે નહીં ?
ડેવિડ : ફૂટબોલ નથી રમતા કારણ કે, અમે લોકો ટ્રેનિંગમાં જ ફોક્સ કરીએ છીએ અમે લોકો અમારા ટ્રેક સાઇક્લિંગ સાથે મતલબ રાખીએ છીએ ? બસ, એમાં જ અમે લોકો પૂરો સમય આપીએ છીએ, આમારી ટ્રેનિંગમાં અમે ચલાવીએ છીએ.
પ્રધાનમંત્રી : સારું ડેવિડજીતમે તમારા જીવનમાં બહુ બધા દુઃખ સહન કર્યા છે પણ સાઇક્લિંગથી હાથ કયારેય છૂટયો નથી અને તેના માટે બહુ વધુ મોટિવેશનની જરૂર હોય છે, આ મોટિવેશન અને પોતાને મોટિવેટ રાખવા, તે પોતાની રીતે જ એક અજાયબી છે  તમે કેવી રીતે કરો છો આ ?
ડેવિડ : મારા ઘરના લોકો બહુ જ મોટિવેટ કરે છે, મને કે તમારે આગળ જવાનું છે અને મેડલ જીતીને આવવાનું છે અહીં, અને એ બહુ મોટી વાત ગણાશે છે કે હું બહાર જઇને મેડલ લાવીશ.
પ્રધાનમંત્રી : સારું ડેવિડજીતમે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો, ખેલો ઇન્ડિયા ગેમ્સથી તમને કેવી રીતે મદદ મળી ? આ જીતવાથી તમારા સંકલ્પને કેટલા વધારે મજબૂત કર્યા ?
ડેવિડ : સર, તે મારો પહેલો પ્રવાસ હતો કે મેં પોતાનો નેશનલ રેકોર્ડ તોડયો હતો બે વખત અને મારા માટે બહુ ખુશીની વાત છે કે મન કી બાતમાં તમે મારા વિશે ઘણી વાત કરી અને હું ખૂબ ખુશ હતો તે સમયે કે તમે મન કી બાતમાં મારું મોટિવેશન કર્યું અને એક હું આંદામાન નિકોબારનો ખેલાડી છું કે હું ત્યાંથી નીકળીને અહીં નેશનલ ટીમમાં પહોંચ્યો છું અને એ વધારે ખુશીની વાત છે કે મારા આંદામાનની ટીમ પણ અત્યંત ગર્વ મહેસુસ કરે છે કે હું આપણાં ઇન્ડિયા ટીમમાં અહી ઇન્ટરનેશનલ ટીમમાં અહીં સુધી આવ્યો.
પ્રધાનમંત્રી : જૂઓ ડેવિડ, તમે આંદામાન નિકોબારને યાદ કર્યું અને હું જરૂર કહીશ કે તમે દેશના સૌથી ખૂબસૂરત વિસ્તારમાંથી આવો છે, તમે એક-દોઢ વર્ષના રહ્યા હશો, જયારે નિકોબારમાં આવેલી સુનામીએ તમારા પિતાજીને તમારાથી છીનવી લીધા હતા. એક દાયકા પછી, તમે તમારી માતાજીને પણ ગુમાવી દીધામને યાદ છે 2018માં હું  નિકોબાર ગયો હતો તો મને સુનામી મેમોરિયલ જવાનો અને જેમને આપણે ગુમાવી દીધા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો હતો. હું તમારા પરિવારને પ્રણામ કરું છું કે આટલી વિષમતાઓ અને મુશ્કેલીઓમાં પણ તેઓએ તમને પ્રોત્સાહિત કર્યા, તમારી સાથે દરેક દેશવાસીના આશીર્વાદ છે, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે

