માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતીય માહિતી સેવા અધિકારીઓની ત્રીજી વાર્ષિક કૉન્ફરન્સ વિજ્ઞાન ભવન ખાતે શરૂ થઈ
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે 'સરકારી સંચાર માટે 5-C મંત્ર' અપનાવવાનું આહ્વાન કર્યું
'સબકા સાથ, સબકા વિકાસ' હેઠળ રાષ્ટ્રીય લક્ષ્યોની પ્રાપ્તિ માટે સરકારી સંચાર નિર્ણાયકઃ શ્રી અનુરાગ સિંહ ઠાકુર
Posted On:
16 JUL 2022 4:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે વિજ્ઞાન ભવન ખાતે ભારતીય માહિતી સેવા અધિકારીઓની ત્રીજી વાર્ષિક કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને મુખ્ય મહાનિર્દેશક શ્રી જયદીપ ભટનાગર, શ્રી સત્યેન્દ્ર પ્રકાશ, શ્રી વેણુધર રેડ્ડી અને શ્રી મયંક કુમાર અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય કૉન્ફરન્સમાં દેશભરમાંથી ભારતીય માહિતી સેવાના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે તેમના મુખ્ય વક્તવ્યમાં સરકારી સંચારને વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી પાંચ મુખ્ય લક્ષણોની રૂપરેખા આપી હતી. તેમાં સમાવેશ થાય છે – સિટિઝન-સેન્ટ્રિક નાગરિક-કેન્દ્રિત અને કમ્પૅશન્ટ એટલે કે કરુણાપૂર્ણ, કો-ક્રિએટિંગ વિથ ટાર્ગેટ ઑડિયન્સ- લક્ષ્ય પ્રેક્ષકો સાથે સહ-નિર્માણ, કૉલાબોરેશન- સહયોગ, કોન્ટપ્લેશન- ચિંતન અને કન્ટિન્યુસ કૅપેસિટી એન્હાસમેન્ટ- સતત ક્ષમતા વૃદ્ધિ. આ અંગે વિગતવાર જણાવતા તેમણે કહ્યું કે નાગરિકોને ધ્યાનમાં રાખીને તમામ સંદેશાવ્યવહાર સુસંગત અને સમજવામાં સરળ હોવો જરૂરી છે. વધુમાં, તેમણે સરકારી સંસ્થાઓ, સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર સહિત તમામ હિતધારકો સાથે સહયોગનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે સંદેશાવ્યવહાર એ બનાવટી સમાચાર જેવા આગામી પડકારો સાથે ઝડપથી બદલાતું ક્ષેત્ર હોવાથી, તાજેતરની કોવિડ મહામારી દરમિયાન જોવા મળ્યા મુજબ, કોમ્યુનિકેટર્સ માટે ચપળ અને અનુકૂલનશીલ હોવું મહત્વપૂર્ણ છે.
શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ફેક ન્યૂઝનો સામનો કરવા માટે ફેક્ટ ચેક યુનિટનાં વિસ્તરણ અને દિવ્યાંગજનો માટે સુલભતા પહેલ જેવી પરિવર્તનકારી પહેલ હાથ ધરવા માટે IIS અધિકારીઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે નવી મીડિયા ટેક્નોલોજી, સંસ્થા નિર્માણ અને રાજ્ય સરકારો સાથે સંકલનનું મહત્વ દર્શાવતા, છેવાડા સુધી લાભ મેળવવા માટે સરકારી સંદેશાવ્યવહારની અસરકારકતામાં વધુ સુધારો કરવા માટેના વિચારો અને પહેલ પણ રજૂ કરી હતી. તેમણે તમામ અધિકારીઓને 130 કરોડ લોકો સાથે વાતચીત કરનાર તરીકેની તેમની ભૂમિકાનાં મહત્વને ઓળખવા માટે આગ્રહ કર્યો. કેન્દ્રીય મંત્રીએ જાહેર પહોંચ વધારવા માટે સુમેળભર્યા સંચાર અને વાર્તા કહેવાની કળાનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંસ્થાનું નિર્માણ, માર્ગદર્શન અને અધિકારીઓની પ્રેરણા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન સંદેશાવ્યવહારે લોકોને આશ્વાસન આપ્યું હતું અને તેમનાં મનમાંથી ડર દૂર કરવામાં સફળતા મેળવી હતી. તેનાથી રસીકરણ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી કલ્યાણકારી પહેલ વિશે લોકોમાં વ્યાપક જાગૃતિ પણ સુનિશ્ચિત થઈ. તેમણે નોંધ્યું હતું કે અન્ય ઘણા દેશોની સરખામણીમાં, ભારતમાં રસીકરણ સામેનો ખચકાટ લગભગ અસ્તિત્વમાં નથી, જેનાથી તે 200 કરોડ રસીના ડોઝનાં સીમાચિહ્નને હાંસલ કરવાની નજીક આવી શક્યો છે.
પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ શ્રી જયદીપ ભટનાગરે તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે સેવાનું મુખ્ય ધ્યાન સશક્તીકરણ અને સુલભતા, નાગરિક કેન્દ્રિત 24x7 રોકાણ, વર્તણૂકમાં પરિવર્તન સંદેશાવ્યવહાર અને નકલી અને તોફાની સમાચાર સામે લડવાનું છે. તેમણે અવલોકન કર્યું કે તાજેતરનાં વર્ષોમાં માહિતીના વિસ્ફોટને જોતા આ ભૂમિકા નોંધપાત્ર રીતે વિકસિત અને વિસ્તૃત થઈ છે, જે નવી પ્રક્રિયાઓ અને સાધનોની પુનઃકલ્પના અને સમાવેશ તરફ દોરી જાય છે.
સંદેશાવ્યવહારનું ક્ષેત્ર સ્વાભાવિક રીતે ગતિશીલ છે તે ઓળખીને, આ બે દિવસીય કૉન્ફરન્સમાં ઉભરતા પડકારો અને ભવિષ્યમાં અત્યાધુનિક સંચાર માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે. બે દિવસના સત્રોમાં ‘કમ્યુનિકેશન ફોર ઈન્ડિયા@2047’, ‘કૌશલ્ય અને ક્ષમતા નિર્માણ’, ‘G20 પર ફોકસ સાથે વિદેશમાં ભારતનું પ્રોજેક્ટિંગ’, ‘ઈવોલ્વિંગ રોલ ઑફ ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન’ જેવા સત્રો અગ્રણી વક્તાઓ જેમ કે અનુક્રમે MyGovના સીઈઓ શ્રી અભિષેક સિંઘ; ક્ષમતા નિર્માણ આયોગના ડો. આર. બાલાસુબ્રમણ્યમ અને શ્રી હેમાંગ જાની, અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ(XP) શ્રી અરિંદમ બાગચી અને જી-20 ખાતેના ભારતના શેરપા શ્રી અમિતાભ કાંત દ્વારા સત્રો સંચાલિત કરાશે.
કૉન્ફરન્સના બીજા દિવસે મુખ્ય સંબોધન રેલવે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવશે, જ્યારે સમાપન સત્રને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા સંબોધિત કરવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1842042)
Visitor Counter : 233