પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 12 જુલાઇએ દેવઘર અને પટનાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,800 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે

પરિયોજનાઓ માળખાકીય વિકાસને નોંધપાત્ર ઉત્તેજન આપશે, અવરજવરમાં વધારો કરશે અને પ્રદેશના લોકોના જીવન જીવવાની સરળતાને પ્રેરિત કરશે

પ્રધાનમંત્રી બાબા બૈદ્યનાથ ધામ સુધી સીધું હવાઇ જોડાણ પૂરું પાડવા માટે દેવઘર હવાઇમથકનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી દેવઘરમાં એઇમ્સ ખાતે ઇન-પેશન્ટ વિભાગ અને ઓપરેશન થિયેટર સેવાઓ સમર્પિત કરશે

પ્રધાનમંત્રી બિહાર વિધાનસભાની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને સંબોધશે

Posted On: 09 JUL 2022 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 12.45 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,800 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.20 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી પટનામાં બિહાર વિધાનસભાની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કરશે.

પ્રધાનમંત્રીની દેવઘરની મુલાકાત

માળખાકીય વિકાસને ઉત્તેજન આપવા, પરિવહન સુવિધાઓમાં વધારો કરવા અને વિસ્તારના લોકોના જીવન જીવવાની સરળતા પ્રેરિત કરવા માટે પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,800 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને તેનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓ પ્રદેશમાં સામાજિક-આર્થિક સમૃદ્ધીમાં નોંધપાત્ર રીતે વધારો કરવામાં મદદ કરશે.

સમગ્ર દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ ગણાતા બાબા બૈદ્યનાથ ધામ સુધી સીધું હવાઇ જોડાણ પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે પ્રધાનમંત્રી દેવઘર હવાઇમથકનું ઉદ્ઘાટન કરશે. તેનું બાંધકામ આશરે રૂપિયા 400 કરોડની આસપાસના અંદાજિત મૂલ્યથી કરવામાં આવ્યું છે. હવાઇમથકનું ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક પાંચ લાખથી વધારે મુસાફરોને સેવા પૂરી પાડવા માટે સજ્જ છે.

દેવઘરમાં આવેલી એઇમ્સ સમગ્ર વિસ્તારના લોકોના આરોગ્ય સંભાળ માટે આશિર્વાદ સમાન છે. પ્રધાનમંત્રી દેવઘરમાં આવેલી એઇમ્સ ખાતે ઇન-પેશન્ટ વિભાગ (IPD) અને ઓપરેશન થિયેટર સેવાઓ રાષ્ટ્રને સમર્પિત કરવાના હોવાથી દેવઘર ખાતે આવેલી એઇમ્સની સેવાઓને વધારે ઉત્તેજન મળશે. આ બાબત દેશના તમામ ભાગોમાં ઉત્કૃષ્ટ આરોગ્ય સંભાળ સુવિધાઓ વિકસાવવાના પ્રધાનમંત્રીની દૂરંદેશી વિચારનો ભાગ છે.

સમગ્ર દેશભરના ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળો ખાતે વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ વિકસાવવી અને આવા તમામ સ્થળો પર પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે પ્રધાનમંત્રીની કટિબદ્ધતા પ્રવાસન મંત્રાલયની PRASAD યોજના અંતર્ગત મંજૂર કરાયેલા "બૈદ્યનાથ ધામનો વિકાસ, દેવઘર" પરિયોજનાઓના ઘટકો તરીકે વધારે ગતિ પ્રાપ્ત કરશે, જેનું પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા આ પરિયોજનાઓના ઉદ્ઘાટનમાં વિવિધ વિકાસ કાર્યો ઉપરાંત જાસલર તળાવ કિનારાનો વિકાસ અને શિવગંગા તળાવ વિકાસ તરીકે દરેકની 2000 શ્રદ્ધાળુઓની ક્ષમતા સાથે બે વિશાળ તીર્થયાત્રા સભાગૃહના વિકાસનો સમાવેશ થાય છે. આ નવી સુવિધાઓ બાબ બૈદ્યનાથ ધામની મુલાકાત લઇ રહેલા લાખો શ્રદ્ધાળુઓના પ્રવાસન અનુભવ વધુ સમૃદ્ધ બનાવશે.

