સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં ARDBs - 2022ની રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર 'સહકાર સે સમૃદ્ધિ'ના મંત્ર સાથે સહકારી ક્ષેત્રને સશક્ત બનાવી રહી છે.

આ પરિષદ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જમીની સ્તરે જન સંપર્ક કાર્યક્રમ સહિત ARDB ના ક્ષેત્રીય કાર્યક્રમોનું સમાપન કરશે.

Posted On: 15 JUL 2022 11:37AM by PIB Ahmedabad

નેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક્સ ફેડરેશન લિમિટેડ (NAFCARD) આવતીકાલે NCUI ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે ARDB - 2022ની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પરિષદ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જમીની સ્તરે જન સંપર્ક કાર્યક્રમ સહિત ARDBના ક્ષેત્રીય કાર્યક્રમોનું સમાપન કરાશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રને યોગ્ય પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્ર સરકારે જુલાઈ 2021માં સહકાર મંત્રાલયની રચના કરી હતી. શ્રી અમિત શાહને નવા રચાયેલા સહકાર મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

સહકારી ક્ષેત્રમાં દેશના ખેડૂતો, કૃષિ અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને સશક્તિકરણની અપાર સંભાવનાઓ છે. તેથી જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર 'સહકાર સે સમૃદ્ધિ'ના મંત્ર સાથે સહકારી ક્ષેત્રને સશક્ત બનાવી રહી છે.

ફેડરેશન કેરળ, કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં 2020-21 દરમિયાન ધિરાણ, વસૂલાત અને કામગીરીના અન્ય પરિમાણોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ SCARDB ને સન્માનિત કરવા માટે એક એવોર્ડ ફંક્શન પણ યોજી રહ્યું છે. 90 વર્ષથી વધુ સમયથી ગ્રામીણ ક્ષેત્રની અવિરત સેવા માટે દેશના ચાર સૌથી જૂના ARDB ને પણ એવોર્ડ આપવામાં આવશે.

પરિષદના ટેકનિકલ સત્રમાં કૃષિ ગ્રામીણ વિકાસ બેંકો (ARDBs)ના પુનરુત્થાન માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે અને તેમને સરકારને સુપરત કરવા માટેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સહકાર અને વિકાસ રાજ્ય મંત્રી શ્રી બી.એલ. વર્મા, સચિવ, સહકાર મંત્રાલય, પ્રમુખ, NCUI અને અધ્યક્ષ, IFFCO શ્રી દિલીપ સંઘાણી, પ્રમુખ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ- એશિયા-પેસિફિક ક્ષેત્ર અને અધ્યક્ષ, KRIBHCO ડૉ. ચંદ્ર પાલ સિંહ યાદવ પણ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ પરિષદમાં દેશભરમાં રાજ્ય અને પ્રાથમિક સ્તરે સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકોના પ્રતિનિધિઓ અને સરકાર, નાબાર્ડ અને અન્ય રાષ્ટ્રીય ફેડરેશનના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.

મુંબઈ સ્થિત નેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ બેંક્સ ફેડરેશન એ દેશની રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકોની સર્વોચ્ચ સંસ્થા છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1841706) Visitor Counter : 199