સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટ વિભાગે વિવિધ પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ગ્રામીણ ડાક સેવકો (GDS)ની દસ્તાવેજ ચકાસણી માટેની છેલ્લી તારીખ 15મી જુલાઈ, 2022 સુધી લંબાવી
પોસ્ટેડ ઓન:
01 JUL 2022 2:19PM by PIB Ahmedabad
પોસ્ટ વિભાગે આસામમાં પૂરની સ્થિતિને કારણે વિવિધ પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ગ્રામીણ ડાક સેવકો (GDS)ની દસ્તાવેજ ચકાસણી માટેની છેલ્લી તારીખ 15મી જુલાઈ, 2022 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
એક અખબારી નિવેદનમાં વિભાગે જણાવ્યું છે કે, "આસામમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ગ્રામીણ ડાક સેવકો (GDS)ના દસ્તાવેજની ચકાસણી માટેની છેલ્લી તારીખ 30મી જૂનથી વધારીને 15મી જુલાઈ 2022 સુધી કરવામાં આવી છે."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1838518)
મુલાકાતી સંખ્યા : 280