ડેવિડ- આભાર, સર
સાથીઓ,
સારું થયું હોત જેમ મેં અગાઉ ક્હ્યું તેમ હું તમારા બધાને રૂબરૂ મળીને, બધા સાથે વાત કરી શક્યો હોત પરંતુ જેમ મેં કહ્યું તમારામાંથી અનેક દુનિયાના અલગ અલગ દેશોમાં ટ્રેનિંગ લઇ રહ્યા છો અને હું પણ સંસદમાં સંસદનું સત્ર જારી હોવાને કારણે અત્યંત વ્યસ્ત છું અને તેને કારણે આ વખતે મળવાનું શકય થયું નથી. પરંતુ હું તમને વચન આપું છું કે જયારે તમે પાછા આવશો ત્યારે આપણે જરૂર મળીને તમારા વિજયનો ઉત્સવ મનાવીશું નીરજ ચોપરા પર તો દેશની વિશેષ નજર રહેવાની છે.
સાથીઓ,
આજનો આ સમય ભારતીય રમતોના ઇતિહાસમાં એક રીતે સૌથી મહત્વપૂર્ણ કાળખંડ છે
, આજે તમારા જેવા ખેલાડીનો જૂસ્સો પણ બુલંદ છે, ટ્રેનિંગ પણ સારી થઇ રહી છે અને રમતો પ્રત્યે દેશમાં માહોલ પણ જબરદસ્ત છે. તમે બધા નવા શિખરો ચડી રહ્યા છો, નવા શિખરો રચી રહ્યા છો, તમારામાંથી અનેક સાથી સતત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પ્રશંસનીય પ્રદર્શન કરી રહ્યા છે અને સાથીઓ, આ વખતે આપણી કૉમનવેલ્થની જે ટીમ છે, તે પોતાની રીતે કેટલીય રીતે વધારે ખાસ છે, અમારી પાસે અનુભવ અને સાથે સાથે નવી ઊર્જા, બંનેનો અદ્દભૂત સંગમ છે.
આ ટીમમાં
14 વર્ષની અનહત છે, 16 વર્ષની સંજના સુનીલ જોશી છે, શેફાલી, અને બેબી સહાના, 17-18 વર્ષના બાળકો, આ આપણાં દેશનું નામ રોશન કરવા માટે જઇ રહ્યાં છે, તમે માત્ર રમતોમાં જ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર ન્યૂ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તમારા જેવા યુવાન ખેલાડીઓ એ સાબિત કરી રહ્યા છે કે, ભારતનો ખૂણે ખૂણો રમતગમતની પ્રતિભાઓથી ભરેલો છે.

સાથીઓ,
તમારે પ્રેરણા માટે
, પ્રોત્સાહન માટે બહાર જોવાની જરૂર જ નહી પડે, તમારી ટીમની અંદર જ જયારે તમે મનપ્રિત જેવા પોતાના સાથીઓને જોશો તો જૂસ્સો અનેક ગણો વધી જશે, પગમાં ફ્રેકચરને કારણે તેને રનિંગના બદલે, શૉટપુટમાં પોતાની નવી ભૂમિકા અપનાવવી પડી અને તેમણે આજ ખેલ-સ્પર્ધામાં નેશનલ રેકર્ડ બનાવી દીધો છે, કોઇ પણ પડકાર સામે હારવાનું નહી, નિરંતર ગતિમાન રહેવાનું, પોતાના લક્ષ્ય માટે સમર્પિત રહેવાનું નામ જ ખેલાડી હોય છે, એટલા માટે જે પહેલી વખત આંતરરાષ્ટ્રીય મેદાન પર ઉતરી રહ્યા છે, તેમને હું કહીશ કે  મેદાન બદલાયું છે , માહોલ પણ બદલાયો છે, પરંતુ તમારો મિજાજ બદલાયો નથી,તમારી જીદ બદલી નથી, લક્ષ્ય એ જ છે કે તિરંગાને લહેરાતો જોવો છે, રાષ્ટ્રગાનની ધૂનને વાગતી સાંભળવી છે, આ માટે દબાણ લેવાનું નથી, સારી અને દમદાર રમતથી પ્રભાવ છોડીને આવવાનો છે, તમે એવા સમયે કૉમનવેલ્થ ગેમ્સમાં જઇ રહ્યા છો કે, જયારે દેશ આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે, આ અવસર પર તમે શ્રેષ્ઠ પ્રદર્શનની ભેટ દેશને આપશો, આ લક્ષ્યની સાથે જયારે મેદાનમાં ઉતરશો,તો સામે કોણ છે, તે વાતથી કોઇ ફરક પડશે નહી.
સાથીઓ,
તમે બધાએ શ્રેષ્ઠ ટ્રેનિંગ લીધી છે
, દુનિયાની સારામાં સારી સુવિધાઓ સાથે ટ્રેનિંગ લીધી છે, આ સમય તે ટ્રેનિંગને અને તમારી સંકલ્પશક્તિને સમાવેશ કરવાનો છે, તમે અત્યાર સુધી શું મેળવ્યું-પ્રાપ્ત કર્યુ, તે ચોક્કસ રીતે પ્રેરણાદાયી છે, પરંતુ હવે તમારે નવી રીતથી, નવા કીર્તિમાનોની તરફ નજર કરવાની છે, તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો, આજ કોટિ કોટિ દેશવાસીઓની તમારી પાસેથી અપેક્ષા છે, દેશવાસીઓ તરફથી તમને શુભકામનાઓ પણ છે, દેશવાસીઓ તરફથી તમને આર્શીવાદ પણ છે. અને મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ અને જયારે વિજયી થઇને આવશો ત્યારે મારે ત્યાં આવવાનું નિમંત્રણ અત્યારથી જ આપું છું, તમને શુભકામનાઓ... સાથે.. ધન્યવાદ !

 

SD/GP/NP
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843315) Visitor Counter : 416