પ્રધાનમંત્રી રૂ. 10,000 કરોડથી વધારે મૂલ્યના બહુવિધ રોડ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન કરવામાં આવી રહેલી પરિયોજનાઓમાં NH-2ના ગોરહારથી બરવાડા પ્રભાગને છ માર્ગીય બનાવવો, NH-32ના પશ્ચિમબંગાળની સરહદ સુધીના પ્રભાગ સુધી રાજગંજ-ચાસને પહોળો બનાવવાનો સમાવેશ થાય છે. મુખ્ય પરિયોજનાઓ જેની આધારશિલા મુકાવા જઇ રહી છે તેમાં, NH-80ના મિરઝાચોકી-ફરક્કાને ચાર માર્ગીય બનાવવાની કામગીરી, NH-98ના હરિહરગંજથી પરવા મોરે પ્રભાગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી, NH-23ના પલમાથી ગુમલા પ્રભાગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી, NH-75ના કુચેરી ચોકથી પિસ્કા મોરે પ્રભાગની એલિવેટેડ કોરિડોરથી જોડવાનો સમાવેશ થાય છે. આ પરિયોજનાઓ પ્રદેશની પરિવહન સુવિધાઓને ઉત્તેજન આપશે અને સામાન્ય લોકો માટે યાતાયાત સુવિધાઓને સુગમ બનાવશે.

પ્રધાનમંત્રી પ્રદેશમાં રૂ. 3,000 કરોડથી વધારે મૂલ્યની ઉર્જા માળખાકીય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન કરવામાં આવનારી પરિયોજનાઓમાં ગેઇલની જગદિશપુર-હલ્દિયા-બોકારો-ધર્મા પાઇપલાઇનના બોકારો-અંગુલ પ્રભાગ, બર્હી ખાતે HPCLના નવા LPG બોટલિંગ પ્લાન્ટ, BPCLના હઝારીબાગ અને બોકારો LPG બોટલિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. પરબતપુર ગેસ સંગ્રહ સ્ટેશન, જરિયા બ્લોક, ONGCના કોલ બેડ મિથેન (CBM) અસ્કાયમત માટે આધારશિલા પણ મુકવામાં આવશે.

પ્રધાનમંત્રી બે રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે જે ગોડ્ડા-હાંસદીહા ઇલેક્ટ્રિફાઇડ સેક્શન અને ગઢવા-મહુરિયા ડબલિંગ પરિયોજના છે. આ પરિયોજનાઓના પ્રારંભના કારણે ઉદ્યોગો તેમજ પાવર હાઉસ માટે માલસામાનની અવરોધરહિત ટ્રાફિકની અવરજવરને સરળ બનાવવામાં મદદ મળી રહેશે. આ પરિયોજનાઓના કારણે દુમકાથી આસનસોલ સુધી ટ્રેનની અવરજવરની સરળતા પણ સુનિશ્ચિત થઇ શકશે. પ્રધાનમંત્રી ત્રણ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે જેમાં રાંચી રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ; જસીડીહ બાયપાસ લાઇન અને ગોડ્ડા ખાતે LHB કોચના મેન્ટેનન્સ ડેપોનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત પુનર્વિકસિત રાંચી સ્ટેશનમાં ફૂડ કોર્ટ, એક્ઝિક્યુટિવ લૉન્જ, કાફેટેરિયા, એર-કન્ડિશન્ડ વેઇટિંગ હોલ વગેરે સહિતની મુસાફરો માટેની વિશ્વ કક્ષાની સુવિધાઓ સામેલ રહેશે, જેથી મુસાફરોની અવરજવરની સરળતા રહે તેમજ તેમના માટે આરામદાયકતા સુનિશ્ચિત કરી શકાય.

પ્રધાનમંત્રીની પટણાની મુલાકાત

પ્રધાનમંત્રી બિહાર વિધાનસભાના શતાબ્દી સમારોહના સમાપન સમારંભમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી બિહાર વિધાનસભાના 100 વર્ષના પ્રસંગને યાદગાર બનાવવા માટે બાંધવામાં આવેલા શતાબ્દી સ્મૃતિ સ્તંભનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીના હસ્તે અહીં વિધાનસભા સંગ્રહાલયનો શિલાન્યાસ કરવામાં આવશે. સંગ્રહાલયમાં વિવિધ ગેલેરીઓ તૈયાર કરવામાં આવશે જેમાં બિહારમાં લોકશાહીના ઇતિહાસ અને વર્તમાન નાગરિક માળખાના વિકાસને પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં 250 કરતાં વધારે લોકોની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ પણ તૈયાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે વિધાનસભાના અતિથિ ગૃહનો પણ શિલાન્યાસ કરશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1840312) Visitor Counter : 289