પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 16મી જુલાઈએ યુપીની મુલાકાત લેશે અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે
ફેબ્રુઆરી, 2020માં પ્રધાનમંત્રી દ્વારા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો
લગભગ 14,850 કરોડ રૂપિયાના ખર્ચે 296 કિમી ચાર માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે
એક્સપ્રેસ-વે આ પ્રદેશમાં કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને મોટો વેગ આપશે
Posted On:
13 JUL 2022 5:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઈ, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે.
સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રધાનમંત્રી દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર પ્રયાસ હતો. એક્સપ્રેસવે પરનું કામ 28 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ આશરે રૂ. 14,850 કરોડના ખર્ચે 296 કિમી, ચાર-માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પછીથી તેને છ લેન સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. તે ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીકના ગોંડા ગામ ખાતે NH-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે. તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે - ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા.
આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે, બુંદેલખંડ એક્સપ્રેસ વે આર્થિક વિકાસને પણ મોટો વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે. એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1841229)
Visitor Counter : 259
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam