માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
શ્રી નીતિન ગડકરીએ 105 કલાક અને 33 મિનિટમાં NH53 પર એક જ લેનમાં 75 કિમી બિટ્યુમિનસ કોંક્રિટ બિછાવીને NHAI દ્વારા બનાવવામાં આવેલ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જાહેર કર્યો
Posted On:
08 JUN 2022 12:06PM by PIB Ahmedabad
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે NHAI દ્વારા NH53 પર એક જ લેનમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિમી બિટ્યુમિનસ કોંક્રિટ બિછાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. એક વીડિયો સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં અને પ્રપધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ NHAIએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમરાવતીથી અકોલા જિલ્લા વચ્ચે NH 53 પર એક જ લેનમાં 75 કિમી બિટ્યુમિનસ કોંક્રીટ 105 કલાક અને 33 મિનિટમાં નાખવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સિંગલ લેન સતત બિટ્યુમિનસ કોંક્રિટ રોડની કુલ લંબાઈ 37.5 કિમી ટુ-લેન પેવ્ડ શોલ્ડર રોડની સમકક્ષ છે અને કામ 3જી જૂન 2022ના રોજ સવારે 7:27 વાગ્યે શરૂ થયું હતું અને 7મી જૂન 2022ના રોજ સાંજે 5 વાગ્યે પૂર્ણ થયું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે 2,070 MT બિટ્યુમેન ધરાવતા 36,634 MTના બિટ્યુમિનસ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને 720 કામદારો દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો જેમાં સ્વતંત્ર સલાહકારોની ટીમ આ કાર્યને પૂર્ણ કરવા માટે દિવસ-રાત કામ કર્યું હતું.
શ્રી ગડકરીએ આ પહેલા જણાવ્યું હતું કે, સૌથી લાંબુ સતત બિટ્યુમિનસ માટે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ 25.275 કિમી બાંધવાનો હતો જે ફેબ્રુઆરી 2019માં દોહા, કતારમાં હાંસલ કરવામાં આવ્યો હતો. આ કાર્યને પૂર્ણ કરવામાં 10 દિવસનો સમય લાગ્યો હતો.
મંત્રીએ કહ્યું કે અમરાવતીથી અકોલા સેક્શન NH 53નો ભાગ છે, આ એક મહત્વપૂર્ણ પૂર્વ કોરિડોર છે જે કોલકાતા, રાયપુર, નાગપુર અને સુરત જેવા મોટા શહેરોને જોડે છે. તેમણે કહ્યું કે એકવાર પૂર્ણ થઈ ગયા પછી, આ માર્ગ પર ટ્રાફિક અને માલસામાનની અવરજવરને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
શ્રી ગડકરીએ NHAI અને Raj Path Infracon Pvt.લિ.ના તમામ એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો, સલાહકારો, કામદારોને આ વિશ્વ વિક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયેલા પ્રોજેક્ટના કાર્યક્ષમ અમલીકરણ માટે અભિનંદન આપ્યા.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832033)
Visitor Counter : 320