પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડમાં બસ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુ
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
Posted On:
05 JUN 2022 9:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં એક દુ:ખદ બસ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રીએ મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા અને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી 50,000 રૂ.ની સહાય પણ જાહેર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. તેમાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું મારી શોક-સંવેદના વ્યક્ત કરૂં છું. રાજ્ય સરકારની દેખરેખમાં સ્થાનિક શાસન ઘટનાસ્થળે શક્ય તમામ મદદ માટે સક્રિય છેઃ PM @narendramodi"
"પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડમાં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને PMNRF તરફથી પ્રત્યેક રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
SD/GP/JD
(Release ID: 1831395)
Visitor Counter : 186
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam